SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ર ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ:૨, ખંડ - ૧ એ આગલ્ય આપણે ઓલપાણાં, મારા વાલાજીને ક્યમ ગમશે રે? પાનડી મુખ મછરાલ, માના ઘણું ધરતી, નાસા નિરમલ મોતી રે. નારસિયાચા સ્વામીને મલવા. ખંજન નયણે જોતી રે. પાનડી (૧૭૫) ગોપી માનિની થવા ઘણુંયે મનમાં ઇચ્છે છે. “નહિ બોલું, નહિ બોલું, મારા વાલા, મારગડે મ બોલાવીશ રે.” જાતને કહે છે કે “આપણપણું આપણ–વશ હોય તો વાલ ન વાંકો થાય રે. પણ એસ્તો મુશ્કેલ છે. વેરીડો વશે તન માંહે રે, 'વણબોલે ન રેવાએ રે' (૧૨૩). કોઈવાર સરળપણે જ એનાથી નિમંત્રણ દઈ દેવાય છે : ઓ દીસે ઘર માહારું, વાલા, દેખાડું આવો અશુરવારા જાતાંવળતાં, મંદિરિયે શે નાવો? મંદિર આગળ થઈને જાજ્યો, વાંસલડી વાજો. ઘડી અધઘડી ત્યાં ઊભા રહીને, અમ શામું જોજો. (૧૫૪) કોઈવાર અત્યંત આરતભરી વિનવે છે : એકવાર શામું જુઓ મારા વાલા, મારા તનનો તાપ ન જાયે રે; તમારે નયણે અમીય વશે, મારી નવપાલવ દેહિ થાએ રે. (૧૭૩) પગમાં કાંટો વાગ્યો છે એવું બહાનું કાઢી પોતે નમે છે તેને “તું પ્રમાણ માનજે એવી વિનંતીમાં કોમળ અનુનય છે : પરણામ માને રે, મારો પરણામ માને રે, પગના કાંટા માઁ નમી જાઉં રે મારો પરણામ માને. (૩૨૫) વનમાલી કૃષ્ણથી અળગાં રહ્યું જતું નથી એટલે ગોપી કહે છે, તને કુસુમની માળા વડે પલંગના પાયા સાથે બાંધી રાખીશ. તને કોણ છોડાવશે? તારો ગુનો નાનો નથી. પલંગચે પાઓલે કુસુમમાલા વડે બાંધીશ બેહુ કર લાજ લોપી.. તું વનમાલી, હું કુસુમગુણવેલ્ય, નીર ન શીએં તો શ્યાને રોપી? (૧૧૫) કૃષ્ણને તો ભાવતું જડ્યું ન હોયા નરસિંહ પોતે વારંવાર ગોપીનું જે બહુમાન કરે છે તે અહીં કૃષ્ણમુખે કરાવે છે. નહિ કોઈ કાર્ય તમ સમોવડ સુંદરી, જેની કુસુમમાલા વડે હું બંધાઉં.
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy