SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી ભાષાનાં વિધાયક પરિબળો પ૭ ધ્વનિપરિવર્તનનો ફેલાવો લગભગ સાર્વત્રિક હોય છે, અને કાળક્રમે સમગ્ર ભાષાપ્રદેશમાં વ્યાપી રહે છે, સાદય પરિવર્તનો એટલાં વ્યાપક નથી હોતાં અને ભિન્નભિન્ન બોલીપ્રદેશોમાં પોતાનાં આગવાં સાશ્યપરિવર્તનો થતાં હોય છે. આવાં આગવાં સાદયપરિવર્તનોમાં શિષ્ટ બોલીનું સાશ્યપરિવર્તન અન્યોની અપેક્ષાએ આગળ ધપે છે અને વધુ વ્યાપક થતું જાય છે. આ રીતે ચોક્કસ રીતે સાદશ્ય પરિવર્તનોને તારવી લેવાથી એ પરિવર્તનોનો વ્યાપ તપાસીને પ્રાચીન સમયમાં કઈ બોલી શિષ્ટમાન્ય હતી એનું અનુમાન કરી શકાય. પ્રાગુજરાતકાળથી અર્વાચીન ગુજરાતી સુધીમાં જે ધ્વનિપરિવર્તનો અને સાદગ્યવ્યાપારો સમગ્ર ભાષાસમાજમાં વ્યાપવાને બદલે અમુક ક્ષેત્ર પૂરતા જ વિસ્તર્યા હોય તેમને તપાસીએ તો જુદા પડતા જતા બોલીપ્રદેશોનો ખ્યાલ આવી શકે. વળી એમાંના કેટલાક સાદયવ્યાપારો એક કાળે અમુક પ્રદેશ સુધી જ વિસ્તર્યા હોય, પણ કાળક્રમે, ધીરેધીરે સમગ્ર ભાષાસમાજમાં વિસ્તરતા માલૂમ પડવા માંડે ત્યારે આપણે અનુમાની શકીએ કે એક કેંદ્રમાં થયેલું નવ્ય પરિવર્તન (સાદશ્ય નવતર જ હોય છે, એ કેંદ્રના રાજકીય સાંસ્કૃતિક વર્ચસને પરિણામે પોતાનો પરિઘ વિસ્તારતું વધ્યે જાય છે. આ પ્રમાણે જુદે જુદે કાળે જે પ્રદેશની બોલી સર્વત્ર ફેલાઈ શકે એટલેકે માન્ય ભાષા હોય, એનાં રાજકીય કેંદ્રો ક્યાં હતાં એ તપાસી શકાય. એ તો સ્પષ્ટ જ છે કે પ્રાચીન ગુજરાતી–મધ્યગુજરાતી-નવ્ય ગુજરાતી જેવી ભૂમિકાઓનાં અભિધાન વાપરીએ ત્યારે એમ કહેવાનો આશય નથી જ કે જે બોલી જૂની ગુજરાતીકાળમાં માન્યભાષા હતી તે જ બોલી મધ્ય ગુજરાતીકાળમાં માન્યભાષા બની. એવું પણ બને, અને એવું વારંવાર બને જ છે કે જુદેજુદે કાળે જુદીજુદી બોલીઓ માન્યભાષા બની હોય. જૂનીગુજરાતી કાળનું એક મહત્ત્વનું વ્યાકરણ પરિવર્તન તે સ્વરસંક્ષેપ પામેલાં નામોનો નામના રૂપાખ્યાનમાં પ્રવેશ અને અંગવિસ્તાર પામેલાં અન્ય નામો સ્વરસંક્ષેપ ન થયો હોય તેવાં)ની માફક જ એમનું રૂપાખ્યાન. જેમ છોકરઉ, પથર+ઉ, તેમજ હાથી+ઉં, વાણી+ઉ; તદુપરાંત સ્વીકૃત શબ્દો(આગંતુક શબ્દો) સુખી, દુખી જેવા શબ્દો પણ આ જ રૂપાખ્યાનમાં પ્રવેશે છે અને સુખી+ઉં, દુખી મઉ જેવાં રૂપો સધાય છે.” આ –ઉ નરજાતિનું પ્રથમા એકવચનનું રૂપ છે. શબ્દ નાન્યતર હોય તો -ઉં યોજાય છે; ઉદાઃ છોકર + 6, પાણી + ઉં. પરિણામે, નવા પ્રત્યયો વપરાશમાં આવે છે : -ઈલ, ઈઉં. | મધ્યગુજરાતી કાળ પછી જ્યારે અને સ્થાને -ઓ નરજાતિનો સૂચક બને છે (સાદપરિવર્તનથી) ત્યારે આ પ્રત્યયોનો આકાર -ઈઓ અને ઈઉં થાય છે. પહેલાં જે શબ્દો આ રૂપાખ્યાનમાં પ્રવેશ્યા ન હતા તે શબ્દો જૂની ગુજરાતીમાં
SR No.032072
Book TitleGujarati Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2001
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy