SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૮ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ : ૧ ગ્રથિત થયેલી કૃતિઓનું પ્રમાણ કંઈ ઓછું નથી. પ્રાકૃત સાહિત્યમાં પણ કેવળ ધાર્મિક કૃતિઓને બાદ કરીએ તો, બાકીની રચનાઓમાં વાર્તાઓનું પ્રમાણ ઠીકઠીક છે. ધાર્મિક કૃતિઓમાં પણ, કથાગ્રંથો અને ઉપદેશગ્રંથોમાંની દન્તકથાઓ વસ્તુતઃ લોકવાર્તાઓનું ઉદ્દેશપ્રધાન સ્વરૂપ જ છે. સંસ્કૃત અને તદુર્થી લોકભાષાઓની અનેકાનેક અનુવાદાત્મક રચનાઓ દ્વારા લુપ્ત “બૃહત્કથા' પણ ભારતીય સાહિત્યમાં આજ સુધી જીવંત રહી છે. કેવળ ઉદાહરણરૂપે જ થોડાક નિર્દેશો કરીએ તો, “સ્વપ્નવાસવદત્ત', 'પ્રતિજ્ઞાયૌગન્દરાયણ' અને “ચારુદત્ત' એ ભાસ કવિનાં નાટકો બૃહત્કથામાં સંકલિત થયેલી અનુકૃતિઓને આધારે રચાયાં છે. શૂદ્રકના વિખ્યાત નાટક ‘મૃચ્છકટિક'ની રચનામાં ભાસના નાટક ચારુદત્તનો આધાર લેવાયો છે એ જાણીતું છે. ચક્રવર્તી કવિ હર્ષનું નાટક “નાગાનન્દ', જેમાં વિદ્યાધર જીમૂતવાહન પ્રાણાર્પણ કરીને પણ ગરુડ પાસે નાગ લોકોને અભય અપાવે છે, એનું વસ્તુ બૃહત્કથામાંથી લેવાયું છે. ભવભૂતિના ‘માલતીમાધવ' નાટકનું વસ્તુ પણ લોકકથા જ છે. ભાણ પ્રહસન આદિ રૂપકોનું મૂળ લોકનાટ્યમાં હોય એમ સ્પષ્ટ જણાય છે. સંસ્કૃત ગદ્યકથાઓમાં બાણની 'કાદંબરી' અને ઠંડીનું ‘દશકુમારચરિત' એ લોકવાર્તા કે લોકવાર્તાઓના સમુચ્ચયો છે. સુબંધુકૃત “વાસવદત્તા', વાદીભસિંહકૃત ‘ગદ્યચિંતામણિ,' હરિશ્ચંદ્રકૃત ‘જીવન્ધરચંપૂ’ આદિમાં સમગ્ર વસ્તુ બૃહત્કથાનું છે. સોઢલકૃત ‘ઉદયસુન્દરીકથા', ધનપાલકૃત “ તિલકમંજરી' આદિ કેટલીયે એવી કથાઓ છે કે જે ગદ્યકાવ્યો હોવા ઉપરાંત લોકવાર્તાના પ્રાચીન સાહિત્યના પરિશીલન માટે ઉપયોગી છે. ગુજરાતમાં મધ્યકાળમાં રચાયેલા સંસ્કૃત પ્રબન્ધો – પ્રબંધચિન્તામણિ, પ્રબન્ધકોશ', પુરાતનપ્રબન્ધસંગ્રહ', 'પ્રબન્ધપંચશતી’, ‘ઉપદેશતરંગિણી,' કુમારપાળ અને વસ્તુપાળનાં અનેક ચરિત્રો તથા એ પ્રકારની બીજી બહુસંખ્ય રચનાઓ – ઐતિહાસિક અનુશ્રુતિ અને લૌકિક કથાઓની રસપ્રદ સંસૃષ્ટિ રજૂ કરે છે. ‘સિંહાસનબત્રીસી,’ વેતાલપચીસી', “પંચદંડ' આદિ વિક્રમ-વિષયક વાર્તાચક્રો ઉપરાંત “શુકસપ્તતિ' (સુકસિત્તરી, સૂડાબહોતેરી), માધવાનલકામકંદલા', “નંદચરિત્ર' (નંદબત્રીસી), ‘સદવત્સકથા (સદેવંત-સાવલિંગા), ‘આરામશોભા' આદિ કથાઓની સંસ્કૃતમાં રચના પણ ગુજરાત અને રાજસ્થાનમાં થઈ છે. “વિનોદકથાસંગ્રહમાં હાસ્યરસના લોકપ્રચલિત ટુચકાઓને સંસ્કૃત રૂપમાં સંઘર્યા છે અને ભટકતાત્રિશિકામાં કોઈ અજ્ઞાતનામાં લેખકે અજ્ઞાન બાવાઓની મૂર્ખતાની રમૂજી વાતો એકત્ર કરી છે. આમ લગભગ બધા કથાવિષયો ઉપર ગુજરાતીમાં પણ રચનાઓ થઈ છે, અને કેટલાક દાખલાઓમાં તે તે વિષયની સંસ્કૃત રચનાઓ કરતાં ગુજરાતી
SR No.032072
Book TitleGujarati Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2001
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy