SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ મીરાં ૩૪૩ આમ, મેરે તો ગિરિધર ગોપાલ, દૂસરો ન કોઈ એવી મીરાંની અનન્યતા હતી. પરમેશ્વરમાં અને પરમેશ્વરના પ્રેમમાં મીરાં એકધ્યાન હતી, એકતાન હતી. મીરાંના જીવન સાથે જેના જીવનનું કંઈક સામ્ય છે એવી આપણા યુગની એક અનોખી ફ્રેન્ચ સન્નારી સાઈમૉન વેઈલે કહ્યું છે, Perfect attention is perfect prayer' પૂર્ણ ધ્યાન એ પૂર્ણ પ્રાર્થના છે. આમ, અન્ય માયા ત્યા'T મનન્યતા’ મફતા એwાન્તિનો મુર':- પરમેશ્વર અને પરમેશ્વરનો પ્રેમ પામ્યા પછી મીરાંમાં આ અનન્યતા હતી, મીરાં એકનિશ્ચયી હતી. મીરાં પરમેશ્વરમય, પ્રેમમય, ભક્તિમય હતી. મીરાંમાં પરમેશ્વર અને પરમેશ્વરના પ્રેમમાં તન્મયતા, તલ્લીનતા, દ્રુપતા, તદાકારતા હતી એનું મીરાંનાં કોઈ કોઈ પદમાં સૂચન છે : “હું તો સમજી મોહનજીની સાનમાં રે રહેતી હરિ-હજૂર’ મારું મન શામળિયાનું જડિયું મારી સુરતા ભગવાનસે લાગી રે મારી સુરતા શામળિયાના પદમાં રે મારી સુરતા શામળિયાની સાથ” સુરત દોરીપે મીરાં નાચે સરપે ધરાયે મટકી, મીરાં કે પ્રભુ ગિરિધર નાગર સુરત લગી જેસે નટકી પરમેશ્વર અને પરમેશ્વરના પ્રેમ પ્રત્યે મીરાંમાં જે અનન્યતા છે, એકનિશ્ચય છે એની બિલ્વમંગલ સ્વામી-લીલાશુકના શ્રીકૃUJામૃત'ના પ્રસિદ્ધ શ્લોક વિતું कामा किल गोपकन्या मुरारिपादार्पितचितवृत्तिः दध्यादिकं मोहवशादवोचद्द વિદ્રામોવરમાધવેતિ'' પ્રેરિત તથા ગીતાના વિભૂતિયોગઅને વિશ્વરૂપદર્શન યોગથી પ્રેરિત અને સાથેસાથે પરમેશ્વર બધામાં છે અને બધું પરમેશ્વરમાં છે એવા પરમેશ્વરમયતા (Pantheos) ના દર્શનના અનુભવથી પ્રેરિત એવા મીરાંના એક નાટયાત્મક અને સંવાદાત્મક પદમાં પ્રતીતિ થાય છે : કોઈ માધવ લ્યો, હાં રે માધવ લ્યો' વેચંતી વ્રજનારી રે. માધવને મટુકીમાં ઘાલી ગોપી લટકે મટક ચાલી રેહાં રે ગોપી, ઘેલી શું બોલતી જાય? માધવ મટુકીમાં ન સમાયે.' ‘નવ માનો તો જુવો ઉતારી'. માંહી જુવે તો કુંજવિહારી'
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy