SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ : ૨, ખંડ - ૧ જીવનમાં તેમ સાહિત્યમાં પરંપરાનું પ્રાધાન્ય હતું એવા યુગમાં વિવિધ ઉદ્દેશથી અને વિવિધ પ્રકારો દ્વારા ગુજરાતી ભાષાની જે અનવરત ઉપાસના થઈ છે અને પચીશીવાર નહિ પણ લગભગ દશકાવાર એ ઉપાસનાનાં ફળ લિખિત સ્વરૂપે, આજે પણ જે ઈયરામાં ઉપલબ્ધ છે એનો જોટો ભારતીય આર્ય ભાષાસાહિત્યના ઇતિહાસમાં, એક માત્ર સિંહાલીઝના અપવાદ સિવાય, ક્યાંય નથી. દયારામના અવસાનકાળે ગુજરાતી ભાષા માત્ર વ્યવહારુ ઉપયોગની કથ્ય ભાષા નહોતી, પણ લગભગ આઠ શતાબ્દીના સતત અને સમર્થ ખેડાણનો વારસો ધરાવનારી સમૃદ્ધ સાહિત્યભાષા હતી. વિવિધરંગી ગુજરાતી પ્રજાનું આંતરચૈતન્ય ટકાવી રાખવામાં સૌથી મોટો ફાળો કોઈનો હોય તો તે મધ્યકાળના કવિઓ, સંતો, ભજનિકો અને કથકો-કથાકારોનો છે. ઇતિહાસના સૌથી વિષમ સમયગાળાઓમાં પણ, એથી, પ્રજાએ પોતાની આંતરિક સમતા સાવ ગુમાવી નહોતી તથા શાન્તિ અને આશ્વાસન પ્રાપ્ત કર્યા હતાં. ગોવર્ધનરામે કહ્યું છે તેમ, ગામગામ વચ્ચે અંધેર, ધાડલૂંટ ઈત્યાદિને કારણે સંપર્ક રહ્યા નહિ હોય ત્યારે દરેક ગામે પોતાનો આછોપાતળો પણ કવિ નિપજાવ્યો, જેણે નાનકડો સ્થાનિક દીવડો બની લોકોનાં હૈયાંને લીલાં રાખ્યાં. તેમાંના વિશેષ સત્ત્વશાળીની પ્રતિષ્ઠા સ્થાનિક ન રહેતાં પ્રદેશવ્યાપી પણ બની. મધ્યકાળના આ કવિકુળે સમાજને એના સારા દિવસોમાં તેમજ રાજકીય અને નૈતિક વિપત્તિ વેળા બૌદ્ધિક વિનોદ, સાહિત્યરસ, ધર્મલભ્ય આશ્વાસન અને નૈતિક બળ આપ્યું છે, અને સમાજને એકાદ ડગલું આગળ લઈ જવાની સેવા બજાવી છે. ગોવર્ધનરામે આથી સાચું જ કહ્યું છે કે આ કવિઓ વિના ગુજરાતનું લોકજીવન રણ જેવું વેરાન અને શુષ્ક બની જાત અને ગુજરાત હૃદયની સચેતનતા ખોઈ બેઠું હોત. ગુજરાતી ભાષાને એમણે ઘડી, પલોટી, કેળવી, તેને ભાવક્ષમ, અર્થવાહી અને મધુર બનાવી એ સેવા તો જુદી." સંદર્ભનોંધ ૧. કામા ઓરિયેન્ટલ ઈન્સ્ટિટ્યુટ, મુંબઈના સંગ્રહમાં આ આખ્યાનની ૧૦૬ ચિત્રોવાળી હસ્તપ્રત સચવાયેલી છે. એની બીજી સચિત્ર હસ્તપત્રો પણ એ સંસ્થામાં છે. ૨. અર્વાચીન કાળમાં વીસનગરના અનવરમિયાં કાજી (‘અનવર કાવ્ય') અને પીર સત્તારશાહ આદિની રચનાઓની તુલના આ સાથે થઈ શકે. ૩ મધ્યકાલીન સાહિત્યમાં કવયિત્રીઓ- એ અભ્યાસનો એક અલગ વિષય છે. મીરાંબાઈનું વ્યક્તિત્વ અને કતિત્વ સૌથી પ્રસિદ્ધ છે. દીવાળીબાઈ, કૃષ્ણાબાઈ, પુરીબાઈ. રાધાબાઈ
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy