SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૨ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ ૨, ખંડ - ૧ અંગ અભંગ અનંગનું નાગ સુરંગ સળંગ, પીન પયોધર ભાર ભર, કટિ તટિ ઝીલું લંક, વિકસત ખંજન નયણલાં, ઘણુંહ જિસિહ ભૂર્વક. હેમરત્નસૂરિ પૂનમ ગચ્છના દેવતિલકસૂરિના શિષ્ય જ્ઞાનતિલકસૂરિના પદ્મરાજગણિના શિષ્ય હેમરત્નસૂરિએ રચેલી પાંચેક રાસકૃતિઓ ઉપલબ્ધ છે, એમણે ઈ.સ. ૧૫૪૭માં પાલી નગરમાં શીલવતી કથા'ની રચના કરી છે. એ જ વર્ષે “લીલાવતી' નામની બીજી એક રાસકૃતિની રચના પણ એમણે કરી છે. ત્યાર પછી (ઈ.સ. ૧૫૮૦)માં એમણે “મહીપાલ ચોપાઈની રચના ૬૯૬ કડીમાં કરી છે. ઈ.સ. ૧૫૯૧માં એમણે ૯૧૭ કડીની ‘ગોરા બાદલ કથા' (અપર નામ પદમણી ચોપાઈ')ની રચના સાદડી નગરમાં કરી છે. કથાની ફલશ્રુતિ વર્ણવતાં કવિ લખે છે : ગોરા બાદલની એ કથા, કહી સુંણી પરંપરા યથા, સાંભળતાં મનવંછિત ફલે, રોગ સોગ દૂષ દોહગ ટલે. સાંમ ધરમ સા પુરસા હોઈ, સીલ દઢ ફુલવંતી જોઈ, હિંદુ ધમ સત પરમાણ, વાગા સુજસ તણા નિસાણ. આ કવિએ “સીતાચરિત્ર' નામની પણ એક કૃતિની રચના કરી છે. જેમાં જૈન પરંપરાનુસારી રામસીતાની કથાનું સાત સર્ગમાં આલેખન કરવામાં આવ્યું છે. ચોપાઈ, દુહા અને જુદી જુદી દેશીઓની ઢાળમાં આ કૃતિ લખાયેલી છે. ત્રીજા સર્ગને અંતે કવિ જૈન રામાયણ પદ્મચરિત્ર' પઉમચરિત) નો નિર્દેશ કરે છે – પદમરાજ વાચક સુખસાઈ, પદ્મચરિત્ર ગ્રહી મનમાંહિ, હેમસૂરિ ઇમ જંપઈ વાત, ત્રીજા સરગ તણો અવદાત. મહીરાજ કવિ મહીરાજની અત્યાર સુધીમાં માત્ર એક જ કૃતિ ઉપલબ્ધ છે અને તે એમના પોતાના હસ્તાક્ષરમાં લખાયેલી નલદવદંતી રાસ. ઈ.સ. ૧૫૫૬ માં દુહા, ચોપાઈ અને જુદી જુદી ઢાળોની બધી મળીને સાડાબારસો કડીમાં કવિએ કરેલી આ રચનામાં કથાવિકાસ પ્રમાણે ખંડ પાડવામાં આવ્યા નથી. રાસની શરૂઆત નલ-દવદંતીના પૂર્વ ભવના પ્રસંગોથી કરી છે. કથાવૃત્તાન્ત માટે કવિએ હેમચંદ્રાચાર્યના ‘ત્રિષષ્ટિશલાકાપુરષચરિત્રનો અને દેવપ્રભસૂરિના પાંડવચરિત્ર'નો આધાર લીધેલ
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy