SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૮ ૬ ભાલણ કેશવરામ કા. શાસ્ત્રી ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં ગુજરાતી ભાષાને એનું વિશિષ્ટ સ્થાન સરજી આપનારા નિરિસંહ મહેતાને આપણે ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ લખાતો થયો ત્યારથી ‘આદિકવિ’ના બિરુદથી બિરદાવતા આવ્યા છીએ. જૈન સાહિત્યકારોએ મુખ્યત્વે લાવી આપેલા સાહિત્યપ્રકાર– ‘રાસ’ ‘ફાગુ' ‘લૌકિક કથા' બારમાસી’ ‘કક્કા–માતૃકા’ અને ‘ગદ્ય બાલાવબોધો’થી સ્વતંત્ર રીતે રાસયુગમાં માત્ર જેનાં બીજ રોપાયાં હતાં તેવા પદપ્રકારનો વિકાસ અસામાન્ય રીતે હજારો પદોની રચના કરીને નરસિંહ મહેતાએ કરી આપ્યો : ઉત્તર ગૌર્જર અપભ્રંશ'ના સાહિત્યમાં ‘ફાગુ’ અને બારમાસી’ના સ્વલ્પ અપવાદે કાવ્યતત્ત્વનાં દર્શન વિરલ હતાં, જ્યારે નરસિંહ મહેતાએ ઊર્મિંથી ઊછળતાં શાસ્ત્રીય રાગોમાં ગાઈ શકાય તેવાં ભિન્ન ભિન્ન ઢાળનાં પદોમાં કવિતાનો ભારે પ્રવાહ વહાવ્યો તેમાં પ્રસંગવશાત્ નિરૂપણાત્મક કાવ્યોપૌરાણિક વસ્તુને તેમજ આત્મચરિતાત્મક વસ્તુ લઈને પણ બાંધ્યાં. સુદામાચરિત અને શ્રીકૃષ્ણની બાળલીલાનાં- શ્રી કૃષ્ણજન્મનાં પદો અને ભામેરું’ ‘હૂંડી’ ‘વિવાહ' ‘હાર’ અને ‘ઝારી’નાં આત્મચરિતને લગતાં પદોમાં પૈરાણિક ઉપાખ્યાનોમાંના પ્રકારના દર્શન થાય, એની ચાતુરીઓમાં પણ આખ્યાન પ્રકારના બીજનો અનુભવ કરી શકાય, પરંતુ એ ઉત્કૃષ્ટ પ્રતિભા ધરાવનારો ‘ભક્તકવિ' હોઈ એ આખ્યાન-ગાયક' બની શક્યો નહિ. પૌરાણિક ઉપાખ્યાનોમાંથી વસ્તુ લઈ વીરસિંહે ‘ઉષાહરણ’ (ઈ.સ.૧૪૬૦-૬૫ લગભગ), કર્મણ મંત્રીએ સીતાહરણ’ (ઈ.સ.૧૪૭૦), માંડણ બંધારાએ ‘રામાયણ’ અને રુક્માંગદની કથા' (ઈ.સ.ની પંદરમી સદીનો ઉત્તરાર્ધ), ભીમે ‘હિરલીલા-ષોડશકલા' (ઈ.સ.૧૪૮૫), જનાર્દન ત્રવાડીએ ‘ઉષાહરણ’ (ઈ.સ.૧૪૯૨) વાસુએ ‘સગાળશા આખ્યાન' (ઈ.સ.૧૪૯૦-૧૫૦૦ લગભગ), દેહલે ‘અભિવન ઊઝરૂં' (ઈ.સ. ૧૪૯૦-૧૫૦૦ લગભગ), કીકુ વસહીએ ‘બાલચરિત’ (ઈ.સ.૧૪૯૦-૧૫૦૦ લગભગ) અને શ્રીધર અડાલજાએ ગૌરી ચરિત્ર’
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy