SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ મધ્યકાળનાં સાહિત્યસ્વરૂપો (પદ્યસાહિત્ય) ૧૯ સમક્ષ, પોતાનું ચાતુર્ય દર્શાવવા અને સામાના ચાતુર્યની પરીક્ષા કરવા પ્રહેલિકાનો ઉપયોગ થતો. પ્રહેલિકામાં અમુક પદાર્થ ક્રિયા કે વસ્તુનાં બાહ્ય લક્ષણો આપ્યાં હોય છે પણ એનું નામ જણાવાયું હોતું નથી. મધ્યકાલીન સાહિત્યમાં એ સ્વરૂપ એટલું વ્યાપક હતું કે જેન, જૈનેતર બધા વાર્તાકારો એનો છૂટથી ઉપયોગ કરતા. વિબુદ્ધ પ્રેમીઓ સમય વ્યતીત કરવા, મુગ્ધાઓ બુદ્ધિશાળી વરની પસંદગી કરવા એમ વિવિધ રીતે પ્રહેલિકા પ્રયોજતી. કુશળલાભકૃત ‘કામકંદલા ચોપાઈ'માં નાયકનાયિકા રાત્રિ વિતાવવા એકબીજાને સમસ્યાઓ પૂછે છે, જેમાં એક શ્લોકમાં સમસ્યા હોય છે, અને બીજા શ્લોકમાં એનો ઉત્તર હોય છે. જેમ કે નાયક નાયિકાને પૂછે છે – બહુ દિવસે પ્રી આવિ૬, મોતી આપ્યાં તેણ થણ કરકમ બે ઝાલિયાં, હસી હસી નાંખ્યાં તેહ. બહુ દિવસ પછી આવેલો પ્રિયતમ પ્રિયતમાને મોતી લાવીને આપે છે. તો એને હાથમાં પકડી હસીને બાજુમાં મૂકી દે છે. અહીં પ્રિયતમા શાથી ભૂલાવામાં પડી અને એણે કઈ માનસિક પ્રક્રિયાને કારણે મોતી નાંખી દીધાં તેનો બુદ્ધિપૂર્વક વિચાર કરી ઉત્તર આપવાનો છે. ઉત્તરમાં માધવાનલ કહે છે – કરતત્તો ઉજ્વલ વિમલ, નયને કજ્જલ રેહ થણ કરી ભૂલી ગુંજા ફલિ, તિસ હસી નાંખ્યા તેહ. (એનો હાથ રતાશ ભરેલો ઉજ્વળ હતો આંખમાં કાજળની રેખા હતી. (એના પ્રતિબિંબથી) મોતી ચણોઠી જેવાં લાગ્યાં, તેથી હસીને ફેંકી દીધાં) લોકસાહિત્યમાં પણ કથાઓમાં સમસ્યાનો ઉપયોગ થતો હોય છે. ‘સોનહલામણની વાર્તામાં નાયિકા સોને એની સમસ્યા ઉકેલે તેની જોડે પરણવાની પ્રતિજ્ઞા લીધી છે. એમાં પ્રથમ પંક્તિમાં સમસ્યા પૂછી હોય છે. અને દ્વિતીય પંક્તિમાં એનો ઉત્તર હોય છે, ને એમ બે પંક્તિનું મુક્તક બને છે. સોન પૂછે છે – ઘણ વણ ઘડિયાં, એરણ વણ અભાડિયાં નહિ (હથોડા વગર ઘડેલા ને એરણને તો અડ્યાં જ ન હોય એવા અલંકાર કયા) આના ઉત્તરમાં હલામણ કહે છે : સરવડ સ્વાંતતણાં, મળે તો મોતી નીપજે | (સ્વાતિનક્ષત્રમાં સરવડાં થકી નીપજતા છીપોમાં મોતી)
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy