SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ સાહિત્યિક પૂર્વપરંપરા ૭૫ સંધિઓમાં વહેંચાયેલી હોય છે. પૌરાણિક કાવ્યોમાં પચાસ, પોણોસો કે શતાધિક સંધિઓ હોય. દરેક સંધિ દસ પંદરથી માંડીને ત્રીસચાળીસ સુધીનાં કડવકોની બનેલી હોય. દરેક કડવકમાં મુખ્ય શરીર તરીકે આઠદસથી માંડીને ત્રીસચાળીસ સુધીની પ્રાસબદ્ધ પંક્તિ-જોડ કે યમકો હોય, અને તેમને અંતે ઉપસંહારાત્મક ચાર પંક્તિઓ જુદા છંદમાં હોય. ક્વચિત્ કડવકને આરંભે પણ મુખડારૂપ બે પંક્તિઓ જુદા છંદમાં હોય. ઘણુંખરું દરેક સંધિનાં બધાં કડવકોમાં મુખ્ય ભાગનો છંદ સમાન હોય, અને તે જ પ્રમાણે તેનાં બધાં ઉપસંહારાત્મક કે ઉપક્રમાત્મક ધ્રુવકો પણ સમાન છંદમાં હોય. તો ક્વચિત્ વૈવિધ્ય ખાતર કોઈ એક સંધિમાં કડવક દીઠ જુદાજુદા છંદો પણ વાપરવામાં આવે. જોઈ શકાશે કે સંધિબંધ એક સુઘટ્ટ પોતવાળો રચનાબંધ હતો. મહાકવિ ચતુર્મુખ, સ્વયંભૂ અને પુષ્પદંતના અપભ્રંશ સંધિબંધોનો આપણે ઉદાહરણ તરીકે નિર્દેશ કરી શકીએ. = વિષયોમાં પૌરાણિક વિષયો – મહાભારત અને રામાયણની કથા, તીર્થંકર અને ચક્રવર્તી જેવા પૌરાણિક મહાપુરુષોનાં ચરિત્ર અથવા તો ઇતિહાસ, દંતકથા કે લોકકથામાં પ્રસિદ્ધ પ્રભાવક, પરાક્રમી કે ધાર્મિક પુરુષોનાં ચિરત્ર અને કથાકોશોથી માંડીને નાનાંનાનાં રોચક કે બોધક કથાનકો સુધીનો વ્યાપ હતો. પાછળથી માત્ર એક જ સંધિ ધરાવતી ‘સંધિ’ નામક લઘુકૃતિઓ પણ રચવા લાગી. અપભ્રંશ કવિ પાસે છંદોની બાબતમાં અસાધારણ મોકળાશ હતી. અપભ્રંશના અનેક આગવા છંદો ઉપરાંત તે પ્રાકૃત અને ક્વચિત્ સંસ્કૃત છંદોનો પણ મુક્તપણે ઉપયોગ કરી શકતો. પ્રાકૃતની જેમ અપભ્રંશ છંદો પણ માત્રિક હતા. ૧૬ માત્રાના વદનક અને પદ્ધડી તથા ૧૫ માત્રાનો પારણક એ છંદોનો સંધિકાવ્યમાં કાઠું બાંધવા માટે ઉપયોગ થતો. અન્યત્ર દ્વિપદી, ચતુષ્પદી, પંચપદી અને ષટ્પદી છંદો વપરાતા. બે કે વધુ છંદોનાં સંવાદી મિશ્રણો (દ્વિભંગી અને ત્રિભંગી) પણ સારી રીતે પ્રચલિત હતાં. અપભ્રંશ મહાકાવ્ય અનિવાર્યપણે સંધિબદ્ધ જ હોય એવું નહોતું, કોઈ એક જ છંદમાં અખંડપણે આખું મહાકાવ્ય પણ રચી શકાતું; જેમકે હિરભદ્રના ‘નેમિનાહરિય’નો મુખ્ય છંદ રા નામનો દ્વિભંગી છંદ છે. તેની પહેલાં ગોવિંદ કવિનું કૃષ્ણવિષયક કાવ્ય પણ આ જ છંદમાં રચાયું હોવાના પુરાવા છે. જેમ દીર્ઘ અને વૃત્તાંતાત્મક કાવ્યસ્વરૂપ તરીકે સંધિબંધ અપભ્રંશ સાહિત્યની વિશિષ્ટતા હતી તેમ ખંડકાવ્યની કોટિનો રાસાબંધ એ તેની બીજી વિશિષ્ટતા હતી. રાસાબંધ મધ્યમ કે લઘુ કદનો હોવા સાથે ભાવપ્રધાન રહેતો. વિવિધ છંદો વાપરીને તેનું નિરૂપણવૈવિધ્ય સધાતું. રાસા, અડિલ્લા, દોહા, વસ્તુ, ષટ્પદ કે રોળા, માત્રા, વદનક, પદ્ધડી, દુમિલા, મદનાવતાર, ભ્રમરાવલી, દ્વિપદી, સ્કંધક, ગાથા, ઉત્સાહ, માગધિકા વગેરે છંદો રાસાબંધમાં વપરાયા છે. આ ઉપરાંત બીજા પણ રાસાબંધના
SR No.032072
Book TitleGujarati Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2001
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy