SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતનું ઘડતર ૨૩ ગ્રંથ લખ્યો. વળી કાકુસ્થકેલિ' નામે નાટકની તથા વિવેકપાદપ' અને વિવેકકલિકા નામે બે સુભાષિતસંગ્રહોની રચના કરી. બાલચંદ્રસૂરિએ વસંતપાળ(વસ્તુપાળ) વિશે ‘વસંતવિલાસ' નામે મહાકાવ્ય રચ્યું. એમણે કરુણાવજાયુધ' નામે નાટક પણ રચ્યું. જયસિંહસૂરિએ હમ્મીરમદમર્દન' નામે નાટકની રચના કરી. માણિક્યચંદ્ર મમ્મટના કાવ્યપ્રકાશ પર “સંકેત' નામે ટીકા લખી ને “શાંતિનાથચરિત' તથા પાર્શ્વનાથચરિત' રચ્યાં. તેજપાળ ક્યારેક કાવ્યરચના કરતો. એની વિદુષી પત્ની અનુપમાદેવી પદર્શનમાતા’ ગણાતી. એણે એક કંકણ-કાવ્ય રચેલું. વસ્તુપાળનો પુત્ર જયંતસિંહ પણ વિદ્યાવિલાસી હતો. જાલોરનો કવિ-મંત્રી યશોવીર ધોળકાના કવિ-મંત્રી વસ્તુપાળનો ગાઢ મિત્ર હતો. ઊગતા કવિને સહાયરૂપ શિક્ષા(સૂચના) આપતા સાહિત્યનો નવો પ્રકાર ખીલ્યો, તેમાં જયમંગલકત “કવિશિક્ષા', વિનયચંદ્રકૃત ‘કાવ્યશિક્ષા અને અમરચંદ્રકૃત કાવ્યકલ્પલતા' નોંધપાત્ર છે. “કાવ્યકલ્પલતા” ઉપર “કવિશિક્ષા અને પરિમલ' નામે બે સ્વોપજ્ઞ વૃત્તિ પણ છે. પ્રબંધ' એ ગુજરાત-માળવાનો એક વિશિષ્ટ સાહિત્યપ્રકાર છે ને ખાસ કરીને જૈન લેખકોએ ખેડેલો છે. એમાં ઐતિહાસિક અનુકૃતિઓને આધારે કથાનક લખાયાં હોય છે. જિનભદ્રકૃત પ્રબંધાવલી' એ ઉપલબ્ધ પ્રબંધસંગ્રહોમાં સૌથી પ્રાચીન છે. પ્રભાચંદ્રસૂરિના પ્રભાવકચરિતમાં જૈન ધર્મના અમુક પ્રભાવકોનાં ચરિત આલેખાયાં છે. મેરૂતુંગાચાર્યનો પ્રબંધચિંતામણિ' પ્રબંધસંગ્રહોમાં સર્વોત્તમ છે. જિનપ્રભસૂરિકૃત “વિવિધતીર્થકલ્પ'માં જૈન તીર્થોને લગતા સંસ્કૃત-પ્રાકૃત વૃત્તાંત આવે છે. | વાઘેલા કાળ દરમ્યાન વસ્તુપાળના અવસાન પછી ગુજરાતમાં જે સાહિત્યપ્રવૃત્તિઓ ચાલી તેમાં પેથડે ભરાયેલા સરસ્વતીભંડારો, અભયતિલકે હેમચંદ્રાચાર્યના પ્રયાશ્રય પર લખેલી વૃત્તિ, અને મલ્લિષેણસૂરિએ લખેલી સ્યાદ્વાદ-મંજરી' નોંધપાત્ર છે. આમ ગુજરાતમાં પ્રાચીન કાળથી લલિત સાહિત્યમાં તેમજ વિવિધ શાસ્ત્રોમાં સંસ્કૃત તથા પ્રાકૃત ભાષામાં વિપુલ ખેડાણ થતું રહ્યું તેમજ વિદ્યા તથા શિક્ષણનો પણ વિકાસ થતો ગયો. સોલંકી કાળ દરમ્યાન ગૌર્જર અપભ્રંશ ભાષા તથા સાહિત્યનો વિકાસ શરૂ થયો ત્યારે એની ભૂમિકારૂપે વિદ્યા તથા સાહિત્યનો આ વિપુલ વારસો રહેલો હતો. વિદ્યા, શિક્ષણ તથા સાહિત્યના વિકાસમાં રાજાઓ, અમાત્યો વગેરેનું પ્રોત્સાહન પણ મહત્ત્વનું પ્રદાન કરતું. સોલંકી કાળ દરમ્યાન આ પ્રદેશ માટે “ગુર્જર દેશ” અને “ગુજરાત' નામ પ્રચલિત થયાં ત્યારે શતકોથી અસર કરતાં અનેક રાજકીય તથા સાંસ્કૃતિક પરિબળોએ ગુજરાતી પ્રજાના ઘડતરમાં પોતાની ચોક્કસ છાપ અંકિત કરી દીધી હતી.
SR No.032072
Book TitleGujarati Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2001
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy