SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૦ ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ : ૧ सुद्धे मग्गे जाया सुहेण गच्छंति सुद्धमग्गम्मि । जे पुण अमग्गजाया मग्गे गच्छंति तं चुज्ज ।। ८३ ।। સુદ્ધઈ નિર્મલઈ માર્ગિ જાત ઉપના દ્વિ જાત જે હુઇં તે સુખિઈં સમાધિઈં ભલી પરિશું શુદ્ધઈ નિ:પાપ માર્ગેિ ગઝંતિ ચાલઈ તે આશ્ચર્ય નહી. ભલા અનઈ ભૂલઈ માર્ગિ હીંડછે. જેમ રોહણાચલિ રત્નનઉં આશ્ચર્ય નહી, જિ લંકાઈ સોના હોવાના આશ્ચર્ય નહીં, પુણ જે અમાર્ગજાત ત્રિજાઈ હુઈ તે માર્ગિ માર્ગેિ જઈ ચાલઉં તઉ તે આશ્ચર્ય. જિમ ઉકરડી માટે રત્ન ઊપનઉ હૂંતઉ આશ્ચર્ય ભણી હુઇ. ૨. વર્ણક અને બોલી જૂના ગુજરાતી સાહિત્યમાં ગદ્યના જે વિવિધ પ્રકારો મળે છે તેમાં “વર્ણક એક વિશિષ્ટ પ્રકાર છે. “વર્ણક' એટલે કોઈ પણ વિષયના વર્ણનની પરંપરાથી લગભગ નિશ્ચિત થયેલી એક ધાટી. અનુપ્રાસમય પદ્યાનુકારી ગદ્ય બોલીમાં ઘણુંખરું વર્ણકોની રચના થઈ છે. કથાકારો અને પ્રવચનકારો શ્રોતાઓના મનોરંજન અને ઉદ્બોધન અર્થે આવા વર્શકોનો ઉપયોગ કરતા હતા અને હજી કરે છે. પ્રાચીન ભારતીય સાહિત્યપ્રણાલિમાં – સંસ્કૃત, પાલિ તેમજ પ્રાકૃતમાં વર્ણકની પરિપાટીનાં મૂળ શોધી શકાય એમ છે. પાલિ સાહિત્યમાં પેટ્યાલ' અને જૈન આગમનસાહિત્યમાં નિર્દિષ્ટ વષ્ણુઓ' (જેમનું સંપૂર્ણ અવતરણ ઔપપાતિકસૂત્રમાં અપાયું છે અને અન્ય સૂત્રોમાં કેવળ નિર્દેશ પર્યાપ્ત ગણાયો છે.) એ વર્ણકનું પૂર્વરૂપ જ છે. - ઈ.૧૪૨૨માં પાલનપુરમાં રચાયેલ, માણિક્યસુન્દરસૂરિકૃત પૃથ્વીચન્દ્રચરિત એક નાનકડી કથાની આસપાસ ગૂંથાયેલો વર્ણકસંગ્રહ છે. પૈઠણનો રાજા પૃથ્વીચંદ્ર અયોધ્યાના રાજા સોમદેવની પુત્રી રત્નમંજરીને પરણે છે. કેટલાક સમય પછી તીર્થંકર ધર્મનાથની દેશના સાંભળી, પોતાના પુત્ર મહીધરને રાજગાદી સોંપી રાજા દીક્ષા લે છે. આટલા સ્વલ્પ કથાવસ્તુને આધારે એક ગદ્યકાવ્ય રજૂ કરીને કર્તાએ પૃથ્વીચન્દ્રચરિત'નું “વાગ્વિલાસ' એવું અપરનામ સાર્થક કર્યું છે. પ્રારંભમાં જ શબ્દાલંકૃત શૈલીમાં માણિક્યસુન્દરે પુણ્યનો મહિમા ગાયો છે તે જોવાથી આ અનુપ્રાસમય લેખનપદ્ધતિનો તરત ખ્યાલ આવી શકશે : પુણ્ય લગઈ પૃથ્વીપીઠિ પ્રસિદ્ધિ, પુણ્ય લગઈ મનવાંછિત સિદ્ધિ; પુણ્ય લગઈ નિર્મલ બુદ્ધિ, પુણ્ય લગઈ ઋદ્ધિ વૃદ્ધિ; પુણ્ય લગઈ શરીર નીરોગ, પુણ્ય લગઈ અભંગુર ભોગ, પુણ્ય લગઈ કુટુંબ પરિવાર તણા સંયોગ; પુણ્ય લગઈ પલાણીય તરંગ, પુષ્ય લગઈ
SR No.032072
Book TitleGujarati Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2001
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy