SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ ફાગુસાહિત્ય : જૈન અને જૈનેત૨ ૨૭૭ વિવાહલઉ, ચર્ચરી જેવાં કાવ્યસ્વરૂપોમાં ફાગુનું સ્વરૂપ એના વર્ણ વિષયને કારણે, તેમ એની સુવિશિષ્ટ, ચારુ સંઘટનાને કારણે અનેરી સુંદરતા ધારે છે. ૨. ‘Üગુ’ કાવ્યનું વસ્તુ બ્રાહ્મણ ફાગુઓમાં ઃ વસન્તવર્ણન અને શૃંગા૨૨સની નિષ્પત્તિ એ ફાગુ સ્વરૂપનું પ્રધાન લક્ષ્ય છે. વસન્તાવતાર સમયે વનની ઉન્માદક શોભા અને એમાં વિહરતાં પ્રણયીજનોની પ્રણયલીલા- પ્રસંગાનુસાર એમના સંભોગશૃંગાર અને વિપ્રલંભશૃંગાર સામાન્ય રીતે એનો વિષય રહ્યો છે. જ્યાં વનશ્રીની કમનીય શોભા વ્યાપી રહી છે એવી ઉન્માદિની પશ્ચાદ્ભૂમિમાં તિ સમી રમણીય રમણીઓ અને કામદેવની કાન્તિ ધારતા કામી પુરુષોના વિલાસનું બહુધા ફાગુઓ વર્ણન કરે છે. સર્વ પ્રાચીન ગુજરાતી ફાગુઓના શિરમોર સમો અજ્ઞાતકર્તૃક ‘વસન્તવિલાસ’ આ પ્રકારનો છે. કોઈ વાર સામાન્ય પ્રણયીજનોને સ્થાને કૃષ્ણ-ગોપીઓનું કે કૃષ્ણ-રુક્મિણીનું નાયકનાયિકારૂપે આલેખન કર્યું હોય છે. બ્રાહ્મણ (જૈનેતર) પ્રણાલિકાના ફાગુઓ બહુધા આ સ્વરૂપના હોય છે. ઉ.ત. ‘નારાયણ–ફાગુ’માં કૃષ્ણનો એમની પટરાણીઓ સાથેનો વિહાર વર્ણવ્યો છે. તો ‘હિરિવલાસફાગુ'માં કૃષ્ણની ગોપીઓ સાથેની દાણલીલા અને રાસલીલાનું વર્ણન છે. કૃષ્ણના વેણુનાદે ઘેલી થયેલી, મન્મથાકુલ, એમના વિના વિરહાનલે સંતપ્ત થતી, અને હરિ પ્રાપ્ત થતાં પાછી આનંદિવભોર બનેલી ગોપાંગનાઓના અંગલાવણ્યનું, એમની રાસલીલાનું મનો૨મ વર્ણન છે. સોની રામના ‘વસંતવિલાસ’માં કૃષ્ણ-રુક્મિણી નાયક-નાયિકાને સ્થાને છે. પ્રોષિતભર્તૃકા રુક્િમણીનું પ્રથમ વર્ણન કરી પછી કૃષ્ણ સાથે રુક્મિણીનું મધુર મિલન થતું દર્શાવ્યું છે. કાયસ્થ કેશવદાસના ‘વસંતવિલાસ' ફાગુમાં કૃષ્ણ અને ગોપીઓના વિલાસનું વર્ણન છે. 1 – જૈન ફાગુઓમાં : જૈન કવિઓએ ફાગુના આ કાવ્યસ્વરૂપને એક વિશિષ્ટ વળાંક આપીને શૃંગારના વાહનરૂપ આ કાવ્યરચનાને તીર્થંકરો, ગણધરો અને સૂરીશ્વરોના વૈરાગ્ય અને ઉપશમને બિરદાવવાનું એક સાધન બનાવ્યું. સ્થૂલિભદ્રવિષયક ફાગુઓમાં કોશા જેવી સામાન્યાના અસામાન્ય સૌન્દર્ય અને શૃંગારપ્રસાધનનું વર્ણન આવે, કે નેમિનાથ-વિષયક ફાગુઓમાં વિવાહમંડિતા, મંગલભૂષણા, વવેશા, રાજિમતીના અપરંપાર સૌંદર્યનું વર્ણન કર્યું હોય, તો ગુરુ વિષેના ફાગુઓમાં સૂરીશ્વરોની વંદના કરવાને આવતા નારીવૃંદની દેહસંપત્તિનું વર્ણન કર્યું હોય – એટલો જ શૃંગારઅંશ માત્ર ‘ફાગુ’ સ્વરૂપનો અવશિષ્ટ રહ્યો. નરનારીની પ્રણયકેલીને તો એમાં કોઈ સ્થાન રહ્યું જ નહીં; તેમ વસન્તની વનશ્રીનું વર્ણન પણ સદૈવ આવે જ એવું પણ ન
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy