SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ નરસિંહ મહેતા ૧૩૩ સ્પષ્ટ રીતે આખ્યાન પ્રકારની છે. નરસિંહની રચનાઓ હજુ પદોની માળા જેવી છે, આખ્યાનકલ્પ છે. પુત્રનો વિવાહ' અને ‘મામેરું” આખ્યાનના આકારમાં ઢળાવા કરતાં હોય એમ જોઈ શકાય છે, તેમાંયે વિવાહ’ સવિશેષ. ‘હૂંડી’માં નરસિંહે કરેલું પોતાના ઘરની દશાનું ચિત્રણ અને કાગળ લખવાની શૈલી એ બે તરત ધ્યાન ખેંચે છે. પણ પ્રેમાનંદ દ્વારકાની બજારમાં દામોદર દોશી રે, છે કાને કલમ ખોશી રે’- ચિત્ર રમતું મૂકે છે એની વાત જ જુદી. ‘મામેરું’માં નરસિંહ તો મહેતોજી ચાલિયા, તાલ મૃદંગ ને ચંગ સાથ' એટલું જ કહે છે, પણ પાછળના કવિઓએ માગી આણેલ ધૂંસરી, સાંગી, બળદ વગેરેવાળી વહેલનું વર્ણન ઉમેર્યું છે. પ્રેમાનંદનું વહેલનું સુંદર વર્ણન પણ માગી આણેલું (પુરોગામીઓનું) છે. પણ ખોખલો પંડ્યો, સાધુ પિતાને મહાદુખ દેવા મુજને સીમંત શે આવ્યું’- એમ માતૃત્વકોડ દાબીને બોલતી કુંવરબાઈનો કરુણ, ‘ઊધડકી' ઊઠી ગરુડ કયાં ગરુડ ક્યાં બોલતા શ્રીકૃષ્ણનું ચિત્ર, વડસાસુ પાસે કરાવેલી યાદી, છાબમાં ‘હેમના પહાણિયા', ‘અમારે આ વૈભવ આપ્યો મહેતાતણો' – એવી લક્ષ્મીજી શેઠાણીની કબૂલાત, છેવટે પહેરામણીમાં રહી ગયેલી નણંદની નાણદ્રી નામ નાનીબાઈ’ એવી બધી વીગતો પણ પ્રેમાનંદને છેક નરસિંહ પાસેથી મળેલી છે. છેલ્લો પ્રસંગ લઈએ. નરસિંહ તો હાથ ખંખેરે છે આપનારો હુતો તે આપી મૂકી ચાલિયો', હવે કાંઈ ન મળે. પ્રેમાનંદ નાનબાઈ માટે આકાશમાંથી કાપડું વરસ્યાનું કહે છે. પ્રેમાનંદ માટે ભક્તિ સાધ્ય નથી, કાવ્યનિર્મિતિ માટેનું સાધન છે. ભક્તિને એ ગૌણતા અર્પે છે. નરસિંહે યોજ્યો નથી ત્યાં ચમત્કાર યોજીને અદ્ભુતરસને એ ખીલવે છે, નરસિંહની કૃતિમાં ‘સ્ત્રી-વિછોહ્યા મરી જાય રે’ –માં ઘેરા કરુણની છાંટ છે. નિર્ધનતા અંગેના ઉદ્ગારોમાં ‘કઠણ થયા રે, કૃપણ, ઘેર લક્ષ્મી’, ‘વળી વિસંભર બિરદ કહાવે’ એ કટાક્ષો અને વહુજી વધામણી, આવી પહેરામણી, તાળ વાયે ઊભો આંગણ તાત' –એ આત્મઉપહાસ આત્મદયાને ઊપસવા દેતા નથી. પ્રેમાનંદ નરસિંહની ઘરભંગ દશાને બદલે અગાઉના કવિઓને અનુસરી પુત્રીની માતૃહીનતામાંથી કરુણ નિપજાવે છે. નરસિંહ એ પ્રેમાનંદની કૃતિમાં મુખ્યત્વે હાસ્યનો આલંબનવિભાવ છે, જ્યારે નરસિંહની કૃતિમાં વીર(ધર્મવી૨)નો આલંબનવિભાવ છે. સસરાની લાજ રાખવા જમાઈએ હજાર બે હજાર ઉછીના આપવાની ઇચ્છા બતાવ્યાની વાત નરસિંહે કરી છે. પ્રેમાનંદની ઉત્તમ કૃતિની અડોઅડ ઊભી રહે એવા અને કયાંક ટપી જાય એવા ‘મોસાળાચિરત્ર’માં એના પુરોગામી વિશ્વનાથ જાનીએ દામ્પત્યદર્શનની ગુજરાતી ભાષાની એક ઉત્તમ કડીમાં જમાઈનો ઉલ્લેખ કર્યો છે: સાસુ સસરાનો જણ્યો, સમજણો સાથી, મન રાખે મહિલા તણું ત્રિભુવનમાં ક્યાંથી?” સમોવણના પાણી
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy