SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ ૨, ખંડ - ૧ નથી. ‘હવું તો હવું પણ હવે સંભાળજે (૧૪૩)-માં હવું-હવે'માં એવી રમત છે. સારમાં સાર અવતાર અબળા તણો' (ભક્તિ-૨૩) માંના બોલકા અનુપ્રાસ કોઈનું ધ્યાન રોકી રાખે, પણ નરસિંહ પોતે જે બળે બળિભદ્રવીર રીઝે', એમ આગળ વધી અબળા-બળ-(અને કૃષ્ણ માટે યોજેલા પર્યાયમાંના) બળિ ઉપરની રમતમાં રાચતો જોઈ શકાય છે. “અદેખા લોક તે અદકા બોલે' (શું.પર૫) માં બોલચાલના સરખા ઉચ્ચાર (અદખ્યા-અદકયા) નો લાભ લઈ જરીક ઉપહાસની છાંટ ઉમેરી છે, તો “પાવશરુત પરદેશ પધાર્યા તે નર પશુઆ કહીએ રે' (૨૮૦)માં વર્ણસગાઈ કે પધાર્યાના કટાક્ષ કરતાં પાવશરુ અને પરદેશમાંના પશ’ ઉચ્ચારોમાંથી ઊપસતા પશુ અવાજ દ્વાર વધુ તીવ્ર કટાક્ષ સૂચવાયો છે. દુરિજન' ઉપરથી ચાલતી કલમે, બલકે ચાલતે કંઠે, એ વિરુદ્ધાર્થી શબ્દ “સુરિજન' નિપજાવી લે છે : “દુરિજન હોય તે દૂર થે રહેજ્યો, સુરિજન મંદિર માંહે(૨૦૧). બારૈયડા તું પિયુને કાં શંભારે?” (૨૧૫) ગાતાં એને અનુપ્રાસથી સૂઝે છે “બાપૈયો નહિ, ખરો પાર્પયો, જનમ-ચો વેરી અમારો.” કવિનો એક અત્યંત વેદનામધુર ઉદ્ગાર છે: “વારો રે ઓલ્યાં પંખીને, મારી ખાખત્ય પડિયો... આધી રાત્ય પુકારે, બપૈયો નહિ, પાપૈયો, મરતીને મારે' (૨૪૩). ચિત્રો રમતાં મૂકવાં નરસિંહને રમત વાત છે. એમાં એની ઔચિત્યબુદ્ધિ પણ ઉચ્ચ સુરુચિયુક્ત જણાય છે. “દૂધ તૂઠા મેહ... સાકર કેરા કરા પડયા જેવું વર્ણન તો પરંપરામાંથી મળ્યું હોય, પણ પ્રભુકૃપા પામ્યા પછી પોતાનો ભાવ પ્રગટ કરતાં એ કહે છે : “કીડી હુતો તે કુંજર હૈ ઊઠિયો વિવાહ-૨). કૃતાર્થતાનું અને આત્માના (સાક્ષાત્કાર પામેલી ચેતનાના) ગૌરવનું આથી વધુ સુંદર આલેખન ભાગ્યે જ થઈ શક્યું હોત. જળકમળ તો આખું એક ચિત્રમાલા સમું છે. એક મોટા અને દેખીતા અણસરખા વંદ્વયુદ્ધને રજૂ કરતી એ ચિત્રમાલાના આરંભનું ચિત્ર પ્રથમ શૉટ) શાંતસુંદર જળકમળનું હોય એ ઔચિત્ય-અને-સૌન્દર્યદષ્ટિ તો નરસિંહ જેવાની જ હોઈ શકે ક્યાં છે કાલીય – એમ પડકારતા ધૂંઆપૂંઆ કૃષ્ણનું ચિત્ર આપવાને બદલે નાગણ પાસે જાને' એવી વિનંતી કરાવવામાં અને તે દ્વારા નાગના ભયથી તદ્દન અસ્કૃષ્ટ લાગતો બાળક જળકમળ નહીં પણ નાગનું મસ્તક-કમળ લીધે રહેશે એવા અમંગળની આશંકાથી પીડાતી નાગણની આરત પ્રગટ કરવામાં ઘણુંબધું લાઘવ છે. “દાણલીલા વાસ્તવચિત્રોની માળામાંથી એકદમ રાધાનું-નારીનું ભવ્યસુંદર ચિત્ર ઝડપવા તરફ ધસે છે. નરસિંહનાં સફળ ગીતો વિશિષ્ટ લય અને બાનીથી ઘણું ખરું ગોપીના કોઈ ને કોઈ મિજાજનાં લાવણ્યભર્યા ચિત્રાંકનો બની રહે છે. વર્યુ વિષય નેતિ' થી વર્ણવાય એવો હોવા છતાં, પ્રેમભક્તિના બળે, ગોપીકૃષ્ણ-સંબંધનાં
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy