SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૪ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથઃ ૨, ખંડ - ૧ રઘુનાથ' એવો રઘુનાથ રામ તરફનો આદર પકડાય છે. પછી તો જેમ જેમ ઉંમર વધતી જાય છે તેમ તેમ એની આરૂઢ રામભક્તિ વધતી ચાલે છે અને અંતે એ શ્રીકૃષ્ણની લીલામાં પણ શ્રીરામની અનન્યતા જુએ છે; જેવી કે એને બાંધ્યો હું શું છોડું, નામે જુગ છોડાય રે, ભાલણ-પ્રભુ સીતાપતિ સ્વામી દામોદર કરી ગાયે રે૮ દશમસ્કંધમાં આવાં બીજાં પણ સ્થાન સુલભ છે. ૩૯ બેશક, દશમસ્કંધના આરંભમાં “સરસ્વતીનું જ મંગલ કરે છે.' ભાલણનો ગુરુ ભાલણના મામકી આખ્યાન' (“રામમાહાભ્ય)ની પુષ્યિકામાં એવું મળે છે કે ઇતિ શ્રીપદ્મપુરાણે ઉમામહેશ્વરસંવાદે ત્રવાડી ભાલણકૃત મામકીનું આખ્યાન સંપૂરણ શ્રી ગુરુબ્રહ્મપ્રિયાનંદનાથજીની પ્રેરણાથી લખાણું છે. શ્રી" આ પુષ્યિકામાંના “શ્રીગુરુબ્રહ્મપ્રિયાનંદનાથજીની પ્રેરણાથી લહિયાએ આ આખ્યાનની નકલ કરી એટલું જ સમજાય છે. એ ખરું કે “ધ્રુવાખ્યાન'નો આરંભ જોતાં કોઈ એક વિશિષ્ટ ગુરુ હોવાનું સમજાય છે; જેમકે ‘શ્રીપાતજીની કૃપા કરીને કથા કાંઈ કહેવાય. કહે કવિ હું ગુરુ તણા અહોનિશ પૂરું પાય ૨૦૨ ‘શ્રીપાતી હોય તો એ વિશેષ સંજ્ઞા નથી, સંન્યાસી માટેની સંમાન્ય સંજ્ઞા છે; સંભવ છે કે “શ્રીપતિ’ હોય. એના જાલંધર આખ્યાનની એક પ્રત (સં.૧૭૨૬ -ઈ.સ.૧૬ ૭૦) માં આરંભે “શ્રીપતના ચર્ણકમલનિ પ્રથમ કરું પ્રણામ મળી આવે છે, જ્યાં પછી (સં.૧૭૩૮ – ઈ.સ. ૧૬૮૨) ની પ્રતમાં જ સીતાપતિ ચરણકમલને પ્રેમે કરૂં...' મળે છે. અહીં ‘શ્રીપત-શ્રીપતિ’ લક્ષ્મીના પતિ કરતાં ગુરુની વિશેષ સંજ્ઞા હોવાની વધુ શક્યતા છે. “સીતાપતિ’ એ પછીનો સુધારો સમજાય છે. ભાલણના પુત્રો મધ્યકાલીન સાહિત્યકારોમાં કદાચ ભાલણ એક એવો કવિ છે કે જેના પુત્રોએ પિતાનો થોડો ઘણો વારસો સાચવી રાખ્યો હોય. ઉદ્ધવના “બબ્રુવાહન આખ્યાન'માં :
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy