SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ થયું છે. ગુજરાતી ભાષાનાં વિધાયક પરિબળો ૫૩ ઉદા.: પાઁચ > પાત્ર, આઁત > આત જો અનુગામી વ્યંજન ઘોષ હોય તો અનુસ્વાર એ વ્યંજનના વર્ગના અનુનાસિક તરીકે ટકે છે. ઉદાઃ ચંદ્ર > ચાન્દ્ર આ જૂથમાંથી ગુજરાતી નીચેનાં કારણોથી અળગી પડે છે : (૧) ઞફ અને અક જેવાં સ્વરયુગ્મો અનુક્રમે ઍ અને ઑમાં વિકસે છે. સંવૃત અને વિસ્તૃત એ-ઍ અને ઓ-ઑ આગવા ધ્વનિઘટકો તરીકે વિકસે છે. આ ધ્વનિઘટકો વચ્ચેનો ભેદ અધિકાંશ અંત્ય સ્થાન સિવાયનાં સ્થાનોએ જળવાઈ રહે છે. તદુપરાંત સાનુસ્વાર અને વર્ગીય અનુનાસિક પૂર્વે આવેલા જૂના ૬ અને ઞોનું વિવૃત્ત ઉચ્ચારણ હવે એમને વિવૃત્ત ઍ અને ઑ ઘટકો તરીકે સ્થાન અપાવે છે. (૨) સ્વાંતર્ગત TM - > સમર્મર સ્વરો(murmured vowels) અર્થાત્ ઈષદ્ઘોષ સ્વરો થાય છે અને ગુજરાતીમાં સમર્મર એ અને ઓ વિસ્તૃત સ્વરો તરીકે વિકસે છે. (૩) વિવૃત્ત અક્ષરમાં રહેલા હ્રસ્વ હૈં અને ૩ > ગ થાય છે, અને શબ્દમાં રહેલો એ ઞ અમુક સ્થાનોમાંથી વિલીન થાય છે; ઉદા. : ગુજરાતી-મરાઠીમાંના નીચેના શબ્દો : ગુજરાતી મળવું ખરવું ગણવું છરી મરાઠી मिळणें खिरणें गुण सुरा આમાંના ગુજરાતી-રાજસ્થાની જૂથની ભિન્નભિન્ન બોલીઓ, કયા ક્રમમાં છૂટી પડી એ તપાસ બાકી છે. મારવાડી, મેવાડી, હાડોતી, જયપુરી, માળવી, ભીલી અને ગુજરાતીના ઝીણવટભર્યા અભ્યાસથી આ ક્રમનો ખ્યાલ આવી શકે. જેમાં ધ્વનિઘટકોનું વિભક્તીકરણ હોય યા વિલીનીકરણ હોય એવા ધ્વનિઘટકગત ફેરફારને ભાષાભેદના સૂચક ફેરફાર તરીકે ઓળખીએ તો ઉપરના ક્રમશઃ ફેરફારોને આધારે આપણે ભારતીય આર્યભાષાઓના પરસ્પરના સંબંધો અને એ સંબંધોમાં ગુજરાતી ભાષાનું શું સ્થાન છે એની આછી રૂપરેખા તારવી શકીએ છીએ. ભારતીય આર્યભાષામાં પ્રથમ જે જૂથ જુદાં પડ્યાં ત્યારથી માંડીને પશ્ચિમ
SR No.032072
Book TitleGujarati Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2001
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy