SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ નરસિંહ મહેતા ૧૦૯ નવી શ્રદ્ધા પ્રગટ થયાનું તેઓ સૂચવે છે. નરસિંહ જેવામાં એમને જીવનના ઉલ્લાસની કમી કદાચ એવી નહીં વરતાય. એમની ટીકા વિશેષ તો જ્ઞાનાશ્રયી કવિઓ માટે સંભવે છે પણ જે સામાજિક રાજકીય સ્થિતિની તે વાત કરે છે તે સારાય મધ્યકાળની છે. અને એમનું તહોમતનામું એકલા અખાની કે જ્ઞાનાશ્રયી કવિઓની કવિતા સામેનું ન રહેતાં સારીય મધ્યકાલીન કવિતા સામે પણ બની રહે. અખા જેવાની જ્ઞાનાશ્રયી કવિતાધારા પણ નિર્ગુણ ભક્તિમાર્ગની નીપજ હોઈ મધ્યકાળના વિરાટ ભક્તિઆંદોલનનો એક ભાગ જ છે. એ ભક્તિઆંદોલનને પ્રજાના તેજોવધના પરિણામરૂપ લેખવું અથવા જીવનના બંધિયારપણાના સંતાનરૂપે જોવું એ બરોબર થશે નહીં. જો કાંઈ પણ હોય તો બંધિયારપણાને ફેડવાનો ભક્તિ-આંદોલનનો પ્રયત્ન છે. તેજના હ્રાસની નહીં, પણ સત્ત્વ પ્રગટ થયાની એ નિશાની છે. પાશ્ચાત્ય સંસ્કૃતિના સંપર્કમાં મુકાયા પછી અનેકવિધ ઊથલપાથલો શરૂ થઈ અને બંધિયારપણાને તોડવા ભારતનું હીર બહાર આવ્યું. એ જ રીતે મધ્યકાળમાં ઈસ્લામના સંપર્કમાં મુકાયા પછી જે ઊથલપાથલો થઈ તેના પરિણામે ખાસ કરીને જડ રૂઢિઓના પોપડાઓ તોડવા માટેનો ભક્તિઆંદોલનનો ઉપક્રમ છે. તેજોવધનો નહિ પણ તેજોવૃદ્ધિનો એ પુરાવો છે. એ આંદોલનને વેગ આપવામાં ઈસ્લામના આગમને ભાગ ભજવ્યો છે. મધ્યકાળમાં અનેકવિધ પરિબળોને પ્રતાપે, અનેકવિધ ઉપાસનાઓસાધનાઓના સંઘર્ષ-સંમિલનને પરિણામે, ભીતરનો સંચિત ૨સ ઉપચય પામતોપામતો ભક્તિના ફુવારા રૂપે ભારતના હૃદયમાંથી ફૂટી રહે છે. પ્રજાના જીવનમાં એ એક મહાન ચૈતન્ય-ઉછાળો છે. એની સર્જકતા, એનું સૌંદર્ય, જે અનેક એકએકથી ચઢિયાતાં પુરુષરત્નો-સ્ત્રીરત્નો પાક્યાં તેમના જીવન પર નજર નાખતાં પ્રતીત થાય છે. અને તેમાંથી મોટા ભાગનાં તો ધરતીની સામાન્ય ધૂળનો વારસો લઈને જ આવેલાં છે. ભક્તિના પારસસ્પર્શથી એમનું જીવન પલટાયું છે. એમની વાણીનું–શબ્દનું, લયનું– સૌન્દર્ય એમની આંતર સૌન્દર્યરિદ્ધિની સાક્ષી પૂરે છે. ભક્તિમાર્ગના પ્રભાવ નીચે દેશની વિવિધ ભાષાઓમાં જે ભક્તિસાહિત્ય પ્રગટ્યું, તેમાં કંઠ ભલે વિવિધ રહ્યા, ભાષાઓ ભલે વિવિધ રહી, બધાની પાછળની પ્રેરણા, અને પરિણામે બધાનો સૂર એક જ છે. સમગ્ર મધ્યકાળમાં એક જ સંસ્કૃતિઆત્મા પૂર્વમાં જયદેવ, ચંડીદાસ, વિદ્યાપતિ, ઉત્તરમાં કબીર, સૂરદાસ, તુલસીદાસ, પશ્ચિમમાં નરસિંહ, મીરાં, અખો અને દક્ષિણમાં જ્ઞાનેશ્વર, નામદેવ, તુકારામ એમ અનેક કંઠે ગાઈ રહ્યો છે. ભારતની ઉજ્જ્વળ સંતમાળામાં નરસિંહ હરિજનોને અપનાવવાના એના
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy