SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૮ ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ : ૨, ખંડ - ૧ “ગિરિધર નાગર હું તો ઘડી ન છોડું ભલે નાંખો રે મરાવી હિરસંગે લગની લગાવી’ જીવડો જાય તો જાવા દેઉં હરિની ભક્તિ ન છોડું રામ' પરમેશ્વર અને પોતાની વચ્ચેનો આ પ્રેમ સમતોલ અને સપ્રમાણ છે અને પરમેશ્વ૨ અને પોતે જુગતી જોડી છે એથી પણ મીરાં એવી તો પ્રસન્ન પ્રસન્ન છે. પોતે જ આ પ્રેમને પ્રમાણપત્ર આપે છે : મારી જુગતે જોડી બની સારી હું તો પ્રભુની થઈ ગઈ પ્યારી’ “આપણ બેને પ્રીત બંધાણી સારી બની છે જોડજોડ’ પરમેશ્વર અને પોતાની વચ્ચેના આ પ્રેમમાં ક્યારેક સ્પર્ધા અને સંઘર્ષ પ્રગટે છે ત્યારે મીરાં ચિડાય છેઃ અમો અબળા કાંઈ સબળ સુંવાળા વહાલા આવડી શી ખેંચાતાણ’ તો પ્રેમમાં, પ્રેમની ૨મતમાં ૫૨મેશ્વર જાણે કે અણઘડ છે, અસંસ્કારી છે, એનામાં રુચિ નથી, સિકતા નથી, એનાથી ક્યારેક ક્યાંક દોષ થાય છે, રમતની કોઈ શરતનો ભંગ થાય છે એમ મીરાં પરમેશ્વરને ચીડવે પણ છે: ‘ઝૂમકહાર શીદ તોડ્યો? પ્રીત કરી પણ કરતાં ન આવડી, તું નંદ આહીરનો છોરો' શાને મારો મને કાંકરી” કાંકરી મારે તારો ક્હાન' હવે પછી કંઈક વિગતે જોઈશું તેમ મીરાંનો પરમેશ્વર પ્રત્યે વ્રજ્ઞવિાનીમ્ –ગોપી-ભાવ છે, મીરાં સ્વયં ગોપી છે, રાધા છે. પરમેશ્વર એનો પતિ છે અને પોતે પરમેશ્વરની પત્ની છે એવો ભાવ અનુભવે છે. પણ પતિ-પત્ની સંબંધમાં પ્રત્યેક પતિ એક સાથે પત્નીનો પિતા, પતિ અને પુત્ર છે અને પ્રત્યેક પત્ની એકસાથે પતિની માતા, પત્ની અને પુત્રી છે. એથી મીરાં ક્યારેક ૫રમેશ્વર પ્રત્યે વાત્સલ્યભાવ પણ અનુભવે છે અને પરમેશ્વરની બાલબુદ્ધિ માટે પરમેશ્વરને લાડ લડાવે છે : હું તો તને વારું નંદના કુંવરજી હજુ ન આવી સાન' સમજોને ચતુર સુજાણ’
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy