SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ૬ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ : ૧ જેવા દેશાવરો સાથે ગાઢ વાણિજિયક સંબંધ ધરાવતું. અહીં વારંવાર નદીના પૂરનો ઉપદ્રવ થયો જણાય છે. પરિણામે નગરની ભારે પડતી થઈ લગભગ ઈ. પૂ. ૧૯૦૦). એ પછી ત્યાં ફરી વસાહત થઈ ખરી, પરંતુ ઈ. પૂ. ૧૬૦૦ના અરસામાં આવેલા પૂરે એ વસાહતનો સદંતર નાશ કર્યો. કચ્છનું ધોળાવીરા હડપ્પીય સંસ્કૃતિનું એક વિકસિત નગર હતું અને દેસલપર નાનું નગર હતું. છતાં એ મહત્ત્વનું વેપારી કેંદ્ર હતું. ત્યાં હડપ્પીય મુદ્રાઓ મળી છે. રંગપુરજિ. સુરેંદ્રનગર) એવું સ્થાન છે જ્યાં હડપ્પીય સંસ્કૃતિ સિંધુપ્રદેશ કરતાં વધુ સમય ટકી ને છેવટે મેવાડના ઉચ્ચ પ્રદેશમાં પ્રસરી. રોજડી(જિ. રાજકોટમાં મળેલી હડપ્પીય સંસ્કૃતિનો સમય ઈ. પૂ. ૧૯૦૦ થી ૧૬૦૦નો આંકવામાં આવ્યો છે. સોમનાથમાં થયેલા ઉત્નનને અનુહડપ્પીય તામ્રપાષાણ યુગ અને આરંભિક લોહયુગ વચ્ચેના ગાળાને સાંકડો કર્યો છે. વસ્તીનો એનો બીજો તબક્કો છે. પૂ. ૧૩0 સુધીનો જણાવો છે. લોખંડના ધાતુકામની નિશાનીઓ સોમનાથના ત્રીજા તબક્કામાં મળી છે. ભારતવર્ષમાં લોહનો ઉપયોગ ઈ. પૂ. ૧૦૦૦ના અરસામાં જાણવામાં આવ્યો છે. લોખંડની કાચી ધાતુને ગાળવા માટે વધુ ઉષ્ણતામાનની જરૂર પડે છે, પરંતુ એનાં હથિયાર વધુ મજબૂત અને ટકાઉ બને છે. શાયતો, ભૃગુઓ અને યાદવો પૌરાણિક અનુકૃતિઓના આધારે ગુજરાતમાં આ દરમ્યાન થયેલા કેટલાક આદ્યઐતિહાસિક રાજવંશો વિશે માહિતી મળે છે. એ અનુસાર અહીં વૈવસ્વત મનુના પુત્ર શર્યાતિનો વંશ રાજ્ય કરતો હતો. શર્યાતિના પુત્રનું નામ આનર્ત હતું. એના પુત્ર રેવના સંદર્ભમાં શાર્યાતોનો રાજ્યપ્રદેશ “આનર્ત' નામે ઓળખાતો; એની રાજધાની કુશસ્થલી હતી. પુરાણોમાં શાર્યાતવંશના ચારેક રાજાઓની જ અનુશ્રુતિ જળવાઈ રહી છે, જ્યારે બીજા અનેક રાજાઓનો વૃત્તાંત વિસ્મૃતિમાં લુપ્ત થયો લાગે છે. ભૃગુના પુત્ર અવન પ્રસિદ્ધ ઋષિ હતા. શર્યાતિની પુત્રી સુકન્યા એમની પત્ની હતી. અવનના સમયથી ભૃગુઓ દક્ષિણ ગુજરાત સાથે ગાઢ સંબંધ ધરાવતા. એને લઈને ભારુકચ્છ પ્રદેશ ભૃગુક્ષેત્ર તરીકે અને ભરુકચ્છ નગર ભૃગુકચ્છ તરીકે ઓળખાયું. ચ્યવનના પુત્ર દધીચનું સ્થાન ચંદ્રભાગા-સાબરમતીના સંગમ પાસે મનાય છે, જેની સમીપમાં ગાંધીજીએ આશ્રમ સ્થાપ્યો. ભાર્ગવો આગળ જતાં હૈહય યાદવો સાથે પુરોહિત તરીકે સંબંધ ધરાવતા. હૈહય સમ્રાટ અર્જુન કાર્તવીર્યના વિશાળ રાજ્યમાં ગુજરાતનો સમાવેશ થતો. એના પિતા કૃતવીર્યના સમયથી હિહયો અને ભૃગુઓ વચ્ચે સંઘર્ષ થયો. આ સંઘર્ષ અર્જુન કાર્તવીર્ય અને રામ રામદ ના સમયમાં
SR No.032072
Book TitleGujarati Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2001
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy