SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ૮ ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ : ૧ બંધાવ્યાં હોવાનું મનાય છે. શ્રીલંકાના પાલિ સાહિત્યમાં દીપવંસ અને મહાવંસ' નામે જે ઇતિહાસગ્રંથો છે, તેમાં ત્યાંની સિંહલ સંસ્કૃતિનો આરંભ લાળ દેશના સિંહપુરના રાજપુત્ર વિજયના આગમનથી ગણવામાં આવે છે. વિજય પોતાના ૭00 સાથીઓ સાથે સમુદ્રમાર્ગે સિંહપુરથી સોપારા થઈ લંકાદ્વીપ ગયો હતો ને પછી એ સહુ ત્યાં રહી ગયા હતા. એનું આગમન ભગવાન બુદ્ધના પરિનિર્વાણ(શ્રીલંકાની અનુકૃતિ અનુસાર ઈ.પૂ. ૫૪૪૪૩)ના દિવસે થયું હતું. આ અનુશ્રુતિમાં જણાવેલ લાળદેશ એ લોટ(ગુજરાત) અને સિંહપુર એ ભાવનગર જિલ્લામાંનું સિહોર હોવા સંભવ છે. “લંકાની લાડી ને ઘોઘાનો વર' એ ગુજરાતી કહેવત શ્રીલંકા અને ગુજરાત વચ્ચેના સાંસ્કૃતિક સંબંધનું સમર્થન કરે છે. આ અનુશ્રુતિ અનુસાર રાજપુત્ર વિજયને લગતી ઘટના આરંભિક ઐતિહાસિક કાળના પ્રાગ-મૌર્ય કાળખંડ દરમ્યાન બની ગણાય. મગધના સામ્રાજ્યની સત્તા ગુજરાતમાં ક્યાં સુધી ચાલુ રહી એ જાણવા મળતું નથી. શુંગકાળ દરમ્યાન બાલિક દેશના યવનો(ગ્રીકો)ની સત્તા ઉત્તર-પશ્ચિમ ભારતમાં સ્થપાઈ. એ પૈકી મિનન્દર લગભગ ઈ. પૂ. ૧૫૫થી ૧૩૦) અને અપલદત-બીજો (લગભગ ઈ.પૂ. ૧૧૫થી ૯૫)ના સિક્કા ગુજરાતમાં મળ્યા છે. ઈ. પૂ. પ૭માં શરૂ થયેલો વિક્રમ સંવત ઉજ્જૈનના જે શકારિ વિક્રમાદિત્યે શરૂ કરેલો મનાય છે તે વિક્રમાદિત્ય ભરુકચ્છ(ભરૂચ)નો રાજા બલમિત્ર હોવો સંભવે છે. ક્ષત્રપ કાળ ઈ. ૭૮માં ભારતવર્ષમાં શક સંવતનો આરંભ થયો. શક જાતિના ક્ષત્રપ રાજાઓ પશ્ચિમ ભારતમાં સત્તારૂઢ થયા. ક્ષહરાત કુલના રાજા ક્ષત્રપ ભૂમક તથા નહપાને અહીં એ પહેલાં ચાળીસ વર્ષ રાજ્ય કર્યું. નહપાનાનભોવાહન)ની રાજધાની પ્રાયઃ ભરુકચ્છ(ભરૂચ)માં હતી. એનું રાજ્ય પ્રાયઃ ઉત્તરમાં પુષ્કર (અજમેર પાસે) સુધી, પશ્ચિમમાં સૌરાષ્ટ્ર સુધી, પૂર્વમાં માળવા સુધી અને દક્ષિણમાં નાસિક-પૂના જિલ્લા સુધી વિસ્તૃત હતું. એના જમાઈ ઉષવદાતે ભરુકચ્છ તથા પ્રભાસમાં વિવિધ દાન દીધેલાં. કચ્છમાં વળી કાર્દિક કુળના રાજા ક્ષત્રપ ચાષ્ટનની સત્તા પ્રવર્તી. દખ્ખણના સાતવાહન રાજા ગૌતમીપુત્ર શાતકર્ણિએ રાજા નહપાનને હરાવી ક્ષહરાત વંશનો અંત આણ્યો, પણ રાજા ચાણને થોડા જ વર્ષોમાં એમાંના ઘણા પ્રદેશ જીતી લીધા ને પોતાનું રાજ્ય પુષ્કર, માળવા અને નર્મદા સુધી વિસ્તાર્યું. એની રાજધાની ઉર્જનમાં હતી. એના સમયમાં શક વર્ષ ૭૨ (ઈ. ૧૫૦)માં અતિવૃષ્ટિથી આવેલા નદીઓના પૂરને લઈને ગિરિનગરના સુદર્શનનો બંધ તૂટી ગયો ત્યારે આનર્ત-સુરાષ્ટ્રના રાજ્યપાલે રાજાની મંજૂરી મેળવી એને સમયસર સમરાવી દીધો. આને લગતો જે લેખ ગિરનાર
SR No.032072
Book TitleGujarati Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2001
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy