SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ રાસ અને ફાગુ સાહિત્ય ૧૪૭ અને મધુરે સાદે જિનદેવના ગુણ ગાય છે. તાલના માનથી છંદ અને ગીતોનો મેળ થઈ રહ્યો છે. વાજિંત્ર વગાડવામાં આવે છે. તબલાં ઝાલર ભેરી કરડી કાંસિયાંઝાંઝ વાગી રહ્યાં છે. મંગલ કાર્ય માટે જિનભુવનમાં પંચ શબ્દ છવાઈ રહ્યા છે. પંચ શબ્દ વાગતાં ભાટલોક વસ્ત્રો સજીને બહાર આવે છે. આ પ્રમાણે જિનાલયોમાં શ્રીસંઘ ઉત્સવ ઊજવી રહ્યો છે.] તેરમી શતાબ્દીના અંતભાગ નજીકની ‘સાલિભદ્રચરિત્ર' નામની એક રાસકૃતિ સંગ્રામસિંહની રચેલી જાણવામાં આવી છે.૧૦૯ આ સંગ્રામસિંહ મંત્રી હતો અને અંચલગચ્છના જયશેખરસૂરિપ્રબંધચિંતામણિના કર્તા)નો શિષ્ય હતો, ૧૧૦ એ ઉપરથી એનો સમય પંદરમી શતાબ્દીનો પૂર્વાર્ધ કહી શકાય. એ પોતાને મંત્રી કહે છે, પરંતુ કયા રાજવીનો મંત્રી હતો એ વિશે સ્પષ્ટ કશું મળતું નથી. માંડવગઢનો એક ઓસવાળ સંગ્રામસિંહ મહમદ ખલજીનો માનીતો વિશ્વાસપાત્ર ભંડારી હતો.૧૧ તે જ આ છે એમ કહેવા આપણી પાસે અત્યારે કોઈ પ્રમાણ નથી. આ રાસમાં મુખ્યત્વે તો દોહરા અને ચોપાઈ છે, પરંતુ આની વિશિષ્ટતા એમાં આવતા ભિન્નભિન્ન રાગોની છે. આરંભમાં જ જરા વિચિત્ર માપની ૩ કડીઓનો ‘વસંત રાગ ધૂઉ’ છે. આગળ જતાં કડી ૫૫-૫૯ અને ૭૧-૭૬નાં સરૈયાની દેશીનાં દેસાખ રાગ'નાં બે ગીત છે; એવો જ એક ધૂઓ કડી ૧૭૬-૧૭૯નો ધનાસીરાગુ'નો છે. વચ્ચે કડી ૧૬૪-૧૭૫ની ચોપાઈઓ પણ દરેક કડીને અંતે ‘વોલવ’ ધ્રુવાવાળી ગેય રચના છે. વચ્ચે ચોપાઈમાં જ કડી ૩૨-૩૮ (બબ્બે ચરણોની જ કડી) ધવલ' મથાળે છે; જે પણ તેથી જ સ્પષ્ટ રીતે ગેય છે. પૂર્વ જન્મના ધન્ના ગોવાળનો બીજા ભવમાં શાલિભદ્ર તરીકે અવતાર થયો અને શાલિભદ્રે આ નવા ભવમાં સિદ્ધિ તરફ કેવાં ડગ ભર્યાં એની કથા આપતો આ પદ્યબંધ છે. ધન્ના ગોવાળ તરીકેના જન્મમાં ગરીબી હતી. પર્યુષણના દિવસ આવ્યા, પરંતુ ઉત્સવ માણવા ઘરમાં કશું નહિ. માતા પાસે પુત્ર માગે, પણ ક્યાંથી આપે? પડોશણ આવી માગી લેવા કહે છે અને બંનેને રોતાં રોકે છે. ખી૨-ખાંડ આપી જાય છે. એક મહિનાનો ઉપવાસ કરી કોઈ સાધુ વોરવા આવે છે તેને આ પુત્ર ખીર વોરાવી દે છે. આ પુણ્યે નવા અવતારમાં રાજગૃહના ગોભદ્ર શેઠને ત્યાં સુભદ્રા માતામાં જન્મ લીધો, જ્યાં આ કુમારનું નામ ‘શાલિભદ્ર’ પાડવામાં આવ્યું. ઉંમરે આવતાં શાલિભદ્રનાં ૩૨ કન્યાઓ સાથે લગ્ન થયાં. લગ્ન થયા પછી શાલિભદ્ર જિનભક્તિમાં પોતાનો સમય ગાળતા હતાં. કેટલેક વર્ષે અનશન લઈ પિતા ગોભદ્ર સ્વર્ગે ગયો અને વ્યંતરયોનિ પ્રાપ્ત કરી. એ યોનિમાં એક વાર એ શાલિભદ્રને બારણે આવ્યો. બ્રાહ્મણના વેશમાં આવી પુત્રને જગાડ્યો. એ વખતે બત્રીસે પુત્રવધૂઓ પણ પગે લાગી. બધાંને સુખી જોઈ ગોભદ્ર સ્વર્ગમાં ચાલ્યો ગયો. રાજગૃહમાં ઘણા સુખી વેપા૨ી વસતા હતા. એ સમયે ત્યાં શ્રેણિક નામનો
SR No.032072
Book TitleGujarati Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2001
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy