SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ રાસ અને ફુગુ સાહિત્ય ૧૬ ૧ પહેરામણી વગેરે સાથે એ માબાપને જઈ મળ્યો. બીજી બાજુ વળતી સવારે મંત્રીએ આળ ચડાવ્યું કે રાજકુમારીએ કાંઈ કરી મૂક્યું અને રાત્રિમાં મારો પુત્ર કોઢિયો થઈ ગયો. એમ કરી એને કાઢી મૂકી. રાજકુમારી પિતાને ત્યાં ગઈ. એને અણમાનીતી ગણી માળીના મકાનની પાછળ રહેવાની ફરજ પાડવામાં આવી. કુંવરી કંટાળી ગઈ એટલે પિતાની રજા લઈ પતિની ભાળ મેળવવા પુરુષવેશે ઉજેણી નગરી તરફ ગઈ. રાજાએ સબળ સૈન્ય સાથે શેલતને સાથે મોકલ્યો. ઉજેણીમાં આવતાં ત્યાંના રાજાએ એનો સત્કાર કરી પુરુષવેશમાં રહેલી કુંવરીને મહેમાન તરીકે રાખી. કુંવરી ભાડાનું મકાન રાખી એમાં રહેવા લાગી. ત્યાં શેઠને ત્યાંનાં પાંચ ઘોડાઓને પાણી પાવાને લઈ જવાતા જોયા એટલે ખાતરી થઈ. તેથી પછી જાણી લીધું કે એ શેઠના પુત્રનું નામ મંગલકલશ છે. એથી એણે ભોજનને માટે મંગલકલશને નિમંત્રણ મોકલ્યું. મંગલકલશનો કુંવરીએ સારો સત્કાર કર્યો. પરસ્પરની વાતોમાંથી ખાતરી થઈ અને રાજકુમારી પતિને ઘેર આવી. રતનસાર શેઠને પણ ઘણો આનંદ થયો. શેઠે આ વધામણી ચંપાપુર મોકલી. આ સાંભળી રાજા સુરસુંદરને ઘણો આનંદ થયો. એણે વરવધૂને ચંપાપુર આવવા નિમંત્રણ મોકલ્યું. ઉજેણીના રાજા વયરસિંઘે વરવધૂને વિદાય આપી અને બંને ચંપાપુર ગયાં. ત્યાં રાજાએ સત્કાર કર્યો. સાચી વાત જાણી જવાથી રાજાએ મંત્રીને દેશનિકાલ કર્યો અને મંગલકલશને ચંપાપુરનું રાજ્ય સોપ્યું. • નાનું પણ આ એક કથાકાવ્ય છે અને કવિએ પ્રસંગોને બહલાવવાને ઠીકઠીક પ્રયત્ન કર્યો છે. જંગલમાંના તોફાનનું વર્ણન કરતાં : ‘ચિહું દિશિ દાવાનલ પરજલઈ સૂયર સંવર સવિ ખલભલઈ | ઘુરહરતા જિમ આવઈ રીછ જાણે જમહ તણા એ ભીંછ || ૨૨ મંડઈ ફેરુ જિહા હિંકાર વાઘ-સિંહ-ચિત્તક હુંકાર.. || ૨૩ // [ચારે દિશામાં દાવાનલ સળગે છે. ડુક્કરો અને સાબર સૌ ખળભળી ઊઠ્યાં છે. ઘૂરકાં કરતાં રીંછ આવે છે તે જાણે કે યમના દૂત ન હોય. શિયાળ જ્યાં ચીસો પાડી રહી છે, વાઘ સિંહ અને ચિત્તા હુંકાર કરી રહ્યા છે.] ચંપાપુરમાં મંગલકલશના રૈલોક્યસુંદરી રાજકુમારી સાથે લગ્ન થાય છે તે પ્રસંગ પણ સૂચક રીતે મુકાયો છે, જેમાં લગ્નના રીતરિવાજોનો પણ કવિ સંક્ષેપમાં ખ્યાલ આપી દે છે. લાડીના વર્ણનમાં : લાડીય જિમ તરૂઅર વેલડી એ મુખિ પરિમલ બહકઈ કેવડી એ...... / ૬૮ Ill [[લાડી તરુવરની વેલ જેવી છે; મોઢા ઉપર કેવડાનો પરિમલ બહેક બહેક થાય છે.) કુંવરી પર આળ ચડાવી મંત્રી એને ઘરમાંથી કાઢી મૂકે છે ત્યારનું કુંવરીનું
SR No.032072
Book TitleGujarati Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2001
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy