SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૦ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ: ૨, ખંડ - ૧ આ તુલનાત્મક વિવેચન ઉપરથી હમ્મીપ્રબન્ધના કર્તાને “કાન્હડદે પ્રબન્ધ ઉપરથી કેટલી વિપુલ પ્રેરણા મળી હતી એનો ખ્યાલ આવશે. આ પછી એકાદ સૈકા સુધી પ્રબન્ધો રચાતા રહ્યા છે, પણ કોઈ ધ્યાનપાત્ર, ઉલ્લેખનીય પ્રબન્ધરચના આ સમયની મળતી નથી. આ સ્વરૂપની જે કેટલીક જૈન ધાર્મિક સાંપ્રદાયિક રચનાઓ થઈ છે, તેમનું સાહિત્યકૃતિ તરીકે ખાસ મૂલ્ય નથી. જૈનેતર સાહિત્યમાં તો આ પછી થોડા જ સમયમાં આખ્યાનનું સ્વરૂપ ઉદ્દભૂત થયું એમાં કથા અને પ્રબન્ધનાં બધાં લક્ષણો સમાવિષ્ટ થયાં એટલું જ નહીં પણ એના વ્યાપમાં, રસનિષ્પત્તિમાં, વર્ણનસમૃદ્ધિમાં, જીવનદર્શનમાં એણે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનાં અન્ય સર્વ સ્વરૂપોને પડછે પાડી દીધાં, અને સત્તરમા સૈકાથી ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ એ જાણે આખ્યાનસ્વરૂપનો જ ઇતિહાસ બની રહ્યો. આગળ નિરૂપેલા અદ્યાવધિ ઉપલબ્ધ મધ્યકાલીન પ્રબન્ધસાહિત્યના અભ્યાસ ઉપરથી પ્રબન્ધનાં કેટલાંક જીવાભૂત લક્ષણો તારવી શકાય. મહત્ત્વના પ્રબંધોના અવલોકન પછી એમ જરૂર કહી શકાય કે પ્રબધ' એ મોટે ભાગે ઐતિહાસિક વ્યક્તિના ચરિત્રનિરૂપણનું કાવ્ય છે –એ વ્યક્તિ પછી યુદ્ધવીર હોય, કર્મવીર હોય, દાનવીર હોય કે ધર્મવીર હોય. પ્રથમ યુદ્ધવીરનું જીવનનિરૂપણ એ પ્રબન્ધનું વ્યાવર્તક લક્ષણ કાળક્રમે વિસ્તરીને કર્મવીર, દાનવીર અને ધર્મવીરને પણ આવરી લેતું થયું એ સ્વાભાવિક વિકાસ હતો. અહીં એક નોંધપાત્ર બીના એ નજરે તરી આવે છે કે વિક્રમની દસમી સદીથી સોળમી સદી સુધીના અનેક કવિઓના મનમાં પ્રબંધ', “રાસ', કે ચરિતની વ્યાખ્યા ચોક્કસ નહોતી. તેથી પ્રબંધનો ‘રાસ' તરીકે અને “રાસનો ચરિત' તરીકે ઉલ્લેખ થયો છે, અને “રાસ', પ્રબંધ', “ચરિત', કે પવાડુ એ લગભગ સમાનાર્થક પર્યારૂપ શબ્દો બની રહ્યા હતા. આમ કાન્હડદેપ્રબન્ધ' પણ સ્પષ્ટપણે ઐતિહાસિક પ્રબન્ધ હોવા છતાં કેટલીક હસ્તપ્રતોમાં એને રાસ', પવાડ, કે “ચઉપઈ તરીકે ઓળખાવ્યો છે. આને કારણે કેટલાક વિદ્વાનો “રાસ અને પ્રબન્ધને અભિન ગણવા પ્રેરાયા છે. રાસની ઉત્પત્તિ કે. કા. શાસ્ત્રીએ, અને એમને અનુસરીને ધીરજલાલ ધ શાહે પ્રાચીન ગેય “રાસ'ના રૂપમાંથી માની છે. “રાસ’ કે ‘રાસઉનો મૂળ અર્થ તો તાળીઓથી અને દાંડિયાથી તાલ આપીને ગોળ ફરતાં ગવાતી નાની ગેય રચના એવો હતો. (ઉ. ત. સપ્તક્ષેત્રિરાસુ ઈ). પ્રાચીન ગુજરાતી “રાસ” આ પ્રકારના હતા. આ “રાસનો વિષય ધાર્મિક સ્તવનો, ઉપદેશ, જૈન તીર્થકરો સૂરિઓ અને શ્રેષ્ઠીઓનાં ચરિત્રો, તીર્થસ્થળોનાં માહાત્મ, ઈ. નો રહેતો. કાળક્રમે “રાસમાંથી ઉત્કટ ગેય તત્ત્વ અને અભિનયતત્ત્વ લપ્ત થયું, અને ઐતિહાસિક, પૌરાણિક, સામાજિક કથાઓ
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy