SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ લૌકિક કથા આદિ ૨૫૫ એ જ અરસામાં રચાયેલ સર્વાનંદસૂરિકૃત મંગલકલશ ચોપાઈ'માં મંગલકલશ વિદ્યાધરની ચમત્કાપ્રધાન ચરિત્રકથા છે. આ અપ્રગટ કૃતિ પ્રારંભમાં એક વસ્તુ છંદ આપી દુહા-ચોપાઈમાં રચાયેલી જણાય છે. (જૈન ગૂર્જર કવિઓ, ભાગ ૧, પૃ. ૩૫). જિનોદયસૂરિના એક શિષ્ય અને ઠક્કર માલ્હના પુત્ર શ્રાવક વિદ્વણુએ ઈ. ૧૩૬૭માં ‘જ્ઞાનપંચમી ચોપાઈ' રચી છે. ૫૪૮ કડીનું એ કાવ્ય છે અને જ્ઞાનપંચમી અર્થાત્ કાર્તિક સુદિ પાંચમનું માહાત્મ્ય વર્ણવતું વરદત્ત અને ગુણમંજરીનું જૈન સમાજમાં પ્રસિદ્ધ કથાનક એમાં વર્ણવાયું છે. બીજા અનેક દાખલાઓમાં બન્યું છે તેમ, એમાં લોકકથાને ધર્મકથાનું સ્વરૂપ અપાયું છે. સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ અને જૂની ગુજરાતીમાં આ વિશે અનેક કૃતિઓ રચાઈ છે. વિદ્વણુની કૃતિ હજી અપ્રગટ છે(પાંચમી ગુજરાતી સાહિત્ય પરિષદમાં ચિમનલાલ દલાલનો નિબંધ, પૃ. ૨૪). જ્ઞાનપંચમીને સૌભાગ્યપંચમી પણ કહે છે. ગદ્યમાં રચાયેલી એક અજ્ઞાતકર્તાક ‘સૌભાગ્યપંચમી-કથા' સંપાદિત કરી પ્રસિદ્ધ કરવાની મને તક મળી હતી (આત્માનંદપ્રકાશ, માગશર સંવત ૧૯૮૮, ઈ.૧૯૩૨). આ કાળખંડમાં રચાયેલી બે સુંદર લૌકિક કથાઓ મળે છે ઃ ભીમકૃત ‘સદયવત્સવીર પ્રબન્ધ’ર અને હીરાણંદસૂરિકૃત વિદ્યાવિલાસ પવાડો.’ ‘સદયવત્સવીર પ્રબન્ધ' જૈનેતર સંભવતઃ બ્રાહ્મણ કવિની કૃતિ છે, જ્યારે વિદ્યાવિલાસ પવાડો' જૈનસાધુ કવિની રચના છે. ‘સદયવત્સવીર પ્રબન્ધ’, ‘સદયવત્સવીર ચરિત્ર,’ ‘સદયવત્સ-સાવલિંગા,’ ‘સદેવંત-સામલિ’એ વિવિધ નામો સદેવંત-સાવળિંગાની લોકપ્રસિદ્ધ વાર્તાનાં છે. સદયવત્સ અથવા સદેવંતનું ટૂંકું નામ ‘સદય' કે ‘સુદો’ છે અને ‘સાવલિંગા’નું ટૂંકું નામ ‘સામલિ’ છે. ભીમની ઉપર્યુંક્ત કૃતિની છઠ્ઠી કડીમાં ‘તિહ સુઅ સયકુમાર, સબલ સામમલ-ભત્તારહ’ એ પ્રમાણે આ વાર્તાનાં નાયક-નાયિકાનો ઉલ્લેખ છે. હેમચંદ્રના અપભ્રંશ વ્યાકરણ'માં નીચેનો દુહો ઉદ્ધૃત થયો છે ઃ - જિમ જિમ વૈકિ લોઅણહું જ઼િરુ સામલિ સિક્ઝેઇ, તિમ તિમ વર્મીહુ નિઅય-સરુ ખર-પરિ તિખેઇ (સૂત્ર ૩૪૪) આ દુહાનો પૂર્વાપર સંદર્ભ અજ્ઞાત છે, પણ એમાંનો ‘સામલિ’ પ્રયોગ ‘સાંવિર’ એવા સામાન્ય અર્થમાં નહિ લેતાં, ભીમ કવિની જેમ પ્રસ્તુત કથાની નાયિકાના અર્થમાં ઘટાવીએ તો, હેમચંદ્રના સમય પહેલાં પણ અપભ્રંશમાં આ કથા સુપ્રચલિત હતી અને એમાંથી પ્રસ્તુત અવતરણ લેવાયું છે એમ અનુમાન થાય. અબ્દુર્ રહેમાનના
SR No.032072
Book TitleGujarati Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2001
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy