SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથઃ ૧ પ્રભાસ, ઢાંક, સ્તંભનક(થામણા), શંખેશ્વર વગેરે જૈન તીર્થો પણ પ્રાચીન છે. ગુજરાતમાં કેટલાંક સ્થળોએ બૌદ્ધ સ્તૂપો તથા વિહારો બંધાતા કે કંડારાતા હતા. | વડનગર, નગરા, શામળાજી, દેવની મોરી, ધાતવા, અકોટા, ટીંબરવા, કામરેજ, વલભીપુર, સોમનાથ, દ્વારકા, પીંડારા, ઇંટવા વગેરે અનેક સ્થળોએ સ્થળતપાસ અને/ અથવા ઉત્પનન દ્વારા આ કાળના વિવિધ અવશેષ પ્રાપ્ત થયા છે. એમાં રોમનાં મૃભાડુ ખાસ નોંધપાત્ર છે. રોમ સાથે ત્યારે ભારત ગાઢ વાણિજ્યિક સંબંધ ધરાવતું. સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, તળાજા, સાણા, ખંભાલીડા વગેરે સ્થળોએ ડુંગરમાં બૌદ્ધ વિહાર કંડારેલા છે, તો ઢાંકના ડુંગરમાં જૈન ચૈત્ય કંડારેલાં છે. જૂનાગઢ અને શામળાજી પાસે ઇંટેરી સ્તૂપો અને વિહારોના અવશેષ મળ્યા છે. દેવની મોરીના સ્તૂપના પેટાળમાંથી પથ્થરનો દાબડો નીકળેલો. એના પર કોતરેલા સંસ્કૃત પદ્યબદ્ધ લેખમાં આ સ્તૂપ અમુક શાક્ય ભિક્ષુઓએ બંધાવેલો અને એમાં અમુક ભિક્ષુએ દશબલ(બુદ્ધ)ના દેહાવશેષ આ શૈલમય સમુદુગમાં પધરાવેલા એવું જણાવેલું છે. દાબડામાં તાંબાની દાબડીમાં અસ્થિ ભરેલી શીશીઘાટની સોનાની નાની દાબડી હતી. પથ્થરના દાબડાના ઢાંકણા પર બૌદ્ધ ત્રિપિટકમાંનું પ્રતીત્યસમુત્પાદના સિદ્ધાંતને લગતું સૂત્રપ્રવચન) કોતરેલું છે. સ્તૂપની અંદરથી તથા આસપાસથી બુદ્ધ-પ્રતિમાઓ મળી છે. આ સ્તૂપ ઈ.૩૭૫ના અરસામાં બંધાયો લાગે છે. શામળાજીની નજીકમાં આ કાળની અનેક સુંદર શૈવ શિલ્પકૃતિઓ પણ પ્રાપ્ત થઈ છે. એમાં સપ્તમાતૃકાઓ તથા ભીલડીવેશે રહેલાં પાર્વતીની મૂર્તિ ખાસ નોંધપાત્ર છે. ખેડબ્રહ્મામાંથી મળેલું એકમુખ શિવલિંગ, વલભીમાંથી મળેલી કેશિનિભૂદન કૃષ્ણ તથા મહિષાસુરમર્દિનીની મૂર્તિઓ, તેનજિ. સુરત)માંથી મળેલી વિષ્ણુની નાની ખંડિત પ્રતિમા વગેરે પણ ક્ષત્રપકાલીન છે. ગ્રીક ભાષામાં પહેલી સદીમાં લખાયેલા “ઇરિશ્ચિયન(લાલ) સમુદ્રનો પેરિપ્લસ (ભોમિયો)માં કચ્છનો કાંઠો, દ્વારકાનો અખાત, સૌરાષ્ટ્રનો કાંઠો, ભરૂચનો અખાત વગેરેનું વિગતે નિરૂપણ કરેલું છે. પશ્ચિમ સાથેના વેપારના સંદર્ભમાં અકીક, પન્ના, હિંદી મલમલ, મુલાયમ કાપડ અને સાદા કાપડ વગેરેની નિકાસનો તથા ઇટાલિયન દારૂ. તાંબું, કલાઈ, સીસું, પીતળ, પરવાળાં, પોખરાજ, કાચ, સોનાચાંદીના સિક્કા, રૂપાનાં વાસણ, રૂપાળી બાંદીઓ વગેરેની આયાતોનો ઉલ્લેખ આવે છે. તોલમાય ટોલેમી)ની ભૂગોળ (બીજી સદીમાં પણ કચ્છ, સુરાષ્ટ્ર તથા લાટના કાંઠાનું વર્ણન કરેલું છે. ગુપ્તકાળ* મગધના ગુપ્ત સમ્રાટ ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યે ઈ. ૪૦૦ના અરસામાં માળવા જીત્યું ને થોડા વખતમાં ગુજરાત પર પણ ગુપ્ત સામ્રાજ્યનું શાસન પ્રવ. કુમારગુપ્તપહેલા(ઈ.૪૧૫થી ૪૫૫)ના ચાંદીના સંખ્યાબંધ સિક્કા ગુજરાતમાં મળ્યા છે. ગુપ્ત
SR No.032072
Book TitleGujarati Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2001
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy