SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ : ૨, ખંડ - ૧ ગોપીકૃષ્ણની લીલામાં એક પાત્ર તરીકે કરતાલ વગાડનાર, દૂતીકાર્ય કરનાર, મશાલ ધરનાર (દીવટિયા') તરીકે પ્રવેશવામાં પોતાને એ ધન્ય માને છે. પ્રેમભક્તિ નવધા ભક્તિથી પારની છે. ભાગવતમાં પ્રેમભક્તિનો માર્ગ સ્પષ્ટ રીતે અંકિત થયો છે. આજની પરિભાષા પ્રમાણે પ્રેમભક્તિના માર્ગને શૃંગારરસમૂલક રહસ્યવાદ(erotic mysticism)નો માર્ગ કહી શકાય. પરમાત્મા સાથેનો સંબંધ એવો ગૂઢ, ગાઢ અને ઉન્માદક છે કે તેની ઉપમા સહેજે પ્રણયી સ્ત્રી-પુરુષના દેહસંબંધ સાથે આપવા કેટલાક પ્રેરાયા છે. વેદમાં સુંદર વસ્ત્રો પહેરેલી જોયા પતિ પાસે પોતાનું રૂપ ખુલ્લું કરે છે તેની ઉપમા ગાયેવ પત્યુ: 3શતી: સુવાસ: (ઋગ્વદ. ૧-૭૧-૪) અપાઈ છે. ગીતામાં અર્જુન શ્રીકૃષ્ણના પોતાની સાથેના સંબંધ માટે પ્રિય: પ્રિયાય- (પ્રિયતમ જેમ પ્રિયતમા અંગે) એ ઉપમા વાપરે છે. ખ્રિસ્તી ધર્મમાં ખુદ ઈશુએ જ અભીપ્સ આત્માને વરની રાહ જોતી કુમારિકા સાથે સરખાવ્યો છે. સેઈન્ટ બર્નાર્ડ કહે છે, પરમાત્મા અને આત્માના પ્રેમની તુલના વર અને વધૂના પરસ્પરના પ્રેમ સાથે થાય એથી વધુ સંપૂર્ણપણે બીજા કશા સાથે થઈ શકે નહીં, કારણ કે એ સંબંધમાં સર્વ કંઈ એ બંનેનું સહિયારું છે અને બન્નેમાંથી કોઈને કશુંય આગવી માલિકીનું હોતું નથી. સૂફીવાદમાં પણ પ્રણયની ભૂમિકા સ્વીકારવામાં આવી છે. એક માર્મિક નિવેદન છે : ચાર આંખો મળી. બે આત્મામાં ફેરફારો થવા માંડયા. હવે મને ખબર નથી કે હું સ્ત્રી છું ને તે પુરુષ, અથવા હું પુરુષ ને તે સ્ત્રી. ભક્તિમાં ભાવાવેશની ઉત્કટતા દર્શાવવા સ્ત્રી-પુરુષના સંબંધની ઉપમા લીધી, પણ ભક્તિનો એવો સંબંધ કામુકતાથી અસ્કૃષ્ટ છે. નરસિંહ પોતે પણ પ્રભુનો પ્રથમ પ્રસાદ મળતાં જ પુરુષ-પુરુષાતન લીન થયું માહરુ, સખી રૂપે થયો મધ્ય ગાવા” અને દેહદશા ટળી એમ કહે છે. નરસિંહની પછીથી આવતા શ્રીમદ્ વલ્લભાચાર્યે આ અંગે બે સુંદર પ્રતિપાદનો કર્યા છે : માત્મ વૈ રાધિ પ્રોતા - આત્મા એસ્તો રાધા કહેવાય છે. અને સિ: મવર્નતા: – જેઓ રસિક છે તેઓ કામરહિત છે. નામદેવનો ઉલ્લેખ નરસિંહે કર્યો છે. નરસિંહમાં મળતા વિઠ્ઠલ' નામના ઉપયોગ અને મરાઠી પ્રત્યયો અને બીજાં રૂપો ઉપરથી નામદેવની અસર અંગે અત્યુક્તિભરી અટકળો થઈ છે. વિઠ્ઠલ’ શબ્દ નરસિંહ ઉપરાંત એના બીજા સમકાલીનોમાં પણ મળે છે અને “ચા”-ચી’ પ્રત્યય નરસિંહની પણ એક સૈકા પૂર્વે ગુજરાતીમાં પ્રચલિત છે, એટલે એટલા ઉપરથી નામદેવની અસર વિશે અંદાજ બાંધવાનો રહેતો નથી. નરસિંહમાં નામદેવનો એક ઉત્તમ ભગવદ્ભક્ત તરીકે ઉલ્લેખ થયો છે, એટલું જ નહીં નામદેવના ચરિત્ર વિશે એ જાણકાર લાગે છે. ભગવાને પોતાને માથે હાથ
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy