SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૮ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથઃ ૧ હાઢકી તલહઠ્ઠઈ મેલ્લવિ તરલ તુરક્કી તાર તતાર તુરંગ ઉલ્લટિએ અસપતિ અસણિય વાયરિ સારવેલિ તરંગ, હલ હલ-બિગરી બિગરી બોલન્તિએ નીર-લહરિ છિલ્લન્ત, રણ-કન્દલિ કલહ કરઈ, કિલવાયણ કાયર નર રેલન્ત / ૫૧ || હષારવિ હયમર હસમસિ ખુર-રવિ અસણિ કિપાણ કસત્ત, ઉદ્ધસવિ કસાકસ, અસિ તરતર બિસિ, ધરમસિ ધસણિ ધસત્ત. ભૂમંડલિ ભડ કમધજ્જ ભડોહડિ ભુજબલિ ભિડસ ભિડન્ત, રણમલ્લ રણાકુલ રણિ રોસારુણ મુણસત્તાણિ તુવરજો || પર II ઉલ્લાવિ ઝાલવિ ઝુઝકમાલહ લથબથ લોથિ લડન્સ, ધારક્કટ ધારિ ધગડ ધર ધસમસિ ધુમ્બ પડત્ત. કમઘર્જા ઉદયગિરિમંડણ સવિતા ઝલમલ મલ્લ ભડગ્ન, ધરિ ધસિ ધસિ ધૂસ ધરઈ ધગડાયણિ, ધર હરિ કુંડ લિન્ત || ૫૩ || અને આ આર્યા : પર્વત પડઈ પુકાર દુહુદિશ દૈત્ય કીદ્ધ સૈારા શુંભા કેરે સારી વાહારે ધાય રાય રક્તબીજો || ૮૮ || એણે આમાં નારાચ છંદનો પણ પ્રયોગ કરી લીધો છે, બળુકી ભાષાનો નમૂનો : પતાલિ તાલિ વ્યોમ વાલ નટ નટ ફૂટ્ય એકલ્લ મલ્લ... કરિ... ચંડ મુંડ ઊર્ય | ધસટ ઘટ લટ પટ ઝૂટિ ઝાલી ઝીકલી અમૂલ મૂલ કીદ્ધ કેલ અજાયેલ એકલી || ૮૬ || લિપિની દૃષ્ટિએ બે સ્વરો વચ્ચેના 2 એકવડા છે, “લ' એકવડા છે, “ક પણ; એ બધા કવિને બેવડા અભીષ્ટ છે. આ કાવ્યની સૌથી વિશેષ મહત્તા તો એમાં ભારોભાર પ્રયોજવામાં આવેલા અરબી-ફારસી શબ્દોની છે. કવિએ તત્કાલીન ભાષામાં આબાદ રીતે એ વિદેશી શબ્દોને વણી લીધા છે, એટલું જ નહિ, શરૂઆતની સંસ્કૃત આર્યામાં પણ “સુરતાણફોજ-દિલ્લી-તિમિરલિંગ-ઘોરિ-પાદશાહ-બાજાર’ શબ્દો વાપરી લીધા છે. શ્રીધર વ્યાસનો ઈશ્વરી છંદ માકડિય-પુરાણાંતર્ગત દેવીમાહાસ્ય' કિવા ‘સપ્તશતી'ના સહારે રચવામાં આવેલું વીરરસોચિત શબ્દાવલીઓથી દીપતું કાવ્ય છે. એનો પણ ભાષાપ્રકાર અવહg કિંવા કૃત્રિમ ડિંગળ કોટિનો જ છે.
SR No.032072
Book TitleGujarati Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2001
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy