SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ ભાલણ ૨૩૧ સમકાલમાં ભાલણ થયો હોવાનું આપણા સાહિત્યેતિહાસોમાં શરૂ થયું. પરંતુ રામલાલ મોદીએ પુરવાર કરી આપ્યું કે ભાલણને નામે છપાયેલું બીજું ‘નળાખ્યાન' ભાલણની રચના નથી.૧૫ એ પણ અહીં નોંધવું જોઈએ કે આ બીજું ‘નળાખ્યાન’ બૃહત્કાવ્યદોહનના ગ્રંથ બીજામાં પૂર્વ કાલમાં છપાયેલું ત્યારે એમાં વર્ણવાળી કડી હતી નહિ. ભાલણનો સમય નક્કી કરવામાં બે વસ્તુ નિયામક બની રહી છે તે (૧.) એણે ‘દશમસ્કંધ’ની લીલાનાં પદોની રચના કરી તેમાં વ્રજ ભાષાનાં ૫-૬ પદ રચ્યાં માલૂમ પડી આવ્યાં છે અને (૨.) એણે એની પૂર્વના પૌરાણિક આખ્યાનોમાં નહિ તેવો કડવાબંધ વિકસાવી આપ્યો છે એ. ભાલણના ‘દશમસ્કંધ’ની સારી જૂની હાથપ્રતો મળે છે, જેમાં વ્રજભાષાનાં પાંચ પદ એની જ છાપનાં સુલભ છે એટલે પ્રક્ષિપ્ત કહી શકાય એમ નથી. ૧૮ (૧) હિંદી સાહિત્યનો ઇતિહાસ જોતાં એમાં એક વસ્તુ તદ્દન સ્પષ્ટ છે કે હિંદીની પ્રાણરૂપ વ્રજભાષાની રચનાઓનો સાહિત્યિક કોટિનો આરંભ તો વૈષ્ણવ ધર્મના એક આચાર્ય શ્રીવલ્લભાચાર્ય મહાપ્રભુજી (ઈ.સ.૧૪૭૩-૧૫૩૧)ના અષ્ટછાપમાંના પહેલા ચાર ભક્તકવિ કુંભનદાસ સૂરદાસ પરમાનંદદાસ, અને ચરોતરના ગુજરાતી પાટીદાર કૃષ્ણદાસે શ્રીકૃષ્ણલીલાને લગતાં હજારો પદોનો વ્રજભાષામાં પ્રવાહ વહાવી આપ્યો ત્યારથી ચોક્કસ સ્વરૂપમાં થયો. અષ્ટછાપમાં જેનું સ્થાન નથી તેવા બે સગુણદાસોમાંનો એક સગુણદાસ શ્રીવલ્લભાચાર્યજીના બાલ્યકાલમાં હતો અને એણે થોડાં જ પદ રચેલાં જાણવામાં આવ્યાં છે, પરંતુ સાહિત્યનું વ્યાપક વાહન તો વ્રજભાષાને ઈ.સ.૧૫૦૦ આસપાસથી જ મળ્યું છે. ભાલણનાં પદોની ધાટી સૂરદાસ વગેરેનાં પદોની ધાટીને અનુરૂપ છે, એટલું જ નહિ, પરમાનંદદાસનું પલનાનું, માઈ મીઠે હિરજૂ કે બોલનાં' એ પદનો અનુવાદ કહી શકાય તેવું ભાલણનું ‘મીઠું તે હિરનું બોલવું’૦ મળી આવે છે, જેમાં શ્રીવલ્લભાચાર્યના ‘અધરું મધુરું’થી શરૂ થતા, જાણીતા મધુરાષ્ટક નો આશય સચવાયેલો જોવા મળે છે. શ્રી વલ્લભાચાર્યજી ઈ.સ.૧૪૯૦-૧૫૦૯ના આસપાસના સમયમાં ત્રણ વાર સૌરાષ્ટ્રનાં તીર્થસ્થળોમાં ભારત-પરિક્રમા દરમ્યાન, અને ચોથી વાર ઈ.સ. ૧૫૨૯માં દ્વારકા પણ આવ્યા હતા.' આ પ્રવાસોમાં એમણે પુષ્ટિમાર્ગનો બહોળો પ્રચાર કરી અનેક શિષ્ય કર્યા હતા. એમનાં શ્રીમદ્ભાગવત ૫૨નાં વ્યાખ્યાન ઈ.સ. ૧૪૯૦૧૫૦૯ વચ્ચે સિદ્ધપુરમાં પણ થયાં હતાં. અને ગોવિંદ દવે, જગન્નાથ જોષી, રાણા વ્યાસ જેવા વિદ્વાન શિષ્યો સિદ્ધપુરમાં હતા. ગુજરાતમાંથી વૈષ્ણવો સારા પ્રમાણમાં મથુરા પ્રદેશની યાત્રાઓ નીકળતા હતા અને એ સમયે ગિરિગોવર્ધન ઉ૫૨ના ૨૨
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy