SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ ભાલણ ર૩૯ કલંકી શું કરિ નહીં જે લાજ તું તારી ગઈ? ૧૬ પુષ્પશર એ કામના તે, સખી, શાહાનિ પાથરિ? બાણશય્યા પુઢીઇ તે શર્મ, કુહુ કિહાંથી કરિ? ૧૭ અંગથી ચંદન ધૂઓ; દેહ માહારાનિ કસિ. પ્રત્યક્ષ જૂઓ પારખું, વિષધર જેણિ બહુ વશિ.૧૮ ગાન-વેણુ ગતિ નહીં, જુ મનથી મોહો નવિ ટલિ. સઘલઈ એ સુખ કરિ, જુનિલ રાજા આવી મલિ. ૧૯ થિરિ ન રમિ, વન ન ગમિ. સૂની ચાલિ લથડિ. વિરહિ પીડી વામનયણી પુષ્પશેઠાંઈ પડિ. ૨૦૧૬ ‘કરણનો પ્રસંગ ખાસ કરી જાલંધર આખ્યાન માં જોવા મળે છે, જ્યાં હરિએ માયા કરીને જાલંધરનાં ધડ શિર વૃંદાની સમક્ષ મૂક્યાં-ત્યાં વૃંદાનો વિલાપ મૂકવામાં આવ્યો છે, પતિ મરી ગયો છે એવું પ્રત્યક્ષ નિહાળતાં એ બાપડી કકળી ઊઠે છે: કર માંહે તે મસ્તક લઈને ઓળખીઓ ભરથાર જી. ગાઢ રોવા લાગી કામિની, ધિક મારો અવતાર જી. સુખની વેલાં દુઃખ તો આવ્યું; પાપ તણો નહિ પાર જી. પિયુ પડ્યા, અને મરણ ન આવ્યું, તો શેની સાથ્વી નાર છે? પિયુડા મારા એમ કાં પોઢ્યા? ઉત્તર ધો એક વાર જી. અબળા ઉપર રીસ શી એવડી, તેનો કહો વિસ્તાર જી. મારે કોય તો છે નહિ, તમ વિના આધાર જી. આણ તમારા ચરણકમળની, જો જીવું લગાર જી. શુક્રાચાર્ય ક્યાં ગયા, જે જીવાડે આ વાર જી? દીન દામણી હું થઈ છું તમો કરો મારી સાર છે." નબળી કૃતિ હોઈ એ ખીલી શકતો નથી; એ “દશમસ્કંધમાં વધુ રોચકતા લાવી આપે છે: પીયુ શું થાશે, આજની રજની મને કયી પેરે જાશે? ઝરમર મેહ વર્ષે છે રે ભારી, વીજળી ઝબૂકે ને નિશા અંધારી.
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy