SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ભૂમિકા ૭ ફાગુઓ માત્ર દસેક મળ્યા છે, જ્યારે ઉપલબ્ધ જૈન ફાગુઓની સંખ્યા અંદાજે સો ઉપરની હશે. (સંસ્કૃતમાં પણ જયદેવની અષ્ટપદીઓની જેમ ગેય છંદોમાં રચાયેલા થોડાક જૈન ફાગુઓ મળ્યા છે એનો ઉલ્લેખ અહીં કરવો જોઈએ). તુલના ઉપરથી એટલું સ્પષ્ટ છે કે વસંતવર્ણનનું એક જ મૂળ સાહિત્યસ્વરૂપ બંનેય પરંપરામાં સહેજ પ્રકારાન્તરે વિકસ્યું છે. વસંતવર્ણન ઉપરાંત વસંતકીડા એ ફાગુનો વિષય છે, અને શૃંગારના બંને પ્રકારો-વિપ્રલંભ અને સંભોગ–નું એમાં નિરૂપણ હોય છે. પ્રાચીનતર અપભ્રંશમાં આપણને રાસુ વગેરે પ્રકારોના નમૂના મળે છે તેમ ફાગુના મળતા નથી, અને તેથી સાહિત્યપ્રકાર લેખે ફાગુનું મૂળ ચોક્કસરૂપે સમજવાનાં સાધનો નથી. પણ સંસ્કૃત સાહિત્યનાં ઋતુવર્ણનનાં કાવ્યો સાથે એની તુલના કરી શકાય. જૂના ગુજરાતી પ્રગટ-અપ્રગટ ફાગુઓમાંથી મેં એકત્ર કરેલાં અવતરણો બતાવે છે કે ફાગુ એ જાહેરમાં વિવિધ રીતે નૃત્યાદિ સાથે ગવાતો પ્રકાર હતો-ઓછામાં ઓછું એના પ્રાચીનતર સ્વરૂપમાં તો હતો. મૃત્યકાવ્ય કે ગેયરૂપકને કંઈક મળતો એ પ્રકાર હશે અને લોકસાહિત્યમાંથી શિષ્ટ સાહિત્યમાં સ્વીકારાયો હશે. અલબત્ત, જેમ જેમ આ પ્રકાર પોતાના મૂળ સ્વરૂપથી દૂર જતો ગયો અને શિષ્ટસાહિત્યના એક પ્રકાર લેખે જ વિકસતો અથવા કહો કે પલટાતો ગયો તેમ તેમ એના જાહેરમાં પ્રયોગની શકયતા ઓછી થતી ગઈ. (ફાગુ એ જાહેરમાં કે નિદાન સમુદાયમાં ગાવાનો પ્રકાર હતો એની નિશાનીઓ એની છંદોરચનામાં પણ છે. દુહા કે રોળા જેવા માત્રામેળ છંદોના પ્રારંભમાં, છંદનો ખરેખર અંશ નહિ એવાં “અહે, “અહ” કે “અરે જેવાં લટકણિયાં મુકાયાં છે તે જાહેરમાં એ છંદો લલકારવાની અનુકૂળતા માટે હશે). પાછળના સમયમાં ફાગુમાં કેટલીક એકવિધતા આવી ગઈ. એવા પણ ફાગુઓ રચાયા છે, જેમને નામ માત્ર ફાગુ ગણી શકાય. પણ એકંદરે જોતાં ચૌદમા શતકથી માંડી કેટલાક સૈકા સુધી માનવભાવો સાથે પ્રકૃતિનું ગાન ગાતી, શૃંગાર સાથે ત્યાગ અને વૈરાગ્યના તરંગો ઉછાળતી કવિતા આ સાહિત્યપ્રકારે આપી છે. આખ્યાન કે રાસા કરતાં આનું સ્વરૂપ ટૂંકું છે, પણ ‘વસંતવિલાસ', “ચુપઈફાગુ' કે ‘વિરહદૈસાઉરિ ફાગુ' જેવી કૃતિઓ બાદ કરતાં મોટે ભાગે એમાં કંઈક ઈતિવૃત્ત આવતું હોઈ હોરી કે ધમાર જેવાં વસંતખેલનાં ટૂંકા પદો કરતાં એમાં વૈવિધ્યને વિશેષ અવકાશ રહ્યો છે. “પડ઼ઋતુવિરહવર્ણન' (દયારામ) જેવાં તુવર્ણનનાં કાવ્યો, બારમાસીઓ, તિથિવારનાં કાવ્યોને પણ અહીં યાદ કરવાં જોઈએ. બીજા કેટલાક ગૌણ પદ્યાત્મક સાહિત્યપ્રકારો જૂના ગુજરાતી સાહિત્યમાં છે, પણ એ સર્વેનો નિર્દેશ આ પ્રાસ્તાવિક લેખમાં આવશ્યક નથી. જૂના ગુજરાતી સાહિત્યમાં ગદ્યલખાણો વિરલ કે અણછતાં હતાં એવો સામાન્ય
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy