SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ભૂમિકા ૧૧ મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય જનતાના સર્વ વર્ગોમાં વ્યાપક હતું અને એના પ્રણેતાઓ સમાજના સર્વ સ્તરોમાંથી આવેલા હતા. વિદ્યાવ્યાસંગ જેમનું કર્તવ્ય હતું એવી બ્રાહ્મણ અને નાગર જેવી જ્ઞાતિઓ તથા કવિકર્મ અને બંદિકૃત્ય જેમનો પરંપરાગત વ્યવસાય હતો એવી બારોટ અને ચારણ જેવી જાતિઓના કવિ કે લેખકોની આપણે અહીં વાત નહિ કરીએ. પણ અન્ય જાતિઓના લેખકો અને તેમની કૃતિઓના થોડાક ઉદાહરણરૂપ નિર્દેશોથી ઉપર સૂચવી તેવી વસ્તુસ્થિતિનો કંઈક ખ્યાલ આવશે. પ્રસિદ્ધ આખ્યાનકાર નાકર વડોદરાનો દિશાવાળ વણિક હતો અને આખ્યાનો રચીને એક નાગર બ્રાહ્મણ મિત્ર-સંભવતઃ માણભટ્રના યોગક્ષેમ અર્થે તેને સોંપી દેતો હતો. “વલ્લભાખ્યાન'નો કર્તા ગોપાલદાસ અને “રસસિધુનો કર્તા ગોપાલદાસ વણિક હતા. “ગોપાળગીતા'નો કર્તા ગોપાળદાસ નાંદોદનો મોઢ વણિક હતો અને નાસિકેતાખ્યાન' આદિ રચનાર રણછોડ કપડવંજ પાસે તોરણનો ખડાયતા વણિક હતો. મૃગીસંવાદનો કર્તા જાવડ પણ વણિક હતો. ‘કુમારપાલ રાસ' આદિ અનેક રાસાઓ રચનાર ઋષભદાસ ખંભાતનો શ્રાવક વણિક હતો. તે સિવાય લીંબો, ખીમો, હરખજી, હીરાણંદ પંદરમા શતકમાં થયેલા “વસ્તુપાલરાસ', વિદ્યાવિલાસપવાડો' આદિ રચનાર સાધુ હીરાણંદથી ભિન્ન), નેમિદાસ, કર્ણસિંહ, પેથો, પ્રકાશસિંહ, વચ્છભંડારી આદિ શ્રાવક વણિક કવિઓ અને તેમની રચનાઓ જાણવા મળ્યાં છે. પરબત કવિ શ્રાવક ભાવસાર હતો અને લીંબડીનો પાસો કવિ શ્રાવક પાટીદાર હતો. દેપાળ અને મયારામ એ જૈન ધર્માનુયાયી ભોજક કવિઓ હતા. પ્રબોધબત્રીશી' આદિનો કર્તા માંડણ, આખ્યાનકાર કાશીસુત શેઘજી અને ‘અભિમન્યુ આખ્યાન'નો કત તાપીદાસ બંધારા જ્ઞાતિના હતા. “હરિરસનો કર્તા પરમાનંદ દીવનો બ્રહ્મક્ષત્રિયકપડાં છાપનાર કારીગર હતો. ઉચ્ચ કવિત્વયુક્ત “મહિના' રચનાર રત્નો ખેડાનો ભાવસાર હતો. પરબત અને ભીમ એ બે કવિઓ જૈન ધમનુયાયી ભાવસાર હતા. સુધન્વાખ્યાન' રચનાર મોરાસુત ગોવિન્દ સુરતનો કંસારો હતો. વેદાન્તી કવિ અખો અમદાવાદનો સોની હતો. “બાલચરિત'નો કર્તા કીકો વશી અને પાંડવવિષ્ટિ'નો કર્તા ફૂઢ અનાવિલ બ્રાહ્મણ ખેડૂતો હતા. ‘અર્જાનગીતાનો કત ધનદાસ ધંધુકાનો પાટીદાર હતો અને નિરાંત ભક્ત દેથાણનો પાટીદાર હતો. ચાબખા' વડે નામાંકિત ભોજો ભગત પણ આખાબોલો અભણ પાટીદાર હતો. “રુકિમણીહરણનો કર્તા દેવીદાસ ગાધર્વ હતો. સ્વામિનારાયણ સંપ્રદાયના વિખ્યાત કવિ નિષ્કુળાનંદ પૂર્વાશ્રમના લાલજી સુથાર હતા. ‘ધ્રુવાખ્યાનનો કર્તા હરિદાસ વાળંદ હતો અને “શુકદેવાખ્યાન'નો કર્તા વસ્તો ડોડિયો બોરસદનો ધારાળો હતો. પ્રેમભક્તિનાં ઉત્તમ પદો રચનાર રાજે કેરવાડાનો મોલેસલામ ગરાસિયો હતો. બાપુસાહેબ ગાયકવાડ વડોદરાના રાજકુટુંબનો
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy