SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ ફાગુસાહિત્ય: જૈન અને જૈનેતર ૨૭૯ આવે. પ્રથમ ગ્રંથમાં (જુઓ પૃ. ૧૮૪-૮૭) આ કૃતિનો પરિચય આપણે કરી ગયા છીએ. તેમ છતાં ઉત્તરકાલીન ફાગુકાવ્યોની ભૂમિકા માટે અહીંઆ કૃતિનો તથા અન્ય ફાગુનો સંક્ષિપ્ત પરિચય આપ્યો છે.] કે. હ. ધ્રુવને એની પ્રથમ ભાળ લાગી હતી. એમણે એનું સંપાદન બે વાર – એક વખત હાજી મહમ્મદ સ્મારક ગ્રંથમાં, અને બીજી વખત “પ્રાચીન ગુર્જર કાવ્યમાં- કર્યું હતું. એનું મૂલ્યાંકન કરતાં તેઓ કહે છે : ‘વસંતવિલાસ' ચમક ચમક થતી ચાંદરણીના જેવું કાવ્ય છે. કવિની બાની અત્યંત મધુર અને ભાવભરી છે. ઉજ્જવલ શબ્દાલંકાર અને અર્થાલંકાર તેના માધુર્યનું અને રસનું પોષણ કરે છે. શૈલી સંસ્કારી છે. આ સુંદર કાવ્યમાં નવયૌવન સ્ત્રીપુરુષ આલંબન છે. તેમની સ્થાયી રતિ તુરાજના ઉદીપનથી ભભૂકી ઊઠે છે. ફાલ્ગન માસનો વિહાર એમાં વર્ણવાય છે, તેથી પ્રાચીન ગુજરાતીમાં એ ફાગુ' એ નામે ઓળખાય છે. વસંતવિલાસનો હૃદયરાગ, એનું માધુર્ય, એનું પદલાલિત્ય સર્વ કંઈ મનોહર છે. ‘વસંતવિલાસમાં કડીએ કડીએ જીવનનો ઉલ્લાસ ઊભરાઈ જાય છે." ‘વસંતવિલાસમાં ૮૪ કડીઓ છે. એક ખેળવાળા સુંવાળા કપડાં ઉપર ૮૪ તકતીઓમાં પ્રત્યેકમાં આરંભે એક ગુજરાતી દુહો આપીને તે પછી એની સાથે અનુબંધવાળો એક સંસ્કૃત કે પ્રાકૃત શ્લોક ઉતારીને તેની નીચે પ્રસંગને લગતું પ્રાચીન ગુજરાતી કે અપભ્રંશ શૈલીનું ચિત્ર આલેખેલું છે. આ સુન્દર ચિત્રોએ આ કાવ્યને જગતભરમાં પ્રસિદ્ધિ આપી છે. કાવ્યનો બંધ અંતર્યમકવાળા દુહાનો છે. એમાં પૂર્વાર્ધમાં ૧૩ અને ઉત્તરાર્ધમાં ૧૧ માત્રા આવે છે. ઉત્તરાર્ધ સામાન્ય રીતે ગાલાન્ત છે. અંતર્યામકને કારણે કાવ્યની શૈલીમાં અપૂર્વ માધુર્યનું સિંચન થયું છે. આ છંદોબંધ ઉત્તરકાલીન રચનાઓમાં ફાગુબંધને નામે ઓળખાયો છે. વસન્તવિલાસની સુન્દરતાની ગંગોત્રી છેસંસ્કૃત સુભાષિત-સાહિત્ય, જેમાંથી કવિએ ભરપૂર ઉતારા આપ્યા છે. કવિની પોતાની મનોભૂમિકામાં સંસ્કૃત સાહિત્યના જે ઊંડા સંસ્કારો પડ્યા છે એમાંથી આ અવતરણોનો ઉદ્ગમ છે. આ સુભાષિતોમાંથી કેટલાકના વિચારભાવનું પ્રાચીન ગુજરાતી દુહાઓમાં સંપૂર્ણ પ્રતિફલન થયું છે, તો કેટલાકમાં એનો અંશમાત્ર જ કવિએ પ્રાચીન ગુજરાતી કાવ્યમાં ઉતાર્યો છે. આ પ્રકારનું સંસ્કૃત સુભાષિતોનું અનુબંધને ‘વસંતવિલાસ'ની એક આગવી લાક્ષણિક શોભા છે. કેટકેટલાં સંસ્કૃત કાવ્યોનું કવિને પરિશીલન છે! અમરુશતક, કપૂરમંજરિ, શાકુન્તલ, કુમારસંભવ, શિશુપાલવધ, નૈષધીયચરિત, અને
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy