SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથઃ ૨, ખંડ- ૧ ઉપાડ જેટલા રસિક છે તેટલી સમગ્ર કૃતિ જવલ્લે જ હોય છે. કહો કે ગીતની આ અંતર્ગત મુશ્કેલી પણ છે. આખો પ્રતિભા-વેગ જાણે ગીતના ઉપાડમાં ખરચાઈ જતો ન હોય. ક્વચિત જ આખી કૃતિ એક પછી એક અનિવાર્યપણે આવતી પંક્તિઓની નિર્માઈ હોય છે. તેમ છતાં, ઉપાડમાં પણ કેટલીકવાર ભાવપુદ્ગલ લય અને શબ્દની સચોટતા દ્વારા એવો સુરેખ વ્યક્ત થઈ જતો હોય છે કે એ એક સચેત ઘટક જેવો બની રહે છે. નરસિંહના ગીત-ઉપાડ સખીભાવની કેટકેટલી છટાઓને નિર્દેશ છે! કોઈ એકમેકથી વિરુદ્ધની પણ હશે. એકવાર ગોપી છણકો કરે છે, મારા છાયલનો છેડો તાણીશ મા અને બીજીવાર પોતે જ કહે છે, નહિ મેલું નંદના લાલ છેડલો નહિ મેલું. પ્રીતની એ રીત, એની અનેક નજાકતો સાથે, નરસિંહની ગીતવાણીમાં છતી થાય છે. નરસિંહના ગીત-ઉપાડ સમૂહગાન માટે પછીના મધ્યકાલીન કે અર્વાચીન આધુનિક કવિઓના ગીત-ઉપાડ કરતાં વધુ સરળ અને રસમાં ખેંચે એવા છે. પછીના કવિઓ ઉપર નરસિંહનું ઋણ જેવુંતેવું નથી એ પણ જોઈ શકાશે, ખાસ કરીને દયારામ ઉપર. નરસિંહનાં ગીતોની નહિ જાઉ જમના પાણી', આવડો શો આસંગો રે?” “કામણ તારી કીકીમાં રે, નેણ નચાવે', મારું મન મોહ્યું મોહનશું', “છાનો સ્નેહ, તો મીઠો લાગે, પ્રગટ થયે પત જાયે રે’, ‘મારે ઘેર આવો તો', “વાગી વાંસળી ને કોરી મારી પાંસળી જો', “શેરી વળાવું સોહામણી મારા વાલા રે, ફૂલડિયા વેરું નિત', વૃન્દાવન છે રૂડું, વૈકુંઠ નહિ આવું – જેવી ઉપાડની વિગતોના પડઘા, વગેરે ક્યારેક સુચારુ પંક્તિઓ, વિષય, માંડણી, ભાવ, આદિ ઉપરાંત આલેખનની વિગતોના ક્યારેક સુચારુ શબ્દાત્તરોમાં દયારામમાં મળશે. ‘અમોને વળગાડ્યાં વૃક્ષની ડાળ જેવામાં મીરાં ના બાઈ મેં તો પકડી આંબલિયાની ડાળનું પૂર્વરૂપ સંભવે. મનનો મેલાપી રે, ઘટે નહિ તમને રે’ –જેવાંનું રાજેમાં અનુરણન મળશે. પ્રેમભક્તિનું વરદાન પામનાર નરસિંહની ભાવસઘનતા અંગે અને ગીત જેવડી લઘુક રચનામાં ભવ્યતાનો સંસ્પર્શ વારંવાર કરાવવા અંગે યાદ આપનાર પ્રેમભક્તિ' ઉપનામ-ધારી કવિ નાનાલાલમાં નરસિંહની અસરો જોવી રસિક થઈ પડશે. પનોતું પગરણ કારમું આવિયું (વિવાહ ૧૩) માં નરસિંહ “કારમું શબ્દ વાપરે છે એ રીતનો નાનાલાલમાં એ શબ્દનો ઉપયોગ મળે છે. નાના નાના પડઘા બાદ કરતાં, કેણી પેરે ભરીએ આછાં નીર રે' નો પાણીડાં કેમ ભરીએ?” માં પ્રભાવ જોઈ શકાશે અને “હળવે હાથે તે નાથ મહીડાં વલોવજો' એ નરસિંહરાવે બતાવેલું છે તેમ નરસિંહની કૃતિનું ઋણી છે. છેક હમણાંના કવિ શ્રીધરાણીના ઝંઝાવાત' કાવ્યનો ઉપાડ “ભાંગો ભોગળ!
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy