SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકાશકનું નિવેદન ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી ઈ.૧૯૭૩થી ૧૯૮૧ દરમ્યાન ગુજરાતી સાહિત્યના બૃહદ્ ઇતિહાસના ચાર ગ્રંથો પ્રગટ કરવામાં આવ્યા હતા. એ પછી ગુજરાતી સાહિત્ય પરિષદે ગુજરાતી સાહિત્ય કોશ'ના ત્રણ ગ્રંથોનું પ્રકાશન પણ કર્યું હતું. અને એમાં, ખાસ કરીને, મધ્યકાળના સાહિત્ય વિશે ચકાસણી કરીને અધિકૃત વિગતો પ્રગટ કરી હતી. ગુજરાતી સાહિત્યના ઇતિહાસના ચાર ગ્રંથો ઘણા લાંબા સમયથી અપ્રાપ્ય હતા. એથી એમાંની સામગ્રીનું શોધન કરાવીને એ ગ્રંથોને સુલભ કરી આપવાનો પરિષદે નિર્ણય કર્યો હતો. એટલે એની પ્રથમ આવૃત્તિના સહાયક સંપાદક શ્રી ચિમનલાલ ત્રિવેદીના પરામર્શનમાં, ગુજરાતી સાહિત્યકોશ'ના પ્રથમ ખંડના સહસંપાદક અને બીજા ખંડના એક સંપાદક શ્રી રમણ સોનીને આ ગ્રંથોના શોધન-સંપાદનની જવાબદારી સોંપવામાં આવી હતી. એ આનંદની વાત છે કે શ્રી રમણભાઈનાં સૂઝ અને ચોકસાઈનો તથા શ્રી ચિમનભાઈના અનુભવનો લાભ મળતાં ગુજરાતી સાહિત્યના ઇતિહાસના પ્રથમ ભાગની આ બીજી આવૃત્તિનું યોગ્ય શોધન-સંપાદન થઈ શક્યું છે. આ રીતે જ બાકીના ત્રણ ગ્રંથોની શોધિત-સંપાદિત બીજી આવૃત્તિ ક્રમેક્રમે પ્રગટ કરવામાં આવશે. ચોથા ગ્રંથના અનુસંધાનમાં પાંચમા અને છઠ્ઠા ગ્રંથમાં અધતન સમય સુધીનો ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ આવરી લેવામાં આવશે. એની કામગીરી ક.લા.સ્વાધ્યાયમંદિર તરફથી ઝડપભેર આગળ ચાલી રહી છે. પ્રથમ ગ્રંથની આ શોધિત આવૃત્તિના સંપાદક શ્રી રમણ સોનીના અને પરામર્શક શ્રી ચિમનલાલ ત્રિવેદીના અમે આભારી છીએ. ગુજરાત સાહિત્ય અકાદમીએ આ બીજી આવૃત્તિના પ્રકાશન માટે આર્થિક સહાય આપી છે. એ માટે પરિષદ અકાદમીનો પણ આભાર માને છે. માધવ રામાનુજ પ્રકાશનમંત્રી
SR No.032072
Book TitleGujarati Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2001
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy