SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૮ ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ : ૧ સિદ્ધિ વહૂ વરમાલ કંઠિ મેલ્ટય સુપસત્રા ||૧૯૨૧૩ સુપ્રસત્ર સિદ્ધિરૂપી વહુએ એના કંઠમાં વરમાળા આરોપી. સાદા દોહરાબંધનો સમ૨-કૃત નેમિનાથ ફાગુ' માત્ર ૧૦ કડીઓની રચના છે. એમાં નેમિનાથની પ્રવ્રજ્યા પછીની રાજિમતીની વિરહવ્યક્તિ માત્ર છે. એને ‘ફાગુ’ કહેવાથી કશો વિશેષ અર્થ સરતો નથી. આને વિપ્રલંભ શૃંગારનો અંશ જાળવતું માત્ર વિરહગાન જ કહી શકાય. ૨૧૪ ચંદા કહિ-ન સંદેસડઉ, વીનતડી અવિધારિ શુદ્ધિ પૂચ્છઉં યાદવ તણી, તૂ જાઇસિગિરિનાર ૧.૬ || કોઇલ કરઇ ટહૂકડા બઇઠી અંબલા-ડાલિ વિરહ સંભારિમ પાપણી, જા જઈ યાદવ વાલિ ||૭|| [હે ચંદ્ર, મારી વિનંતિ સાંભળ, સંદેશો કહી આવને. યાદવ (મિ)ની ભાળ પૂછું છું; તું ગિરનાર જઈશ ને? કોયલ, તું આંબાની ડાળ ઉપર બેસીને ટહુકા કરે છે, હે પાપણી, વિરહની યાદ ન આપ, ઈને યાદવ(નૈમિ)ને પાછો વાળી આવ.] ગુણચંદ્રસૂરિષ્કૃત ‘વસંતફાગુ' પણ આ સમયની રચના છે. કોઈ કોઈ કડીમાં જ સાંકળીબંધ સાચવતી ૧૬ દોહરાઓની આ નાની ફાગુ-રચના છે; એમાં વસંતઋતુનું સંક્ષેપમાં ચિત્ર ખડું કરવાનો પ્રયત્ન છે. આ સૂરિના વિષયમાં વિશેષ કોઈ હકીકત મેળવવી મુશ્કેલ છે. થોડો ચમત્કાર લાવવાનો પ્રયત્ન છે જ; જેમ કે કાર્મિણિ કારણિ ભમરલુ માઝિમ રાતા કાચી કલિયમ ભોગવી, વન વિભાતિ ||૨||૧૫ મધ્યરાત્રિએ ભમી રહ્યો છે. કાચી પોતાની પ્રિયાને મેળવવા માટે ભમરો કળી ભોગવતો નહિ; નવનવી ભાતે વન ભોગવજે.] બીજી રીતે ચીલા-ચાલુ પ્રકારથી કવિ આગળ વધી શકતો નથી. ક્વચિત જ અરે હીરડા તઇ હિર પૂજીઉ, કિ જાગુ સિવરાતિ ગોરી કંઠ ન ઊતિ, સારી દીહ નિતિ ||૧૪||૧૬ [હે હીરા, તેં હરિભગવાનનું પૂજન કર્યું છે કે શિવશત્રિ જાગ્યો છે, કારણ કે દિવસ અને રાત્રિ તું ગૌરાંગ સ્ત્રીના ગળામાંથી હેઠો ઊતરતો નથી.'] આ રચના ગેય છે એની નિશાની બીજી કડી પાસે આવતી (‘ટેક' કે ધ્રુવ'ના અર્થનો) શબ્દ છે, વળી છેલ્લી ત્રણ કડીઓના પૂર્વાર્ધોની આગળ અદ
SR No.032072
Book TitleGujarati Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2001
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy