SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ રાસ અને ફાગુ સાહિત્ય ૧૯૧ હારુ તાસુ પ્રાણાપહારુ, સિંગારો અંગારો.. ૨૯ ‘દ્વિતીય નેમિનાથ ફાગુમાં - તાવઈ મહ તનુ ચંદનું, ચંદ દુહકંદુ... I૪૯ll વસંતવિલાસની મૌલિકતા એટલી સ્પષ્ટ છે કે આ કવિની રચનાનું અનુકરણ કરવા જેટલે આ બાજુ વસંતવિલાસકારને આવવાપણું રહેતું નથી. બંને “ફાગુના કથાવસ્તુમાં કાંઈ નવીનતા નથી, છતાં નિરૂપણમાં કવિની સ્વતંત્ર પ્રતિભા ઊડીને આંખે વળગે છે : લહવિ વસંતુ સહાઈવઉ, તરુણિય બલુ અવિલંબિા સચરાચરુ જગિ વસિ કિયેઉ મયણ મુહતુ અવિલંબિ I ૬ i૧૯૩ વિસંતઋતુને મદદમાં લઈ, તરુણી સ્ત્રીઓની સેનાનો આધાર લઈ સુભટ કામદેવે ઝટવારમાં સચરાચર જગતને વશ કર્યું. રાજિમતીનું વર્ણન કરતાં : મયણ સુહડ કરિવાલ સરિસ સિરિ વેણીય-દંડો કંતિ-સમુન્લલુ તાસુ વયણ સમિબિંબુઅ-સંડો ભાલ-થલુ અઠ્ઠીમય ચંદુ, કિરિ કેન હિંડોલા ભમુહ ધણહ-સમ વિપુલ, ચપલ લોયણ કંચોલા Iભા દપ્પણ-નિમ્મલ તસુ કપોલ, નાસા તિલ-કૂલા હીરા જિમ ઝલકત દંત-પંતિહિ નહિ મુલ્લા અહિરુ પ્રવાલઊ કંઠું કરઈ કોઈલ-સઉ વાદો રાજલ વાણિય વેણ વિણ ઊતારઈ નાદો I૧૦૧૪ (રાજિમતીના મસ્તક ઉપરનો વેણીદંડ સુભટ કામદેવની તલવાર જેવો છે. તેજથી ઉજ્વલિત એનું મુખડું અખંડ ચંદ્રબિંબ છે. ભાલપ્રદેશ આઠમના ચંદ્રરૂપે છે, કાન જાણે કે હિંડોળા છે, ભમર ધનુષની જેમ વિશાળ છે, ચપલ નયનો કચોળાં જેવાં છે. એના ગાલ અરીસાના જેવા નિર્મળ છે; નાક તલના છોડના ફૂલ જેવું છે, દાંતોની પંક્તિ હીરાઓની જેમ પ્રકાશી રહી છે, જેનું મૂલ્ય થાય એમ નથી. હોઠ પરવાળા જેવા છે, કંઠ કોકિલની સાથે વાદ કરી રહ્યો છે. રાજિમતીની વાણી કરતાં બંસી અને વીણાનો નાદ ઊતરતી કક્ષાનો લાગે છે. નાયિકા જ્યારે નાયકનાં દર્શન પામે છે ત્યારે .
SR No.032072
Book TitleGujarati Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2001
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy