SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ભૂમિકા ૩ છે. એથી પરસ્પરથી કેટલેક અંશે સંપૂક્ત છતાં હૃગભગ સમાન્તર વહેલા આ બંને પ્રવાહોના તુલનાત્મક અભ્યાસ માટે પણ પર્યાપ્ત અવકાશ રહે છે. ભાગવત-વૈષ્ણવ ધર્મનો વિકાસ અને પ્રચાર શતાબ્દીઓ પૂર્વેથી લગભગ સમગ્ર ભારતમાં હતો, અને તેના પ્રભાવમાંથી ગુજરાત મુક્ત રહી શકે નહિ. ચૌલુક્યયુગથી માંડી ગુજરાતનું સંસ્કૃત, પ્રાકૃત અને લોકભાષાનું સાહિત્ય (જેમાં હેમચન્ટે ઉદ્ધત કરેલા રાધાકૃષ્ણ વિષેના દુહાનો પણ સમાવેશ થાય છે) એ વાતના પ્રમાણરૂપ છે. નરસિંહ-મીરાંની ઉત્કટ ભકિતજ્વાળાનો ઉદ્ભવ કંઈ આકસ્મિક નહોતો, પણ દેશભરમાં પ્રવર્તમાન પ્રબળ ભકિત-આંદોલનનો અંશ હોઈ વિશિષ્ટ પ્રતિભાવાન વ્યકિતઓ દ્વારા અભિવ્યકિત પામ્યો હતો. પણ પુષ્ટિમાર્ગના સ્થાપક વલ્લભાચાર્યના આગમન પછી ગુજરાતના ધાર્મિક જીવનમાં શાન્ત પરિવર્તન આવ્યું. જેને ધર્મની અનુયાયી અનેક વણિક જ્ઞાતિઓ વૈષ્ણવ બની. અહિંસા, તપ અને દાનધર્મની આર્યધર્મસંમત પૂર્વપરંપરાનો સ્વીકાર કરી, વલ્લભાચાર્યે એમાં સેવાનો આનંદ અને ઉત્સવોનો ઉલ્લાસ ઉમેરીને પ્રજાજીવનને સાચા અર્થમાં નવપલ્લવતા અર્પ, ભકિતમાર્ગનો મહાયાન સર્વ પ્રકારના અધિકારીઓ માટે ચાલુ કર્યો. મધ્યકાળના અર્નાક્તર છેડે વિદ્યમાન સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક સહજાનંદે એને આચારશુદ્ધિ અને સાત્ત્વિકતાનો પુટ આપ્યો. ભકિતમાર્ગના આશ્રયથી અને ભક્તિજ્ઞાનના ઉપાસક, આમ જનતાની વચ્ચે રહેનારા સંતભક્તોના સરલ આચાર અને સાદી પણ મરમી વાણીના પ્રભાવથી સામાજિક જીવનના આતંકોને હિન્દુ સમાજ કિંઈક સ્વસ્થ રીતે પચાવી શક્યો. શ્રીમદ્ ભાગવત આમ તો પુરાણગ્રન્થ હોવા છતાં મધ્યકાલીન સાહિત્યના એક પરિબળ રૂપ બન્યો હતો. સ્માર્ત ધર્મ, પુરાણોક્ત ધર્મ, શિવપૂજા અને શક્તિપૂજા ઉપરાંત અતિપ્રાચીન કાળથી ચાલ્યા આવતા લોકધર્મો સમાજમાં પ્રચલિત હતા. રામાયણ-મહાભારત ઉપરાંત પુરાણો આદિને આધારે વિવિધ પ્રકારોમાં રચાયેલું સાહિત્ય આથી મધ્યકાળમાં છે; શાક્ત સંપ્રદાયનું સાહિત્ય પણ છે. લોકધર્મોને બાદ કરતાં ઉપર્યુક્ત સર્વ સંપ્રદાયોમાં ગુજરાતી ઉપરાંત ઓછાવત્તા પ્રમાણમાં સંસ્કૃત અને પ્રાકૃતમાં પણ સાહિત્ય રચાયું છે. આથી આ સમયના ગુજરાતી સાહિત્યનો વિચાર સમગ્ર ધાર્મિકસામાજિક જીવન અને સાહિત્યપ્રવૃત્તિના સંદર્ભમાં કરવો જોઈએ. પ્રાચીન ભારતમાં ઉપનિષદપ્રોક્ત સર્વાત્મભાવમાંથી ઉદ્ભવેલો એકેશ્વરવાદ અને નિર્ગુણવાદ હતો અને ઉપરટપકે દેખાતો બહુદેવવાદનો આભાસ વસ્તુતઃ એકેશ્વરવાદને દૃઢ કરવા માટે હતો. પણ ઉત્તર ભારતના તુર્કી વિજય પછી મુસ્લિમ એકેશ્વરવાદ અને નિરાકાર ઈશ્વરની ઉપાસનાએ સમન્વયાત્મક શ્રદ્ધાને અદકો વેગ
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy