SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ રાસ અને ફાગુ સાહિત્ય ૧૩૭ કરે છે. એને થાય છે કે પૂર્વજન્મમાં દાન નહિ દીધું હોય તેથી મારી આ દશા થઈ છે. ધનપતિ પાછો આવે છે ત્યારે ચંદનબાલાને ન જોતાં તપાસ કરે છે ત્યારે માલૂમ પડે છે કે પત્નીએ આ બાલાની કેવી હાલત કરી છે. ધનપતિ ચંદનબાલાને બંધનમાંથી મુક્ત કરે છે, પરંતુ એ તો અનશન ધારણ કરે છે. એ સમયે વીર જિન આવી લાગતાં એની પાસે દીક્ષા લે છે. કવિ અંતે ફલશ્રુતિ આપી આ પદ્યગ્રંથ જાલોરમાં રચ્યાનું જણાવે છે. સાદી કથા ઉપરાંત આ રાસમાં બીજું કશું મળતું નથી. આ જ સમયમાં ઈ. ૧૨૧૦માં રચાયેલું જંબુસામિચરિય/જંબુસામિરાસ' કોઈ ધર્મ નામના કવિનું મળે છે. પોતાનો આછો પરિચય અને રચ્યા-વર્ષ એણે પોતાના આ ચરિતગ્રંથને અંતે આપ્યાં છે, જ્યાં એ પોતાને કોઈ મહેંદ્રસૂરિનો શિષ્ય કહે છે. આ મહેંદ્રસૂરિ અંચલગચ્છના ધર્મઘોષસૂરિના શિષ્ય અને સિંહપ્રભસૂરિના ગુરુ થતા; એમનો જન્મ ઇ. ૧૨૩૮, દીક્ષા ઇ. ૧૧૮૧, આચાર્યપદ ઈ. ૧૨૩૮ અને અવસાન ઈ. ૧૨૫૩માં થયેલ. ગ્રંથકારે પોતે તો આ રચનાને જંબૂસામિહિતણી ચરિય' (કડી ૧) અને જંબૂસામિચરિત' (કડી ૪૦) કહેલ છે; પુષ્પિકામાં “શ્રી જબૂસ્વામિરાસ મળે છે. પાંચ ઇવણિઓમાં વિભક્ત આ કૃતિ ગેય અવશ્ય છે. નવ કડીઓની રોળા છંદની પહેલી ઇવણિ પછી બીજી ઠવણિ ૨૮.૫ કડીઓની ગણી છે, પણ ૨૮ કડીઓની છે. ૩૦મી કડીથી નવી ઇવણિ શરૂ થઈ શકે જ છે, જે કડીથી સોરઠા શરૂ થાય છે. કડીઓના આંક બળે સોરઠાની એક કડીને હિસાબે ટંકાયેલા છે. ૩૬મી કડીએ ત્રીજી ઠવણિ પૂરી કરી ચોથી વણિ બે કડીઓની અને છેલ્લી પાંચમી ઇવણિ ચાર કડીઓની છે. ૩૦-૪૧ એ કડીઓમાંના સોરઠાઓમાં વિષમ પાદે કેટલીક પંક્તિઓમાં પછીની બેકી પંક્તિની સાથે પ્રાસ મળે છે, કેટલીકના મળતા જ નથી. ગેયતાને માટે અત્રતત્ર કાર જોવા મળે જ છે. જંબુસ્વામીનું આ પદ્યગ્રંથમાં સાદું નિરલંકાર ચરિત જ વાંચવા મળે છેઃ રાજગૃહનો શ્રેણિક નામનો રાજા વર્ધમાન સ્વામીને વંદન કરવા જાય છે ત્યાં કોઈ પ્રસન્નચંદ્ર નામના માનવીને તપ કરતો જુએ છે. વર્ધમાન સ્વામી પાસે જઈ રાજા પ્રશ્ન કરે છે કે આ પ્રસન્નચંદ્ર મૃત્યુ પામે તો જન્મ ક્યાં લેશે. પહેલીવારના પ્રશ્નના જવાબમાં “નરકે,' બીજીવારના પ્રશ્નના જવાબમાં મનુષ્યલોકમાં અને ત્રીજાનો જવાબ મળતો નથી. ત્યાં તો પ્રસન્નચંદ્રને લેવા જતા દેવોનાં દુંદુભિઓનો નાદ સંભળાય છે. વર્ધમાન સ્વામી એ સમયે “મનના પરિણામે જીવને વિષમ ગતિ થયાનું કહે છે. એ પછી મનુષ્યલોકમાં આવી પડતા એક દેવને રાજા જુએ છે. કથા એવી છે કે મહાવિદેહની વીતશોક નગરીમાં પદ્મરથ નામનો રાજા હતો. એને વનમાલા નામની એની રાણીથી શિવકુમાર નામનો પુત્ર થયેલો. એ નગરીમાં સાગર નામના મુનિ જઈ પહોંચતાં આ કુમાર એમને વંદન કરવા જાય છે ત્યાં એને પોતાના પૂર્વના ભવનું સ્મરણ થતાં એ
SR No.032072
Book TitleGujarati Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2001
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy