SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૪ ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ : ૨, ખંડ - ૧ રત્નમંડનગણિએ સોળમા શતકના પૂર્વાર્ધમાં આ કાવ્યની રચના કરી જણાય છે. ‘નારીનિરાસ ફાગ’ની સમગ્ર કાવ્યધાટી વસંતવિલાસ'ની છે. કેટલેય સ્થળે એમાં ‘વસંતવિલાસ'ની પંક્તિઓના પડઘા સંભળાય છે. ‘વસંતવિલાસ’ જેવા પ્રચુર શૃંગારિક કાવ્યની રચના થયા પછી એ શૃંગાર-ભાવનાનો નિરાસ કરવાના ખ્યાલથી આ ‘નારીનિરાસ ફાગ’ની રચના થઈ હોય એવું સ્વાભાવિકઅનુમાન થઈ શકે.''' નારીનિરાસ ફાગ’માં એકદંરે ૫૩ શ્લોક કે કડીઓ છે. ‘વસંતવિલાસ’ની માફક પ્રત્યેક પ્રાચીન ગુજરાતી કડીની સાથે એક સમાનાર્થ સંસ્કૃત શ્લોક જોડેલો છે. ‘વસંતવિલાસ’માં આવતા સંસ્કૃત શ્લોક પ્રશિષ્ટ મહાકાવ્યો, નાટકો, ઇ. માંથી કવિએ સંકલિત કર્યાં છે; ‘નારીનિરાસ ફાગ'માં આ સંસ્કૃત શ્લોક કવિએ પોતે જ રચીને મૂક્યા છે. એની ભાષા પણ સર્વત્ર શુદ્ધ રહી નથી. એથી સંસ્કૃત કાવ્યકુસુમોના પરિમલે જેમ ‘વસંતવિલાસ' મહેકી રહે છે, એમ અહીં બનતું નથી. નારીનિરાસ’માં પ્રાચીન ગુજરાતી પદ્યો ઉપર ‘વસંતવિલાસ'ની કાવ્યશૈલીની કવિચત્ તદ્દન બિંબપ્રતિબિંબવત્ ભાસે એટલી બધી ભારોભાર છાયા પડી છે. ઉ. ત. ‘નારીનિરાસ'નાં નીચેનાં પ્રાચીન ગુજરાતી પો જુઓઃ ૪૨ રિત પહુતી મધુ માધવી, સાધવી શમરસ પૂરિ, જિજિમ મહમહઈ મહીતલ શીતલ સજસ કપૂર. ર કાસિણ કંચુક મિäિ આ ભલું આભલું કુચ ગિરિશૃંગ, ભીતર કિસિ એ કાદમ કા દમ ધરિસન અંગ. ૩૦ આપણપૂ ગિણિ હાર તૂં, હાર તું જઇ નિરપેસિ, માંડ અ પાસ પયોધર, યોધ રહ્યા તુઝ રેસિ. ૩૨ વૈણિ ગમઈ નહીં આજ મેં આ જમનાજલ પૂર, કાલિએ નાગ નિરાગલું, રાગલુ ડસઇ અતિક્રૂર.' ૬ આનો સહવર્તી સંસ્કૃત શ્લોક જુઓ : कुसुमावलि फेनिलाबलाकबरी कालतनुः कलिंदिजा । अजिनं जनमत्र मारयत्यनुरागः किल कालियोरूगः ।। ७ અન્ય સંસ્કૃત શ્લોકો આ ધાટીએ પૂર્વવર્તી પ્રાચીન ગુજરાતી પદ્યના વિચારસ્થાપન અને વિસ્તરણ કરવાને રચાયા છે. આ રીતે ‘વસંતવિલાસ’ની પ્રતિજ્ઞાપૂર્વક પ્રતિરચના કરીને ‘નારીનિરાસ’કાર્ફ
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy