SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૮ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ : ૨, ખંડ - ૧ મ લવિ કોઇલિ જોઇલિ તાહરી, તાહરી ન રાષિ ન દાષિ તમ હરી, અધર લઈ નખ દઈ મનની રલી, દિવ કિહાં વિરહ્યાં મિલિઉ વલી. ૧૨ ઇસઈ સમઈ પ્રીય આવિસિ, હૈયડલઈ જયજયકાર, ગોરીય વચન સાંભલી કરી, કામિની કરશું શૃંગાર. ૪૧ અગર કપૂરિહિ અરચિઉં રચિવું દેહ શરીર, કરીયલિ કંકણ ખલકઇં, ઝલકઈ પાઈ મંજીર, ૪૪ ચંદનિ ભરીય કચોલીય મુંકીય સેજ વિચ્છાહિ, ઇસઈ પ્રીય આવી૩, હીડલઈ હૂઅલ ઉચ્છાહ’ ૪૯ કોઈ કોઈ પંક્તિઓમાં વસંતવિલાસનો સ્પષ્ટ પડઘો સંભળાય છે. સોનીરામ રચિત ‘વસંતવિલાસ'– સોની રામના ‘વસંતવિલાસની પ્રતિ આ લેખકને પૂનાની ભાંડારકર ઈન્સ્ટિટ્યુટના હસ્તપ્રતસંગ્રહમાંથી મળી હતી. અજ્ઞાતકર્તક પ્રશિષ્ટ વસંતવિલાસ'ની અંગ્રેજી આવૃત્તિમાં પરિશિષ્ટ રૂપે એ યથાવત્ છાપી છે. ૧૮ એ વિક્રમ સંવતના સત્તરમા શતકની રચના જણાય છે. એનો પદ્યબંધ “ફાગુ' કાવ્યોમાં સામાન્ય એવો દુહાનો, મુખ્યત્વે, અને કવચિતુ, કાવ્યમાં આંતરે આવતા ૧૭ માત્રાના ઝૂલણાના ઉત્તરાર્ધના ઢાળનો, બનેલો છે. એનું વસ્તુ આ પ્રમાણે છે : પ્રથમ, આદિમાં સંસ્કૃત શ્લોકમાં અને પછી મધ્યકાલીન ગુજરાતીમાં ગણપતિનું સ્તવન કર્યું છે, અને એ પછી કાશમીરમુખમંડની, પુસ્તકપાણિ, બ્રહ્મસુતા સરસ્વતી પાસે વિનમ્રભાવે આ કાવ્યરચનામાં પોતાને સહાયતા કરવાને કવિ વિનંતિ કરે છે. એ પછી કથાપ્રસંગ શરૂ થાય છે. વસંતપ્રારંભે પ્રવાસે જતા પતિને આ ઋતુમાં પરદેશ ન જવાને નાયિકા પાયે લાગીને વિનંતી કરે છે : પાએ હો લાગું વાલ્હા તાહરઈ ઇણિ રિતિ મેલ્વે મ જાઈ.૬ પણ નાયક એને તરછોડીને ચાલ્યો જતાં એ ધરણીએ ઢળે છે. પછી વસંતઋતુ જામે છે – આંબા મ્હોર્યા છે, બધી વનરાઈ જ્હોરી છે, પાટલ, જાઈ, ચંપક, પારિજાતક ખીલ્યાં છે, સર્વત્ર મઘમઘાટ થઈ રહ્યો છે, ભ્રમરો ગુંજારવ કરે છે. વસન્તના વાયુઓ વાય છે તેમ તેમ મદનની વેદના નાયિકાને પીડી રહે છે. આંબલડા સહુ મોરીયા મઉરી હું વનરાઈ, વનસપતિ વન લહલી મહમહી પાડલ જાઈ;
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy