SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ભૂમિકા ૯ ‘બિલ્ડણપંચાશિકામાંથી પ્રેરણા પામી સ્વતંત્ર રીતે રચાયેલી શશિકલા ચોપાઈ', મયણછંદ અને “અમૃતકચોલાં જેવી શૃંગારપ્રધાન કૃતિઓ, “ગીતગોવિન્દના તથા વાભદાલંકાર અને વિદગ્ધમુખમંડન' જેવા અલંકારગ્રંથોના ગદ્યાનુવાદો, “કાદંબરી' નો આખ્યાનરૂપ અને ગદ્યાત્મક સંક્ષેપ, રમણલ્લ છંદ અને “કાન્હડદે પ્રબંધ' જેવાં વીરરસપ્રધાન ઐતિહાસિક કાવ્યો, “પંચાખ્યાન' કે પંચતંત્ર'ના પદ્ય અને ગદ્યમાં સારસંગ્રહો કે અનુવાદો, શામળની પદ્યવારતાઓ તથા એના અનેક પુરોગામીઓની એ પ્રકારની બહુસંખ્ય રચનાઓ, “રત્નપરીક્ષાઅને ‘ગણિતસાર' જેવી કૃતિઓઆવાં બીજાં અનેક ઉદાહરણો આપી શકાય. પણ સ્થાલીપુલાકન્યાયે ઉપર્યુક્ત વિધાનના સમર્થનમાં આટલાં બસ થશે એમ માનું છું. ભવાઈની સંકલના ચૌદમા સૈકામાં અસાઈતે કરી હતી, પણ ભવાઈના નવા નવા વેશો ઠેઠ અર્વાચીન કાળ સુધી રચાતા અને ભજવાતા રહ્યા છે. મધ્યકાલીન ગુજરાતની ગ્રંથસ્થ ચિત્રકલાનો વિચાર આ સાથે પ્રસ્તુત છે. સં.૧૫૦૮ (ઈ.૧૪૫૨)માં ચિત્રિત થયેલું ‘વસંતવિલાસ'નું ઓળિયું પ્રાપ્ત થયું ત્યારથી ભારતીય કલાવિવેચકોનું ધ્યાન એ પ્રત્યે આકર્ષિત થયેલું છે. પુષ્કળ જેને હસ્તપ્રતોમાં એ કલાના નમૂના ઉપલબ્ધ હોઈ કેટલાક એને જેનાશ્રિત ચિત્રકલા કહે છે. ગુજરાત અને રાજસ્થાનની હસ્તપ્રતોમાં એના નમૂના મળતા હોઈ એને પશ્ચિમ ભારતીય કે ગુજરાતી ચિત્રકલા પણ કહેવામાં આવે છે. સંસ્કૃત, પ્રાકૃત અને ગુજરાતી ગ્રંથોમાં, જૈન તેમજ જૈનેતર ગ્રંથોમાં આ ચિત્ર ઉપલબ્ધ હોઈ એને ધર્મનિરપેક્ષ કલા ગણવી જોઈએ. પૂર્વોક્ત ચર્ચાના સંદર્ભમાં પૃથક્કરણ કરીએ તો, જેન ધર્મના સચિત્ર સંસ્કૃતપ્રાકૃત ગ્રંથોમાં “કલ્પસૂત્ર', ‘ઉત્તરાધ્યયનસૂત્ર', “સંગ્રહણી', લોકપ્રકાશ', “કાલકાચાર્ય કથા' આદિનો સમાવેશ થાય છે. જૈનેતર સચિત્ર સંસ્કૃત સાહિત્યમાં “ગીતગોવિન્દ', બાલગોપાલ સ્તુતિ', “દુર્ગાસપ્તશતી', બિલ્ડણપંચાશિકા', “મેઘદૂત', “માધવાનલકામ-કંડલા', “રતિરહસ્ય', “શાલિહોત્ર', “કાકરત', આદિ ઉલ્લેખપાત્ર છે. પણ ઉપલબ્ધ જૈન અને જૈનેતર ગુજરાતી સાહિત્યકૃતિઓ જે સંખ્યામાં ચિત્રિત થયેલી છે તે ઉપરથી સમાજમાં આ કલાને મળતા વ્યાપક આશ્રયની તથા તે દ્વારા વ્યકત થતા જીવનરસની કલ્પના થઈ શકે છે. જો કે અહીં કરાયેલો નિર્દેશ કેવળ ઉદાહરણાત્મક છે, સંપૂર્ણ નથી એ હકીકત નોંધવી જોઈએ. જૈન ગુજરાતી કૃતિઓમાં નલ-દવદંતી ચોપાઈ', ‘આર્દ્રકુમારરાસ', ધન્નાશાલિભદ્રરાસ', ‘શ્રીપાલરાસ', માનતુંગમાનવતી રાસ', 'હરિબલ ચોપાઈ', “ચંદરાજાનો રાસ', ‘પ્રિયમેલક રાસ', પાર્શ્વનાથવિવાહલો', આદિનાં ચિત્રો ઉલ્લેખપાત્ર છે. જેનેતર ગુજરાતી સચિત્ર કૃતિઓમાં પંચાખ્યાન', 'હરિલીલાષોડશકલા', “પ્રબોધપ્રકાશ', ધ્રુવચરિત્ર',
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy