SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૬ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ : ૨, ખંડ- ૧ ‘ક્ષિતિરસ તરશાખાએ પશર્યો' (૮૮) ને પાઠ ન.મ. કૃત કાવ્યસંગ્રહ પરિશિષ્ટ ૨, પદ ૮૮ સાથે સરખાવતાં જુવતીને વદને દધું માં પીધું. કોકિલાસુર મુખરંગે'-માં મકરંદ અને છેલ્લી કડી સમજાય જ નહીં એવા ફેરફાર જોવા મળશે. નામ.કૃત કાવ્યસંગ્રહમાં ભક્તિજ્ઞાનનાં પદોમાં ક્રમાંક ૮માં મીરાંબાઈનાં વિખ અમૃત કીધાં છે, જે મીરાંબાઈના પુરોગામી નરસિંહની રચનામાં હોઈ શકે નહીં, એટલે એટલો ભાગ અથવા આખું પદ નરસિંહકૃત ન હોવાનું ઠરે. કે.કા. શાસ્ત્રીના સંપાદનના પદ ૧૬ ૮ના પાઠમાં એ પંક્તિ નથી અને બીજા પણ ફેરફારો છે. મારે અહીં ઉમેરવું જોઈએ કે કેશવરામ શાસ્ત્રીએ હસ્તપ્રતોની મદદથી કરેલાં (અને ચૈતન્યબહેન દિવેટિયા પાસે કરાવેલ) સંપાદનની ગેરહાજરીમાં નરસિંહ વિશે કશું પણ લખવા મેં તૈયારી બતાવી ન હોત. શાસ્ત્રીજી પાસેથી મળેલી, પ્રો. રતિલાલ વિ. દવે એ વિવિધ જૂની હસ્તપ્રતોમાંથી ઉતારેલ “નરસિંહ મહેતાનાં અપ્રકટ પદોની, નકલનો પણ મેં ઉપયોગ કર્યો છે. ઇકોલ ફ્રાંસનાં ડો.શ્રીમતી મેલિસન નરસિંહનાં પદોનો એક લઘુ સંચય, ફ્રેન્ચ અનુવાદ સાથે તૈયાર કરી રહ્યાં છે. કેશવરામ શાસ્ત્રી પાસેથી નરસિંહની તમામ કૃતિઓની શ્રદ્ધેય વાચના મળે એમ ઇચ્છીએ. તે તે પદમાળાની ચર્ચા વખતે આંકડા તેના પદના આપ્યા છે. છુટક પદોનાં અવતરણો આપતાં, નરસિંહ મહેતાકૃત કાવ્યસંગ્રહમાંથી રાસસહસપદી, વસંતનાં પદ, શૃંગારમાળા, હીંડોળાનાં પદ ભક્તિજ્ઞાનનાં પદ- નો નિર્દેશ માત્ર પહેલા અક્ષર રા, વ, શું, હીં, ભ.-થી કરી પછી તે તે ગુચ્છના પદનો ક્રમાંક આપ્યો છે (વ. ૯૮ એટલે વસંતનાં પદમાંનું પદ ૯૮). તે સિવાય સામાન્ય રીતે આખા લખાણમાં માત્ર આંકડો હોય ત્યાં તે કે. કા. શાસ્ત્રી સંપાદિત નરસૈ મહેતાનાં પદ (૧૯૬૫)ના પદનો ક્રમાંક નિર્દેશ છે, ૪૨. સંસ્કૃતિ', ૧૯૬૭, પૃ. ૪૫૧. ૪૩. હવેની બે કંડિકામાં બુદ્ધિપ્રકાશ' સપ્ટેમ્બર ૧૯૬૯; શાસ્ત્રી, કે. કા. નરસિંહ મહેતા એક અધ્યયન' પૃ. ૨૫૧-૫૫. ૪૫. શાસ્ત્રી, કે. કા. નરસિંહ મહેતા', ૧૯૭૨, પૃ. ૭૫; વળી જુઓ તેમનું નરસિંહ મહેતા એક અધ્યયન', પૃ. ૨૬ ૨-૩. ૪૬. દવે, રતિલાલ વિ. એ ભેગાં કરેલાં નરસિંહ મહેતાનાં અપ્રકટ પદોમાં ભો. જે. વિદ્યાભવનની હસ્તપ્રત ૧૭૩૦ ઉપરથી ઉતારેલું અપ્રસિદ્ધ પદ (ઉપરાંત, જુઓ શાસ્ત્રી, કે. કા. નરસિંહ મહેતા ૧૯૭૨ પૃ. ૮૧.) ૪૭. એ જ "
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy