SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮ ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ : ૧ લે છે : જ્ઞાન ઊપડ્યું જાણીય રાણીય રાઇમાં રેગિ | ગિરિ-સિરિ સામય નિરષીય હરષીય સા નિજ અંગિ I૮૧ ૨૪૫ (જ્ઞાન ઉત્પન્ન થયેલું જાણીને રાજિમતી આનંદથી પર્વતના શિખર ઉપર રહેલા સ્વામીને જોઈ અંગેઅંગમાં હર્ષ પામી રહે છે.] છેલ્લા ત્રણ ફાગુઓની સરખામણી કરીએ તો આ ફાગુ એ બેઉ કરતાં વધુ આલંકારિક જોવા મળે છે અને આરંભના ફાગુઓની કક્ષાને આંબી શકવા શક્તિમાન થાય છે. - આ છેલ્લા ફાગુ કરતાં ત્રણ વર્ષ પૂર્વે ઈ.૧૪૪૩માં રચાયેલો કોઈ અજ્ઞાત કવિનો દેવરત્નસૂરિાગ’ મળે છે. આના નાયક તરીકે દેવરત્નસૂરિ નામના જૈન આચાર્ય છે, જેમને પાટણમાં ઈ.૧૪૧૧ (સં.૧૪૬ ૭)ના માઘ માસમાં શ્રીજયાનંદસૂરિએ દીક્ષા આપી હતી. એ જ આચાર્યે દેવરત્નસૂરને ઈ.૧૪૩૭ (સં.૧૪૯૩)ના વૈશાખ માસમાં સૂરિપદે સ્થાપ્યા હતા. હકીકતે આ પ્રસંગને વસંતવર્ણન સાથે સાંકળીને માણિક્યચંદ્રસૂરિના “નેમીશ્વરચરિત્રફાગુ'ની પદ્ધતિએ વૃત્તબદ્ધ શ્લોકો સંસ્કૃતમાં અને રાસ-અઢેલ(આંદોલ)-ફાગ રચનાએ લોકભાષામાં આ ફાગુ રચવામાં આવ્યો છે [અહીં નોંધવા જેવું છે કે “રાસઉ' મથાળે એક ગીત પણ આપવામાં આવ્યું છે (કડી ૩૩૩), જેમાં વોત્રીમતી’ ‘વિઊંઝલ' એવાં મરાઠી છાયાનાં બે શબ્દરૂપ પ્રયોજી લીધાં છે. અહીં માણિજ્યચંદ્રસૂરિના “નેમીશ્વરચરિત્રફાગુ'ના એવા પ્રયોગને સરખાવી શકાય એ સાથે નોંધપાત્ર છે કે અલંકારોનો પણ કવિ યથાસ્થાને ઉપયોગ કરી લે છે. આરંભની શારદાની સ્તુતિમાં ત્રિભુવન-ગગન-વિભાસન દિણયર-નયર જિરાઉલિ વાસ રે નમિય નિરંજન ભવભય-ભંજન સજ્જન-રંજન પાસ રે || ૪ || કવિજનમાનસ-સરવર-હંસીય સરસીઅ અવિચલ ભત્તિ રે બાઇસુ ભાવિધ દેવી શારદ શારદ-શશિકર-કંતિ રે || પા ર૪૬ ત્રિણ ભુવનોના આકાશને પ્રકાશિત કરનાર સૂર્યનું જિરાઉલિનગર છે, ત્યાંના, ભવનો ભય દૂર કરનારા, સજ્જનોને આનંદ આપનારા નિરંજન પાર્શ્વનાથને નમસ્કાર કરી કવિજનોના માનસરૂપી સરોવરની હંસણી જેવી, શરદઋતુના ચંદ્રના જેવી કાંતિવાળી શારદાનું અવિચલ ભક્તિથી ભાવપૂર્વક ધ્યાન કરું છું.. કવિ દેવરત્નસૂરિના પૂર્વજોનો આછો ખ્યાલ આપી જાવડ” બાળક તરીકેના અવતરણને દીપાવવા પ્રયત્ન કરે છે :
SR No.032072
Book TitleGujarati Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2001
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy