SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ : ૨, ખંડ. ૧ દશામાં હોવી જોઈએ. એક તો તીવ્ર કલ્પનાશક્તિ અને બીજી તે સંસાર પ્રત્યે વિરક્તિ સાથે ભગવાન પ્રત્યે અનુરાગ. વનના એકાન્તમાં એકાગ્ર સાધનામાં એ બીજના અંકુર ફૂલ્યાફાલ્યા, ત્યાં સુધીમાં મળેલા-સંચિત થયેલા સંસ્કારોએ એક આકાર ધારણ કર્યો. સંભવ છે કે કોઈ જંગમ વિદ્યાપીઠ જેવા આગળ વધેલા વડેરા સાધકનું માર્ગદર્શન પણ એને મળ્યું હોય. એકાગ્ર સાધના સાત દિવસની છે પણ પછી એક અથવા તો ત્રણ મહિના સુધી એ વિસ્તરે છે. બ્રાહ્મણો શિવના ઉપાસક. નરસિંહ એના સમયમાં ભારતને પરિપ્લાવિત કરનાર કૃષ્ણભક્તિના પૂરમાં તણાય છે, પણ તે સ્વયં શિવનો દોર્યો, શિવનો સોંપ્યો શ્રી કૃષ્ણચરણે ઠર્યો છે, એ વસ્તુને સાચું કે સ્વપ્ન' એ પ્રસંગના આલેખનમાં ઉઠાવ મળ્યો છે. રામનું શરણું શોધનાર ભક્તકવિઓ પણ શિવને રામ ઈષ્ટ છે એ દર્શાવવા ખાસ કાળજી સેવતા જણાય છે. (જુઓ ‘રામચરિતમાનસમાં બાલકાંડનો આરંભ.) હરિહરના એકત્વના ભાવને મધ્ય કાળમાં ખાસ ઉઠાવ મળ્યો છે, દા.ત.“નામા-હણે શિવવિષ્ણુ મૂર્તિ એક (નામદેવગાથા ૧૭૯૬). નરસિંહને કોઈ સંન્યાસી, વિષ્ણુ(કૃષ્ણ)નો પણ ભક્ત હોય એવો સંન્યાસી માર્ગદર્શક મળ્યો હશે ? ગમે તેમ પણ કૃષ્ણભક્તિ નરસિંહના સમય સુધીમાં જે રીતે વિકસી છે તેનો સંસ્પર્શ એની ચેતનાએ પરિવર્તનક્ષણે પૂરેપૂરો અનુભવ્યો છે. ખાસ કરીને પૂર્વ ભારતમાં ખીલેલી ગોપીભાવથી ભક્તિ કરવાની પ્રણાલી એની ઉપર પ્રભાવ પાડી ગઈ છે. પોતે પ્રેમભક્તિ પામ્યો એટલે પુરુષભાવ છોડ્યો, “સખીરૂપે થયો.” દક્ષિણનામહારાષ્ટ્રના નામદેવ સખીભાવથી ભક્તિ કરનારા નથી પણ તેમનાથી નરસિંહ પરિચિત છે. પ્રભુએ માથે હાથ મૂક્યો અને વિશ્વપિતાએ પોતાને લીલા ગાવાનું કહ્યું એ જાતની પ્રતીતિના ઉદ્ગારો નામદેવમાં પણ મળે છે. Hથા નિ હીત વોન્ને વિશ્વન ગો વીપ | વીર પ્રતાપ નામવા (૨૦) ભક્તકવિઓમાં આવી પ્રતીતિ કદાચ સામાન્ય હોય. આ આખી અનુભૂતિ માનસલોકની છે. દ્વારકા પૃથ્વી પરનું નગર નથી. ‘દ્વારકાકૈલાસ' સાથે ઉલ્લેખાયાં છે. રકમિણી “પ્રતલોક' જોવાની હોંસ બતાવે છે. અંતે મૂહરત એકમાં ભૂતળે આવિયો’ એ વર્ણનથી સ્પષ્ટ થાય છે કે આંતપ્રતીતિની એ વાત કરી રહ્યો છે. તેમ છતાં તળાજાથી એક (કે ત્રણ) માસ એ દૂર રહ્યો - તે દરમિયાન ભૂતળ પરના દ્વારકામંદિરે ગયો પણ હોય. પૂર્વ ભારતના વૈષ્ણવ ભક્તો * આજે પણ દ્વારકામાં જોવા મળે છે. દ્વારકામાં કે સૌરાષ્ટ્રમાં બીજે કોઈ સ્થળે યાત્રાપથમાં પૂર્વભારતના ભક્ત યાત્રિકો પાસેથી જયદેવ, ચંડીદાસ, વિદ્યાપતિની કૃતિઓનો પરિચય નરસિંહને થવા પામ્યો હોય. નામદેવ અભંગોમાં દ્વારકા આદિ ગુજરાતનાં તીર્થોમાં પોતે ફર્યાનું લખે છે. મહારાષ્ટ્રના યાત્રિકભક્તોના સંપર્કમાં પણ
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy