SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી ભાષાનાં વિધાયક પરિબળો ૪૯ સ્પર્શીને અધોરેખિત કર્યા છે.) ઉત્તરકાળમાં, આ સિંધી, એની દક્ષિણે આવેલા પ્રદેશમાં ફેલાતાં, કચ્છના ટાપુમાં કચ્છી બોલી તરીકે વિકસે છે. પંજાબી અને લહંદા જૂથ નીચેનાં લક્ષણોથી અળગું પડે છે. આ જૂથમાં ઉચ્ચ અને નિમ્મ સૂરનો વિકાસ થાય છે. ઉચ્ચ સૂર અર્થાત્ high falling toneને | સંકેતથી અને નિમ્ન સૂર અર્થાત્ low rising toneને | સંકેતથી સૂચવ્યા છે.) (૧)આદિસ્થાનના ઘોષમહાપ્રાણ સ્પર્શ > અઘોષ અલ્પપ્રાણ + થાય છે. ઉદા : ઘર- > $\ “ઘર', થારા > તાર ધાર' (૨)અનાદિસ્થાનના ઘોષ મહાપ્રાણ સ્પર્શ > ઘોષ અલ્પપ્રાણ + થાય છે. ઉદાઃ ક્ર- > વા/ “વાઘ જો અનાદિસ્થાનમાં આવેલા ઘોષ મહાપ્રાણ સ્પર્શીની પહેલાં પ્રાચીન પૂર્વગ (નકારસૂચક) આવેલો હોય તો આ અનાદિસ્થાનના ઘોષ મહાપ્રાણ સ્પર્શીનો વિકાસ આદિસ્થાનના ઘોષ મહાપ્રાણ સ્પર્શોના વિકાસ જેવો, અર્થાત્ (૧) જેવો થાય છે. ઉદા. : ધર્મ- > અંત\રમ્ મા - > =T|TI. (૩)પંજાબીમાં અને લહંદાની કેટલીક બોલીઓમાં અનાદિસ્થાનમાં રહેલા બેવડા સ્પર્શે બેવડા તરીકે જ ચાલુ રહે છે. સમગ્ર રીતે, ઉત્તરપશ્ચિમ જૂથનો વિકાસ અને એનાં લક્ષણો ભારતીય આર્યભાષાનાં બીજાં જૂથોથી અનોખાં છે. આ ઉત્તરપશ્ચિમ જૂથની ભાષાઓનો વિકાસ ભારતના પ્રશિષ્ટ મધ્યકાલીન સાહિત્યમાં પ્રતિબિંબિત નથી થતો. પાલિ અને પ્રાકૃતો આ જૂથનાં લક્ષણો ક્યારેય પ્રતિબિંબિત કરતી નથી. અલબત્ત, આ જૂથનાં થોડાંક લક્ષણો અશોકના ઉત્તરપશ્ચિમના અને ખરોષ્ઠી આલેખોમાં અને ચીની તુર્કસ્તાનમાંથી મળી આવેલી એશિયાઈ પ્રાકૃતોમાં જેને હવે ગાંધારી પ્રાકૃત નામ આપવામાં આવેલું છે.) દેખા દે છે ખરાં; છતાં, આ જૂથનો ઈતિહાસ અધિકાંશ તુલનાત્મક પદ્ધતિથી જ સાધ્ય છે. પૂર્વનાં, મધ્યદેશનાં અને પશ્ચિમ અને દક્ષિણનાં ભારતીય આર્યભાષાનાં જૂથોના ઇતિહાસની થોડીક રૂપરેખા પ્રશિષ્ટ પાલિ-પ્રાકૃત-અપભ્રંશ સાહિત્યમાંથી મળી આવે ખરી; જોકે આ રૂપરેખામાં સ્થળકાળના ભેદો તારવવા અશક્ય છે, માત્ર કેટલીક સર્વસામાન્ય ભૂમિકાઓ જ તારવી શકાય અને ભૂમિકાઓ તારવવા માટે એની ઉપયોગિતા પણ છે. આમ જોતાં, એમ વિધાન કરવું હોય તો કરી શકાય કે ભારતીય આર્યભાષાનું ઉત્તરપશ્ચિમ જૂથ સંસ્કૃત જૂથ છે, જ્યારે બાકીનાં પ્રાકૃત જૂથ છે!
SR No.032072
Book TitleGujarati Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2001
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy