SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮ ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ : ૧ ઉઠાવ ‘વસંતઋતુ'થી જ કરવામાં આવ્યો છે.૧૭૩ આખું કાવ્ય પ્રથમ નાયિકાના વિપ્રલંભમાં અને પછી નાયકના વિપ્રલંભમાં અપાયા બાદ મધુર મિલાપમાં પરિણત થાય છે. ‘ગીતગોવિંદ' પશ્ચિમ ભારતમાં પ્રતિષ્ઠા પામ્યું હતું એનો પુરાવો જરૂ૨ મળે છે; આપણે ત્યાં મળતા જૂનામાં જૂના ‘જિનચંદ્રસૂરિ-ફાગુ'નો રચનાસમય ઈ.૧૨૮૫માં ખરતરગચ્છના જિનચંદ્રસૂરિને ‘સૂરિ' પદ મળ્યું તે સમયની એમના શિષ્યને હાથે પાટણમાં થયેલી રચના છે; અને નોંધપાત્ર તો એ છે કે વાઘેલા સારંગદેવના સમયનો ઈ.૧૨૯૨નો પાલણપુર નજીકના અનાવડા ગામમાંથી શિલાલેખ મળ્યો છે તેમાં આરંભમાં ‘ગીતગોવિંદનો વેવાનુન્દરતે એ દશાવતારની સ્તુતિનો શ્લોક મંગલાચરણમાં ઉંįકિત થયેલો છે૧૭૪ એટલે ભાગવતાદિ પુરાણોમાંના ‘વસંતવિહાર’ને લક્ષમાં ન લઈએ તોયે ‘ગીતગોવિંદ’ના વસંતગાનથી તો પશ્ચિમ ભારતના સાહિત્યકારો વાકેફ્ હતા જ. થોડા જ જૈનેતર ફાગુઓ કે ફાગુપ્રકારની રચનાઓ તો મુખ્યત્વે ‘કૃષ્ણ'ને કેંદ્રમાં રાખીને જ મોટે ભાગે રચાયેલી છે, જ્યારે ફાગુઓમાં ‘રાસ’ની જેમ ધાર્મિક પુરુષોની વિરક્તિના ઉપલક્ષ્યમાં ‘વિરક્તિ'ને નાયકા ગણી અથવા નાયિકાની અવગણના કરી, વિરક્તિમાં પરિણમતો અંત આપી વસંતઋતુનાં, એકાદ અપવાદે, સુમધુર વર્ણન સાંકળી લેવામાં આવ્યાં છે. વસંતઋતુ સાથે શૃંગા૨૨સનો ગાઢ સંબંધ છે તેથી ‘તિ’ એ ફાગુઓનો સ્થાયી ભાવ બની રહ્યો હોય છે. એની સાથે ઉદ્દીપક સામગ્રી તરીકે વનની ખીલી ઊઠેલી વનરાજિ, મહેંકતાં અને અવનવા રંગ ધરાવતાં ફૂલ, કોયલોના ટહુકારા, ભમરાઓનું ગુંજન, શીતલમંદ સુવાસિત મલયાનિલ, કેળના માંડવા, લતાકુંજો, દોલાગૃહો, કમલાદિથી શોભી ઊઠેલાં સરોવ૨, ઝરણાં, જલક્રીડા, ૫રસ્પર રંગખેલ, ચંદનાદિ સુવાસિત પદાર્થોના લેપ; જ્યારે આલંબન વિભાવમાં એકમેકના અનુરાગવાળાં નાયકોનાયિકાઓ, સામાન્ય રીતે આવી સામગ્રીથી ફાગુઓ રમણીય બની રહે. ગીતગોવિંદ'માં આમાંની કેટલીયે સામગ્રી અને પરિસ્થિતિનો અનુભવ સહજ છે. જૈન કવિઓના, નિર્વેદમાં અંત પામતા ફાગુઓમાં પણ આવું ઘણુંખરું આવવાનું જ. પછી ‘ફાગુ’ મથાળે એવું પણ બન્યું છે કે આમાંનું કશું પણ ન હોય, પણ એ તો માત્ર અપવાદરૂપ જ રચનાઓ છે. ફાગુઓ ‘રાસ'ની માફક ૨માતા હતા– ગવાતા હતા. ઉપરાંત એના છંદોના બંધનમાં પણ કેટલુંક વૈવિધ્ય એની વિકાસભૂમિકામાં સધાયું હતું. ‘રાસક'ની જેમ ‘ફાગુ' છંદઃપ્રકાર પણ આવ્યો. જ્ઞગુનું બંધારણ ૧. ‘ગીતગોવિંદ'માં છંદોની દેશીઓ વપરાયેલી જોવા મળે છે તેનાથી જુદા જ પ્રકારનો વિકાસ ‘ફાગુઓ'માં મળે છે. એટલું ખરું છે કે બંનેમાં ‘દોહરા’નો
SR No.032072
Book TitleGujarati Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2001
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy