SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૨ ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ : ૧ [અધિક મહિનો બધા મહિનાઓમાં ફર્યા કરે છે, છયે ઋતુના ગુણ-ધર્મનું અનુસરણ કરે છે. પ્રિયને મળવાને માટે રાજ્ય ઊંચા હાથ કરે છે. ઉગ્રસેનની પુત્રી રાજલે પ્રયને કહેણ મોકલ્યું છે. પાંચ સખીઓની સાથે હૃદયમાં પ્રિય તરફના ભાવે રાજલ ગિરનારમાં ગઈ અને સખીઓ સાથે રાજલ પરમેશ્વર નેમિનાથ સમક્ષ દીક્ષા લઈ દર્શનનો લાભ લે છે. નિર્મળ કૈવલ્યજ્ઞાન પ્રાપ્ત કરી રાજલદેવી સિદ્ધિઓની સ્વામિની બની.] વિરક્તિમાં પર્યવસાન લીધું હોઈ કાવ્યશાસ્ત્રની લૌકિક દૃષ્ટિએ સુખાંત ન દેખાય, પણ સાંપ્રદાયિક રીતે કૈવલ્યજ્ઞાન અભીષ્ટ હોઈ કાવ્ય સુખાંત બની ચૂક્યું છે. ૨. છપ્પય કાંઈક સુભાષિત-પ્રકા૨ને સ્પર્શ કરતો, કેટલીક વાર ઉપદેશાત્મક તો કેટલીક વા૨ નિરૂપણાત્મક એવો આ પ્રકાર પણ ‘રાસયુગ’માં ખાસ ખીલ્યો નથી; અત્યાર સુધીમાં ત્રણ જ રચનાઓ પ્રાપ્ત થઈ છે. આમાંની જૂનામાં જૂની રચના, ઉપર બતાવ્યા તે ‘નેમિનાથ ચતુષ્પદી’ના કર્તા, વિનયચંદ્રસૂરિની ૮૧ છપ્પાની ઉવએસમાલ-કહાણય છપ્પય’(ઉપદેશમાલા-કથાનક ષટ્પદ) છે.૨૫૦ આ કાવ્ય આપણને શામળ ભટ્ટ વગેરે લૌકિક કથા-કાવ્યોના કર્તાઓની રચનાઓમાં નિરૂપાયેલા છપ્પાઓની યાદ આપે છે. બેશક, કવિ અહીં ધાર્મિક ઉપદેશને અંગે જૈન ધર્મનાં વ્રતાદિક વગેરેની કર્તવ્યતા એક એક છપ્પામાં બતાવે છે; જેમ કે સવ્વ સાહુ તુમ્ડિ સુણઉ ગણઉ જગ અપ્સ સમાણ। કોહ-કહ વિ પરિહરઉ ધર તિહુયણ-ગુરુ સિરિ વીર ધીર સમરસ સપરાણઉ। પણ ધમ્મધુરંધરા દાસ પેસ દુન્વયણ સહઇ ઘણ દુસહ નિરંતરા ગગુરુ જિણવર ખમઇ। નર `તિરિય દેવ ઉવસગ્ગ બહુ જહ તિમ ખમઉ ખંતિ અગલ કરી જેમ્મ રિઉદબલ નમઈ ||૩|| સવ સુણઈ જિણવયણ નયણ ઉલ્હાસિર્હિ ગોયમ જાણઈ જઈ વિ સુયાથ તહતિ પુચ્છઈ પહુ કહુ કિમ। ભદ્દક-ચિત્ત પવિત્ત સમ ગણહર સુયનાણી। કવિ મિનિમન્નઇ ન કરઇ ગવ અપુર્વી વાણી। છંડીઇ માન જ્ઞાનહ તણઉ વિણઉ અંગિ ઇમ આણીઇ। ગુરુભક્તિ કવિ નવિ મિલ્ટીઇ ગ્રંથકોડિ જઈ જાણીઈ || ૪ | [હે સર્વસાધુઓ, તમે સાંભળો, જગતને પોતાની સમાન ગણો. ક્રોધ-કથાનો
SR No.032072
Book TitleGujarati Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2001
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy