SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ ફાગુસાહિત્ય ઃ જૈન અને જૈનેત૨ ૨૯૫ લવિણમરસભરવિડય જસુ નાહિ ય રેહઇ, મયણરાય કરી વિજયખંભ જસુ ઊરૂ સોહઇ. ૧૫ અહબિંબ પરવાલખંડ વચંપાવત્ની, નયણસલૂણીય હાવભાવબહુગુણસંપુન્ની.’ ૧૬ છેલ્લી કડીમાં આ ફાગુ રાસ કે ગરબાની માફક નૃત્યગીતરૂપે વસંતમાં ગવાતો એવો ઉલ્લેખ છે:૨૩ ખરતરગચ્છિ જિણપદમસૂરિકિય ફાગુ રમેવઉ, ખેલા નાચઇં ચૈત્રમાસિ રંગિહિ ગાવેવઉ’ ૨૭ યવંતસૂરિષ્કૃત ‘સ્થૂલિભદ્ર–કોશા પ્રેમવિલાસ ફાગ’– અદ્યયાવત્ ઉપલબ્ધ ફાગુઓમાં આ પછીની બીજી રચના તે શ્રી જ્યવંતસૂરિષ્કૃત ‘સ્થૂલિભદ્ર–કોશા પ્રેમવિલાસ ફાગ’ છે. એ પ્રાચીન જૈન ગુજરાતી સાહિત્યના સુપ્રસિદ્ધ કવિ જયવંતસૂરિએ ઈ.૧૫૫૮ (સં.૧૬૧૪)ની આસપાસ રચ્યો છે. કુલ ૪૫ કડીની આ રચના છેક ૪૧મી કડી સુધી તો કોઈ વિરહિણીના વિપ્રલંભશૃંગારનું જ કાવ્ય બની રહે છે; છેલ્લી ચાર કડીઓમાં જ કોશા –સ્ફૂલિભદ્રનો અછડતો ઉલ્લેખ આવે છે. કાવ્યનો પદ્યબંધ ‘ફાગની ઢાલ’(ફાગની ચાલ) અને કાવ્ય' કે છંદ' માં બંધાયેલો છે. વિરહિણીનું વર્ણન પ્રાસાદિક પણ બહુધા પ્રણાલિકાગત છે, પરંતુ કેટલીક વાર કવિનું આલેખન અત્યંત ભાવાર્દ્ર બન્યું છે. ૨૪ ઉ. ત. હું સિર્ટી ન સરજી પંષિણિ, જિમ ભમતી પ્રીઉ પાસિ, હું સિÙ ન સરજી ચંદન, કરતી પ્રિયાતનુ વાસ. ૩૧ હું સિð ન સરજી ફૂલડાં, લેતી આલિંગન જાણ, મુહિ સુરંગ જ શોભતાં, હું સિÙ ન સરજી પાન.' ૩૨ કોઈ વાર સમધ્વનિવાળા વિભિન્નાર્થ શબ્દોનો અંત્ય પ્રાસ મેળવીને કવિએ કાવ્યચમત્કૃતિ સાધવાનો પ્રયત્ન કર્યો છે: ૨૫ “ષિણિ અંગણિ ષિણિ ઊભી ઓરડઈ, પ્રઉડા વિના ગોરી ઓ ડઇ, ઝૂરતાં જાઇ દિન રાતડી, આંષિ હૂઇ ઊજાગરઇ રાતડી.' ૯ માલદેવનો ‘સ્થૂલિભદ્રાગ’- એ સત્તરમા શતકના પૂર્વાર્ધમાં રચાયેલી કૃતિ છે. એના રચિયતા માલદેવ મુનિનો નિવાસ મુખ્યત્વે મારવાડના બિકાનેર નગ૨માં હતો.
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy