SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ આદિશક્તિયુગના કવિઓ ૧૯૯ ષોડશકલા'માં પણ ગુરુનું ઋણ એણે સ્વીકાર્યું છે, પણ ત્યાં “મહારિષિ “દ્વિજ એવો મલ્મમ જ ઉલ્લેખ કરે છે, જેનાં વ્યક્ત નામ એ પ્રબોધપ્રકાશમાં આપે છે. આ મહારિષિ’ ‘દ્વિજ –પાછળથી પુરુષોત્તમ એ ભાલણ હોવા વિશે સંભાવના કરવામાં આવેલી, પણ હવે એ મતને કોઈ સ્થાન રહ્યું નથી, ભાલણ ભીમનો ઉત્તરકાલીન સિદ્ધ થયો હોવાને કારણે. હરિલીલા–ષોડશકલા' એ સોળ ખંડોમાં કરેલો ભાગવત પુરાણનો પદ્યાત્મક સંક્ષેપ છે. એની પાછળ એને બળ પં. બોપદેવે કરેલા ભાગવતપુરાણના હરિલીલાવિવેક સંજ્ઞાવાળા ૧૭૮ શ્લોકોના સંસ્કૃત ગ્રંથનું છે અને એનો આધાર રાખી લગભગ ૨૦૦૦ કડીઓની રચના સાધી આપી છે. એણે ચંદ્રની કલાની ઉપમા આપીને સોલ કલા સંજીવની બીજુ બિંબ મયંક, પૂરી પાતકનાશિની હુસઈ કલા નિકલંક-. ૭૦° (હ. લી. કલા ૧ લી). –એમ રચના આગળ લંબાવી છે. આમ તો ભાગવતની કથાનો સંક્ષેપ જ છે, પરંતુ એના ઉપર એના સમકાલની અસર છે. દશમસ્કંધની કથા આપતાં રુક્મિણીના વિવાહના પ્રસંગમાં વિદર્ભદેશને બદલે દક્ષિણ સૌરાષ્ટ્રમાં આવેલા માધવપુર (ઘેડ. જિ. જૂનાગઢ)માં એ લગ્નની ઉજવણીનો ખ્યાલ આપે છે : ‘દ્વારાવતી ભણી સાંચર્યા કેશવ બલભદ્ર વીર. પુક્યા તે માધવપુરી, નગરી વસઈ સાગરિ તીર. ૧ તિહા મહાનદી મધુમતી, અતિ ઉછવ રુપિણીવન માહિ. હાથ મેલાવું હરિ તણુ, હુઈ રાણી રુકમણી વિવાહ. સુરનર પન્નગ આવિઆ. ૨૧ અર્થાત્ મધુમતી–મધુવંતી નજીક આવેલ માધવપુરમાં દર વર્ષે જે ચૈત્ર સુદિ ૯ થી ૧૩ તિથિના પાંચ દિવસના મેળાના પ્રસંગમાં તિથિ ૧૨ ના દિવસે. મોટા સમારંભથી નજીકના રુપેણ વનમાં શ્રીકૃષ્ણનાં રુક્મિણી સાથેનાં લગ્ન ઊજવાય છે તેને ખ્યાલમાં રાખી ભીમે આ વિધાન કર્યું છે એ સ્પષ્ટ છે. ભીમે આ દીર્ધ કાવ્યમાં મુખ્યત્વે તો “ચુપઈ’ અને ‘પૂર્વછાયુ' (દોહા) નો ઉપયોગ કર્યો છે. વધારામાં ક્યાંક ચાલતી ચુપૈ' એટલે સવૈયાની દેશી પણ આપી છે. વધુમાં જેઓને નાનાં કડવાં કહી શકાય તેવા નાના નાના એકમ પ્રબંધ' મથાળે પણ આપ્યા છે. પ્રસંગવશાત્ અડયલ, પદ્ધડી, અઢયા, દોહા, સોરઠા, ગાથા, વસ્તુ, ભુજંગપ્રયાતની ચાલ, છપ્પય
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy