SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથઃ ૨, ખંડ - ૧ બાઈ રે... ન રહે પરઘેર્ય જાતો')- એ રીતે નિર્ગુણ' (૮૫) શબ્દ વપરાયો છે, પણ વેદ કહે એ નિર્ગુણ, બાઈ રે, તેણે તમથી અમે ટલિયે' (૨૧૦) માં નિર્ગુણબ્રહ્મનો ઉલ્લેખ છે. ગોપી કહે છે કે “હે કાળા કહાનજી, તમને મલું તો થાઉં કાલી'. એમ તમે નિર્ગુણ છો તેને અમે મળીએ તો તમારે લીધે અમે તો રહીએ જ નહીં, તમારામાં લોપ પામીએ. “નિરગુણગારો નાહોલિયો રે સગુણ થયો રે, જનમની કોટાકોટ લર્ગે વાલો અમ શું અબોલડે રહ્યો રે' (૨૭૧) – એ નિર્ગુણ બ્રહ્મરૂપ પરમાત્મા સાથે કોટિકોટિ જન્મોના અબોલા હતા, પણ એ સગુણ થઈને અહીં આવ્યા છે. એટલે અંગો અંગ્ય મેલાવશું રે.' આ યોગ, આ સંયોગ, અંગોનો રહેતો નથી, આત્માનો છે, હવે ફરી જન્મવાનું રહેશે નહીં, - એ બહુ સહજ રીતે નરસિહે નિર્દયું છે : ‘એક વાતની ચિંતા હુંતી તે મારે વાલેજિયે ટાલી રે, નારસિયાચા સ્વામી સંગ્ય રમતાં નહિ અવતરિયે વાલી ' આ સંબંધ પરકીયાનો નથી, “મહાસતીનો છે, કેમ કે એમાં દેહ તો યાદ પણ આવતો નથી : નયણે નયણાં મલી ગયાં, હું છું માહાસતી રે, .. વિશરી દેહગતિ રે (૩૬ ૭). મુક્તિ તો ગોપીને મન દાસી છે: “ભૂતલ અવતારનું ફલ એહ, જે મારા વાલાજીશું ધરિયે સનેહ... મુગત શરીખી જેને ઘેર્ય દાસી' (૩૬૪). ગોપી અને કૃષ્ણના સંબંધ અંગેનાં નરસિંહનાં ગીતોમાંથી બે પ્રતિનિધિ ગીત લેખી શકાય એવાં છે. એક ગોપીકૃષ્ણના રસમય દર્શનનું છે : કેસરભીના કાનજી, કશુંબે ભીની નાર્ય રે, લોચન ભીનાં ભાવ-શું ઊભાં કુંજ-દુઆર રે. બેમાં સુંદર કેહને કહિયે.. (૨૪૦) વિશ્વને બારણે જીવાત્મા અને પરમાત્મા, પ્રેમથી રંગાયેલા, સાથે ઊભા છેએ બેમાં વધારે સુંદર કોને કહીશું? નાનું અમથું વહાલભર્યું ગીત સનાતન મંગલયુગલને રસિક રીતે પ્રત્યક્ષ કરાવી રહે છે. બીજું ગીત ગોપીની લેલીન દશાનું છે : ભોળી રે ભરવાડણ હરિને વેચવા ચાલી, સોળ સહસ્ત્ર ગોપીનો વહાલો, મટુકીમાં ઘાલી. ભોળી.. ગોવાલણીના ભાગ્યે પ્રગટ્યા અંતરજામી; દાસલડાંને લાડ લડાવે નરસૈનો સ્વામી. ભોળી. (વ.૯૮) ગોપી એટલી બધી કષ્ણમય છે કે દહીં લો દહીં એમ કહેવાને બદલે “કૃષ્ણ
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy